________________
પ્રમોદભાવના
૪૧૫
જરૂર આગળ વધે છે. એને જ્યાં આ ધશ્રદ્ધા લાગે ત્યા એ સ્પષ્ટ રીતે વિચાર જણાવે છે અને છતા એની શ્રદ્ધાને, એના ધર્મરાગને જરા પણ વાધો આવતો નથી. એની લાલસા ધર્મ કરનાર હોવાનું ઉપનામ મેળવવાની ન હોય પણ એને ગુણ ઉપર ખૂબ રાગ હોય અને આગળ વધવા તાલાવેલી લાગેલી હોય. આવા ગૃહસ્થોને ધન્ય છે, તેઓ અભિનદનને પાત્ર છે, ભગવાનના પુત્ર છે, ભગવાનના સાચા સેવક છે, નિર્ચ થના ખરા સહાયક છે અને જગતના ખરા બંધુઓ છે A પ્રમોદભાવના શ્રાવકના ગુણોની પ્રશંસા સર્વ ગુણગ્રાહી પાસે કરાવે છે, એ એની વિશિષ્ટતા છે
જેનદર્શનકારેએ પ્રથમથી જ સ્ત્રીઓને અનેક રીતે સરખું સ્થાન આપ્યું છે. એમના ચતુર્વિધ સંઘમાં સ્ત્રીઓ પણ છે એનો મોક્ષ જવાને હક્ક સ્વીકાર્યો છે અને એનાં પવિત્ર નામે પ્રભાતમાં લેવાનો ઉપદેશ કરીને એના સગુણોની કિ મત આકી છે જન ધર્મની આ વિશાળતાને કારણે એ સ્ત્રીની ધન્યતા પ્રમોદભાવે ભજે
એ સ્ત્રીઓ કેવી હોય? જેઓનું જીવન સાધુતામય હોય, જે અહિ સા, સયમ અને તપમય જીવન જીવી, પચમહાવ્રત ધારણ કરી આત્મપ્રગતિ કરતી હોય તેવી સાધ્વીઓને ધન્ય છે. એવી સાદેવી સ્ત્રીઓ બુદ્ધિશાળી હોય છે, કૃતના અભ્યાસથી નિર્મળ થયેલ બુદ્ધિવાળી હોય છે અને શીલને એના વિશાળ અર્થ (ધર્માચરણ, સદ્ગુણપાલન)માં શોભાવનારી હોય છે વિચાર કરતા ચ દનબાળા, બ્રાહ્મી. સુદરી, મૃગાવતી આદિના ધન્ય ચરિત્રે આપણી નજર આગળ તરી આવે છે.
વળી શ્રાદ્ધ-શ્રાવિકાઓ જેઓ શિયળ-બ્રહ્મચર્ય શ્રાવિકાની મર્યાદામા પાળી અતરાત્માને શોભાવતી હોય તેને પણ ધન્ય છે રાજસભામાં વિદ્વત્તાપૂર્વક કર્મનો સિદ્ધાન્ત રથાપન કરનાર મયણાસુંદરી, ચ પાનગરીનાં દ્વાર ખુલ્લા કરનાર સુભદ્રા તથા વિગદુ ખ સહન કરનાર અ જનાસુ દરી, સીતા આદિના વિશિષ્ટ સદગુણ પ્રશસનીય છે, તેમના જીવન ધન્ય છે
નસીબદાર પ્રાણીઓ ગર્વમુક્ત થઈ આવા સાધુપુરુષ અને સાધ્વી સ્ત્રીઓની પ્રશંસા કરી ગુણાનુરાગ પ્રદર્શિત કરે છે, તેમના વિશિષ્ટ વર્તન માટે હૃદયનો ઉલ્લાસ પ્રકટ કરે છે અને તે કાર્ય તેઓ અનેક વાર કરવામા વધતા વધતે આન દ લે છે
રુ પ, ગુણનો ખરે રાગ થાય તેને ગુણ તરફ ખેચાણ હોય છે, એને મર્યાદામાં બ ધનને અસર કરતા નથી વાડાની સકુચિતતા એને કેદ કરતી નથી અને દૃષ્ટિમર્યાદાની હદ અતિ રહેતી નથી. એ જૈન ધર્મના વિશાળ સિદ્ધાતો ન સમજેલા પ્રાણીઓ વિકાસક્રમમાં કદી પછાત હોય પણ માગે ચઢી ગયેલા હોય તો તેના ગુણોની પણ પ્રશ સા કરી, એને માટે તેમને યોગ્ય માન આપે છે.
એ અન્યમાં સતોષવૃત્તિ જુએ એટલે તેને પ્રશસે છે, અન્યમાં સત્યપ્રિયતા જુએ ત્યા એ વારી જાય છે, ધનવાનની ઉદારતા જોઈ એ હર્ષઘેલો થઈ જાય છે, વિનયનો કોઈ પણ પ્રકાર જોઈ એ રાજી રાજી થઈ જાય છે