________________
અમેદભાવના
૪૧૭
સસારને અત્ર અસાર કહેવાનું કારણ એ છે કે એમાં વિષયરસની કદી તૃપ્તિ થતી નથી. આપણે ગમે તેટલા ગાને સાભળીએ, દશ્યો જોઈએ કે ભાષણ. વિવેચન ને ચર્ચાઓ કરીએ પણ એનાથી કદી ધરાતા નથી. નિદા, વિકથા, મશ્કરી, ગપ્પા કે અર્થ વગરની ખ્યાલતો કરવામાં, સાભળવામાં અને કેાઈની મેટાઈ જોઈ તેને ઉતારી પાડવામાં અથવા સાધ્ય કે શિક્ષાના આદર્શ વગરનાં ટ જોવામાં આપને ઉપયોગ કરીએ છીએ. પ્રમોદભાવના જેની રગેરગમાં જામી ગઈ હોય તેના જીવનવૃત્તો અનેરા જ બની જાય છે. એ માર્ગે જીભ, કાન અને આંખોને ઉપયોગ કરવાનો આમા ગર્ભિત ઉપદેશ છે
છે ૭. અન્યના ગુણ જોઈ-જાણી જે પ્રસન્નતા અનુભવે છે તેનું આખું જીવન જ જુદા પ્રકારનું થાય છે. એવા પ્રાણીના મનમાં વિશાળ ભાવ જાગૃત થાય છે, એનામાં એક પ્રકારની પ્રાસાદિક વૃત્તિ ઉદ્ભવે છે, એના મનોરાજ્યમાં આનદનૃત્ય થાય છે અને એની છાતી ગજ ગજ ઊછળે છે
સામાન્ય દાખલો લઈએ એક શ્રીમાન શેઠે કેળવણીના પ્રસાર માટે એક લાખ રૂપિયા એક સ સ્થાને આપ્યા પ્રમેદભાવનાવાળે એ હકીકત વાચી જાણી ખૂબ રાજી થશે એને એમાં શેઠશ્રીની ઉદારતા, ત્યાગવૃત્તિ અને વિવેકવૃત્તિ દેખાશે એ શેઠશ્રીના ઔદાર્યની પ્રશંસા કરી લાભ મેળવશે. અન્ય તે શેઠની ટીકા કરશે એણે લાખ જ કેમ આપ્યા ? બે લાખ કેમ ન આપ્યા? એ તે સટ્ટામાથી રળેલા હતા, એ તો લોભિયા છે, અભિમાની છે, પ્રશ સાન ઈચ્છુક છે વગેરે. આ આખી ટીકા અર્થ વગરની છે, પણ અનેક વાર સાભળવી પડેલ છે એનું કારણ વિશાળવૃત્તિનો અભાવ, પ્રમોદભાવનાની ગેરહાજરી અને ગુણદૃષ્ટિની ઊણપ છે જેણે જેટલી ઉદારતા બતાવી તેટલા પૂરતો તેને ધન્યવાદ છે અને એનો અમુક આશય (motive) હતો એમ ધારી લેવાને આપણને બિલકુલ અધિકાર નથી. ગમે તેમ હોય પણ ઉદારતા તે પ્રશસ્ય જ છે.
આ રીતે દૃષ્ટિભેદ થાય છે પ્રશસા કરનારના મનમાં કેટલો આનદ થાય છે. કેટલીક વાર ગુણરાગી પ્રાણુ ગુણવાનું પ્રાણીની જેટલો જ લાભ અનુમંદનાને અ ગે મેળવી શકે છે એના મનને જે પ્રસાદ થાય છે તે અવર્ણનીય છે અને તેનો મન પ્રસાદ તે ખરેખર જબરે હોય છે
પ્રમોદભાવથી–અન્યના ગુણોની પ્રશ સાથી આપણું ગુણ નિર્મળ થાય છે. ગુણની નિર્મળતા એટલે એમાં પ્રગતિ લાખ રૂપિયા આપનાર શેઠશ્રીની પ્રશ સા કરનારમાં પણ ગુણબુદ્ધિ હોય છે તે સહજ સમજી શકાય તેમ છે.
ગુણપ્રાપ્તિનો ઉપાય ગુણપ્રશસા જ છે, ગુણશુદ્ધિનો ઉપાય પ્રમાદ છે, ગુણવૃદ્ધિનો માર્ગ અનુમોદન છે, ગુણપ્રવેશનુ દ્વાર ગુણાનુવાદ છે અને ગુણસ્થિરતાનુ સાધન પ્રદ છે.
૫૩