________________
४१०
શાંતસુધારસ
મલિનતા અથવા ઘરણ (ગ્રહણ) આત્મદર્શન ઉપર ચડી ગયેલ મલિનતાને વીતરાગને વિકસિત ચેતનરામ ક્ષપકશ્રેણીને માર્ગે વર કરે છે સાતમાં ગુણસ્થાનક પછી બે પ્રકારની શ્રેણી મડાય છે ક્ષપક અને ઉપશમ. ક્ષપકશ્રેણીવાળો આત્મા કર્મોને કાપતો જાય છે, ઉપશમશ્રેણીવાળે કર્મોને દબાવતો જાય છે ઉપકશ્રેણીવાળે કર્મોનો ક્ષય કરી આગળ વધતો જાય છે, ઉપશમવાળ ખરી પ્રગતિ સાધી શકતો નથી અને અગિયારમે ગુણઠાણે જઈને પડી જાય છે શ્રી વીતરાગદેવ ક્ષપકશ્રેણીનો માર્ગ લઈને કર્મોની મલિનતા દૂર કરે છે, ઘાતકર્મોને કાપી નાખે છે અને બાકીના કર્મોને લુખા કરી મૂકે છે.
ગધહસ્તી ચાલે ત્યારે એની ગ ધથી બીજા હાથીઓ દૂર નાસી જાય છે. તીર્થંકરદેવ વિહાર કરે તે પ્રદેશમાથી મહામારી, દુકાળ, રોગ વગેરે ઉપદ્રવ દર થઈ જાય છે, તેથી વીતરાગ ગ ધહસ્તી સમાન છે
તીર્થકર મહારાજને આત્મા પૂર્વભવમાં ખૂબ વિકાસ સાધીને આવ્યો હોય છે, તેથી એમને ઉપદેશની જરૂર પડતી નથી. એમનામાં જ્ઞાન સહેજ હોય છે, જન્મથી પ્રગત આત્મા આત્મપ્રત્યક્ષ (અવધિ) જ્ઞાન સાથે આવે છે અને તેમાં વધારો થતો જાય છે. એમનામાં જે વિરાગ (વૈરાગ્ય) આવે છે તે કુદરતી છે, સહજ જાગેલ હોય છે અને વિમળ વિકાસનું પરિણામ હોય છે એમને આ સંસાર દુ ખમય, અસાર અને બ ધનમય લાગે છે તેમનામાં આ વૃત્તિ સાહજિક હોય છે એમને અન્યના ઉપદેશની અપેક્ષા રહેતી નથી
ધર્મધ્યાન ને શુકલધ્યાનમાં નિમજ્જન કરતે આત્મા આત્મશુદ્ધિથી ધ્યાનધારાએ ચઢે છે એમનું ધ્યાન કેટલું વિશાળ અને એને વિષય કે સુ દર હોય છે તે યોગગ્રથોમા ચણ્યું છે પૂર્ણિમાના ચદ્રની કળા કેવી શાંત, સુદર અને નિર્મળ હોય ! તેમાં પણ શરદ પૂનમની ચાદની કેટલી સ્વચ્છ અને આકર્ષક હોય ? તેનું વર્ણન જરૂરી નથી આવી નિર્મળતા તેઓશ્રીની ધ્યાનધારામાં હોય છે અને વિશુદ્ધ ભાવે પ્રગતિના માર્ગે તેઓ આગળ વધતા જ જાય છે.
અનેક સુકૃત્યો કરીને તે આવ્યા હોય છે, વળી તીર્થ કરના ભાવમાં પણ અનેક સુકની વૃદ્ધિ કરે છે અને અહંતલમીને પ્રાપ્ત કરીને મુક્તિને કિનારે પહોંચી જાય છે. દેવતાઓ સમવસરણ રચે કે ચક્રવતીઓ નમે તેમાં તેમને રાગ નથી, અને કોઈ તેજલેશ્યા મૂકી ઉપદ્રવ કરે તેના તરફ દ્વેષ નથી એમની બાહ્ય વિભૂતિ પણ અતુલ્ય છે, પણ એમને આદર્શ ગુણસમૂહ અસામાન્ય હાઈ વિચારમા પાડી દે તેવું હોય છે !
તીર્થ કરપદની ઋદ્ધિ સર્વ જીવોને પ્રાપ્ત થતી નથી, પર તુ સામાન્ય સિદ્ધિો પણ ભાવનાવાહી જીવન વહન કરી દુનિયાને પાર પામે છે - જે વીતરાગ અન ત ગુણના ધરનાર, દુનિયાને દુખમાથી મુક્ત કરવા ઉપદેશ આપનાર - અને આદર્શ વર્તનના લ ત દષ્ટાન્ત હોય તેમને ખરેખર ધન્ય છે ! તેઓને અવતાર