________________
૪૧૮
શાંતસુધારસ
ગુણપ્રશસા કરવાથી ગુણવાનને ગેરલાભ થતો નથી. પ્રશંસા કરનાર તે માર્ગે ચઢે છે અને કેટલીક વાર ઉત્તેજનને કારણે – પ્રશ સાને પરિણામે ગુણમાં સ્થિર થાય છે અને પૂરને દષ્ટાંતરૂપ બની ગુણવૃદ્ધિનું કારણ પણ બને છે. આવી રીતે પ્રભેદભાવના પરસ્પરને અનેક રીતે ઉપકારી છે.
પ્રદ ? ગેયાષ્ટક પરિચય
૧. પ્રમોદભાવનાના મુદ્દાઓ આપણે પૂર્વપરિચયમાં કાઈક સમજ્યા, એની વિશાળતા, હૃદયદ્રાવકતા અને આકર્ષકતા આપણે વિચારી. અષ્ટકમાં એ મુદ્દાઓને અન્ય આકારમાં રજૂ કર્યા છે
ચેતન ! તુ ગુણ જોઈને પ્રસન્ન થા, રાજી રાજી થઈ જા. “પરિ” એટલે ચારે તરફથી અને તેષ એટલે આનદ આ માનસિક ગુણ છે જ્યારે ચિત્ત પ્રસન્ન થાય ત્યારે આખી દુનિયા આનદમય જણાય છે, કારણ કે આપણું દુનિયા સાધારણ રીતે આપણું ચિત્તતુ જ પ્રતિબિ બ હોય છે એ કલુષિત હોય ત્યારે એને હવામાં પણ અશાતિ જણાય છે, ઘનઘોર વાદળાં ચઢેલા અથવા ધુમસ થયેલી દેખાય છે અને જાણે આખી દુનિયા ઊડ ઊડ લાગે છે. ત્યારે એને અંદર તોષ થયો હોય ત્યારે એને દુનિયા કીડા કરતી, હસતી, વધાવતી દેખાય છે એમના પર જ્યારે એને પરિતેષ થયે હોય ત્યારે તો એની છાતી ઊછળે છે, એને સવિશેષ હર્ષ થઈ જાય છે અને એના વાતાવરણમા એને સર્વત્ર મીઠાશ ભાસે છે.
ગુણદર્શન તરફ જ્યારે પરિતેષ થાય ત્યારે આવો આનદ થાય છે મારા એક દિઈ પરિચિત મિત્ર બહુ ગુણાનુરાગી હતા એમણે ગુણોનું પત્રક તૈયાર કર્યું હતુ અને તેને નિર તર પાઠ કરતા હતા વ્યવહારના નિત્ય ઉપયોગી ગુણનાં મથાળા નીચે તેમણે નીચે ગુણો લખ્યા છે –(મે તેમના શબ્દોમાં જ તે અહી લખ્યા છે )
“દયાળુતા, સત્યતા, વિદ્વત્તા, ધૈર્યતા, ગભીરતા, નમ્રતા, ઉદારતા, લઘુતા, દાક્ષિણયતા, સ્વચ્છતા, નિર્મળતા, મધ્યસ્થતા, મિત્રતા, સભ્યતા, નિયમિતતા, કમળતા, અકૂરતા, મિતાહારતા, મિતવ્યયતા, પ્રેમાળતા, ઉદાસીનતા, અક્રોધતા, વૈરાગ્યતા, જિતેયિતા, ક્ષમા-દયાશાતતા, જનપ્રિયતા, નિર્લોભતા, દાતારતા, ભયશેકહીનતા, ઉદ્યોગતા, ગુણગ્રાહ્યતા, ગૃહસ્થતા, ચારિત્રતા, વ્યાયામતા” ગુણદશી ક્યા ક્યા ગુણે જુએ છે તેનું આ દષ્ટાન્ત તેમની ભાષામાં છે. સાદુ જીવન અને ઉચ્ચ વિચારના જવલત દષ્ટાન્ત એવા સાદા મનુષ્યોમાથી સાપડે છે. આ પ્રત્યેક ગુણ પૈકી કેટલાને ઉપયોગ દરરોજ થયે તેની નિત્ય નેધ કરનાર, અઢાર પાપ