________________
[૩૭]
સુજશવેલીભાસ
આ ભાસની પ્રાપ્તિથી શ્રી વિનયવિજય ઉપાધ્યાયના ચરિત્રને અને ઘણી ચેખવટ થઈ જાય છે અને ચાલી આવતી વાતોમા તય્યાશ કેટલો છે તેને નિર્ણય કરવાનું પ્રબળ સાધન મળે છે. તેથી આ સ્થળે આપણે એને વિચાર કરી લઈએ આ કૃતિ ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયના શિખ્ય કાંતિવિજયે લખી છે તેથી તે ઈતિહાસની નજરે જીણી ચેકસ પુસ્તિકા ગણાય અને આપણા ચરિત્રનાયક વિનયવિજયના ગુરુભાઈની રચના હોઈ તત્કાલીન કૃતિ છે અને ઈતિહાસની નજરે ખૂબ આધારભૂત હકીકત પૂરી પાડે છે. એ “ભાસ” પ્રમાણે “જસવ તઅને તેના ભાઈ પદ્ધસિંહની દીક્ષા સ ૧૮૮૮માં અણહિલપુરમાં ૫ ડિત નિયવિજયજીને હાથે થઈ શ્રી વિજયદેવસૂરિને હાથે વડી દીક્ષા થઈ. તેમનું નામ “યશવિજય” રાખવામા આવ્યુ. સ. ૧૬મા રાજનગરમાં સંઘની સમક્ષ તેમણે આઠ અવધાન કર્યા, શેઠ ધનજી સૂરાએ ગુરુને વિજ્ઞતિ કરી કે એ જસવિજય ખૂબ વિદ્વાન– બી હેમચંદ્ર થાય તેવા વિદ્યાપાત્ર– જણાય છે, તો તેમને કાશીએ મોકલી છ દર્શનનો અભ્યાસ કરાવ્યું હોય તો તેઓ પ્રસંગ આવ્યે જૈન દર્શનને “ઊજળું” કરી શકે એવા લાગે છે. ગુરુએ કહ્યું “એ કામ ધનને આધીન છે. એ વખતે ધનજી સૂરાએ બે હજાર દીનાર – ચાદીના સિક્કા ૫ ડિતને આપવા માટે ખરચવાની કબૂલાત આપી ગુરુએ શિષ્ય સાથે કાશીને રસ્તો લીધે. કાશીમા તાર્કિકકુલમાડની પાસે શિષ્યને ભણવા મૂક્યા. એ ગુરુ સાતસે શિષ્યને ભણાવતા હતા. તેને દરરોજનો એક એક રૂપિયા આપી ત્રણ વરસ ત્યાં અભ્યાસ કરાવ્યો ત્રણ વર્ષની આખરે જસવિજયે એક સન્યાસી સાથે વાદ કર્યો એમા એની જીત થઈ ન્યાયવિશારદની પદવી મળી. આવી રીતે ત્રણ વર્ષ કાશીમાં રહી, તાર્કિક થઈને ગુરુ સાથે આગ્રા શહેરમાં આવ્યા. ત્યા ન્યાયાચાર્યની પાસે ચાર વર્ષ રહી કર્કશ ન્યાયના સિદ્ધાંતને અભ્યાસ કર્યો અનેક શાસ્ત્રોનું અવગાહન કર્યું
આટલી હકીકત પરથી એમ જણાય છે કે સ ૧૭૦૦ થી ૧૭૦૩ કાશીમાં અને ૧૭૦૩ થી ૧૭૦૭ આગ્રામાં શ્રી યશોવિજયજીને અભ્યાસ થયો એમની સાથે વિનયવિજય અભ્યાસમાં હતા એવું આ ભાસમાથી નીકળતુ નથી, પણ એમના પોતાના ગુરુ “નયવિજય” હતા એમ જણાય છે. ત્યારપછીના સમયમાં નયવિજય અને વિનયવિજય નામ વચ્ચે ગૂંચવાડો થઈ ગયો લાગે છે મતલબ કે કાશીમાં વિનયવિજય અને જયવિજયે સાથે રહી બાર વર્ષ સંસ્કૃત ભાષા(ન્યાયશાસ્ત્ર)નો અભ્યાસ કર્યો એવી જે દતકથા છે તે બરાબર નથી એમ માલૂમ પડે છે ખુદ યશોવિજય ઉપાધ્યાય પણ કાશીમાં તો માત્ર ત્રણ જ વર્ષ રહ્યા જણાય છે એ ઉપરાત વિનયવિજ્ય મહારાજે ગ્રંથરચનાઓ કરી તેને સમય વિચારતા પણ એ વાત શક્ય હોય એમ લાગતુ નથી “લોકપ્રકાશ” ગ્રંથની રચના વિનયવિજયે સ. ૧૭૦૮ના