________________
પ્રમેદભાવના
૪૦૯
આત્મા ક્ષપકશ્રેણે આદરે છે, શુકલધ્યાનના બે પાયા સુધી વધતો જાય છે, કષાયો ને નોકષાચેનો નાશ કરે છે, ઈદ્રિયો પર સ પૂર્ણ કાબૂ મેળવે છે અને યોગને બરાબર અકુશમાં રાખે છે. નિર્મળ ધ્યાનધારાએ વધતી આતરશુદ્ધિથી એ ચાર મોટા ઘાતી કર્મોને સર્વથા ક્ષય કરી નાખે છે. એ ચાર કર્મો તે જ્ઞાનાવરણીયદશનાવરણય, મેહનીય અને અંતરાય છે. આ ચાર કર્મોનો સર્વથા ક્ષય કરીને એ કેવલ્યલક્ષ્મી પ્રાપ્ત કરે છે.
એના નાનાતિશય, વચનાતિશય. પૂજાતિશય અને અપાયાપગમાતિશયનું વર્ણન કરીએ તે પુસ્તક ભરાય. એમનુ જ્ઞાન અતિ નિર્મળ છે. એ વસ્તુના ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વ ભાવેને જાણે છે અને દેખે છે એના વચનનો અતિશય અતિ વિશિષ્ટ છે વાણી મનોહર, સર્વસુગમ્ય અને આરપાર ઊતરે તેવી–પ્રાણનું એકાત હિત કરનારી અને સાધ્યસન્મુખ લઈ જનારી થાય છે. તેમની બાહ્ય સમૃદ્ધિ વર્ણનાતીત છે સમવસરણની રચના, એમાં અષ્ટ મહાપ્રાતિહાર્ય, એની બાર પર્ષદાઓ, એમાં સુગ ધિ ધૂપ તથા પુષ્પોના સમૂહ, દેવ-મનુષ્યની ભગવાન તરફ ભાવના અને ગુણરાગદૃષ્ટિ એ સર્વ અતિ આકર્ષક છે સર્વ પ્રકારના ઉપદ્રવો વાતાવરણમાથી નાશ પામી જાય છે એ અપાયાપગમાતિશય છે
વીતરાગ પ્રભુના ચિન્તનમાથી ઉપદેશ, ઉપદેશના વિષયો અને વિશ્વના ધુત્વનો વિશાળ ખ્યાલ સહેજે પ્રાપ્ત થાય છે બાહ્ય વૈભવ તે અન્ય દેવકૃત હોય છે અને પ્રમોદ ઉપજાવે તે હોય છે. પણ ખરો પ્રમોદ તે વીતરાગદશાને છે રાજ્યઋદ્ધિ છોડનાર અતરાત્માને વિકાસ કરવા કેવા પ્રયત્ન આદરે છે એ સર્વ ખૂબ વિચારવા જેવું ત્યાંથી પ્રાપ્ત થાય છે
એ વીતરાગદશાનો વિચાર કરતા અંત કરણ અપૂર્વ આનદ વેદે છે એને બરાબર ઓળખી એને “ધન્ય સમજીએ એટલે પરમ ધ્યેયની સન્મુખ આવવા આપણે કોઈ પ્રયત્ન કર્યો કહેવાય
વીતરાગને બરાબર સમજવા માટે આખો વિકાસક્રમ સમજવો પડે એ સમજાય એટલે વીતરાગભાવની વિશિષ્ટતા મનમાં આવે. આવા વીતરાગને ધન્ય છે ! એની આપણે જેટલી પ્રશ સા કરીએ તેટલી ઓછી છે આપણે સ્થળ કે આતર ત્યાગના સ્વપ્ના પણ સેવી શક્તા નથી, ત્યારે સર્વસ્વને છેડી વીતરાગ અને વીતવેષ થનારના વિશિષ્ટ મનોબળ માટે તે આપણે શુ ધારી શકીએ ?
એટલા માટે એમના સબધી વાપરેલા પ્રત્યેક વિશેષણને આપણે સક્ષેપથી વિચારી જઈએ. વીતરાગદશામાં રાગનો ત્યાગ છે તેટલો જ છેષને ત્યાગ છે મીઠું બ ધન રાગ છે તેથી તેની મુખ્યતા કહી છે, પણ હેલ તેના જેટલો જ અગત્યનો ભાગ સંસારભ્રમણ વધારવામાં ભજવે છે, તેથી આપણે તેમને “વીતàષ પણ સાથે જ ગણીએ તો તેથી આપણે મુદ્દો બરાબર જળવાશે. તેઓ કેવા છે તે વિચારી જઈએ.
કર્મો પૈકી મોહનીય કમ ખૂબ આત્મલિનતા કરે છે અને આત્માના આખા દશ્યને બગાડી નાખે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ દશ્યની આડે ઘરણ કરે છે ઉપરાગ એટલે
૫ર *