________________
પ્રમોદભાવના
કાર્ડ એ પર્વતના શિખર ઉપર, ગહન વનના ઊંડાણમા, વિશાળ ગુફાના અંતમાં કે નીચા પ્રદેશમાં બેસીને આત્મધ્યાન લગાવી રહ્યા હોય છે. ધ્યાનસિદ્ધિમાં આસનને પ્રધાનસ્થાન છે. તેને માટે નીચેના સ્થાનો જ્ઞાનાર્ણવકાર બતાવે છે (પ્રકરણ ૨૮)
મહાતીર્થ સિદ્ધક્ષેત્રમાં ધ્યાનસિદ્ધિ થાય છે સાગરના અતભાગમા, વનના અંતભાગમા, ગિરિશિખર પર, નદીના પુલિનમાં, કમળવનમા, કિલ્લામા, શાલવૃક્ષોના જૂથમા, નદીના સંગમ પર, દ્વિપમા, નિર્જીવ વૃક્ષકેટરમા, જીણું બગીચામા, સ્મશાનમાં, જ તુરહિત ગુફામા, સિદ્ધફૂટમાં, શાશ્વત કે અશાશ્વત જિનચૈત્યમા, જ્યા કેળાહળ ન થતો હોય તેવા શાત સ્થાનમા, મનને પ્રીતિ કરનાર અને પ્રાણીઓને સુખ કરનાર સ્થાનમાં, શૂન્યસ્થાનમાં, કેળલતામંડપમાં અને શીત કે ગરમી રહિત સ્થાનમાં ધ્યાન કરવું જે સ્થાનમાં રાગ વગેરે દેશે લઘુતા પામે ત્યાં વસતિ કરવી અને ખાસ કરીને ધ્યાનકાળમાં તો જરૂર ત્યાં જ વસવુ ” આ હકીકત કાઈક વિસરાતી જતી જણાય છે અને યોગનો અભ્યાસ નાશ પામતે જણાય છે, તેથી લબાણ ટાણું કર્યું છે. આવા શાત સ્થાનમાં ચેતનરામને ધ્યાવતા નિર્ગસ્થને ધન્ય છે ! વળી તે કેવા હોય? તે કહે છે –
એ શમરસમાં તૃપ્ત હોય, એના મુખ પર શાતિના શેરડા પડતા હોય, એના વાતાવરણમા અખંડ શતિ હોય, પક્ષ કે માસના ઉપવાસ કરનારા હોય, બાહ્ય અને આતરિક તપના કરનાર હોય.
જે જ્ઞાનવાનું હોય, એટલે ધાર્મિક અભ્યાસ જેમણે સારી રીતે કરેલ હોય અને જ્ઞાનના પરિશીલનથી જેમની બુદ્ધિ વિશાળ-થઈ ગઈ હોય, જેઓ ધર્મની વિશાળતા સમજી સ્યાદ્વાદમાર્ગનું રહસ્ય સમજી અન્યને સમજાવી શક્તા હોય, જે જૈનધર્મમાં રહેલી વિશ્વધર્મ બનવાની વિશાળતા હૃદયમાં ધારી શક્તા હાય, જેઓ ઉપદેશ આપવાની પદ્ધતિ, અધિકાર અને ચેગ્યતા સમજનાર હોય, જે પોતે “શાત હોય એટલે કષાયરહિત હોય. પૂછનાર પણ ક્રોધ વગરના, પિતાને માટે અઘટિત ઉચ્ચ અભિપ્રાય નહી રાખનારા, કપટ વગરના અને મૂચ્છના સર્વથા ત્યાગી હોય તે “શાત કહેવાય
જેમને પિતાના મન અને હૃદય પર કાબૂ હોય તે દાત કહેવાય. મન પર કાબુ અને કાર્યનિર્ણય તે અપ્રતિમ ગુણ છે
જિતાક્ષ–ઇદ્રિય પર વિજય કરનારા, પચે દ્રિય વશ કરનારા – એને સર્વથા કાબૂમાં રાખનારા
આવા સાધુપુરુષે નિશ્વ-પ્રવચનને જગતમા વિસ્તાર કરી ભગવાનના અહિસાના સંદેશા જગતને પહોંચાડે છે અને શાસનને દીપાવે છે ઉપદેશ દેવાની યોગ્યતામાં ધ્યાન, જ્ઞાન, ઇદ્રિયદમન, પ્રકૃતિસૌમ્યત્વ અને શમરસલીનતા તથા તપને કેટલું અગત્યનું સ્થાન છે તે અત્ર જરૂર ધ્યાન આપવા યોગ્ય છે જ્ઞાનથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા મહાત્માઓ વિજ્ઞાનમાં