________________
[૩૬] ઉપાધ્યાયનું વ્યાખ્યાન અને ચોમાસાના દિવસે, એટલે લોકેની ઠઠનું તો પૂછવું જ શુ ? ગુરુમહારાજ નીચે બેઠા એટલે આખા શ્રોતાવર્ગમાં એક જાતનો તરવરાટ થઈ ગયો. શુ છે?” એમ એક આગેવાન શ્રોતાએ વિનયપૂર્વક પૂછતા શ્રી વિજય ઉપાધ્યાયે જણાવ્યું કે જેના પ્રતાપે હુ આજે તમારી સમક્ષ વ્યાખ્યાન કરવા શક્તિમાન્ થયો છું, તે મારા વિદ્યાગુરુ આજે પિતે સ્વત. અત્રે પધાર્યા છે, તેમનો વિનય કરવા હુ ઊ ચા આસનથી નીચે ઊતર્યો છુ”
શ્રી સઘને આ હકીકતની ખૂબ અસર થઈ. એમણે તે વખતે ગુરુદક્ષિણ નિમિત્તે ખરડે કર્યો અને તે જ સભામાં ૭૦૦૦૦ (સિત્તેર હજારો રૂપિયા ગુરુને રોકડા આપ્યા. આ સ બ ધમાં કહેવાય છે કે કાશીથી આવેલ વિદ્યાગુરુ જ્યોતિષશાસ્ત્રમાં પણ પ્રવીણ હતા, તેઓ એક ચિઠ્ઠી લખી લાવેલા તે બતાવી, તેમાં “૭૦૦૦૦ દ્રવ્યની પ્રાપ્તિ થશે” એમ લખેલું હતુ.
આ હકીકત વિનયવિજયના ચરિત્રમા એટલા માટે રજૂ કરી છે કે લૌકિક કિવદ તી પ્રમાણે એ પ્રમાણે આવનાર ગુરુ બનેના ગુરુ થતા હતા હકીક્તની સ્પષ્ટતા વિચારતાં એ વિનયવિજયના ગુરુ હોય તે વાત બેસતી નથી છતા લોકતિ એવી હોઈ એ વાત અત્ર રજૂ કરી છે.
વિદ્યાગુરુ અને ઉપાધ્યાયના હોય કે એકના હોય, પણ શ્રી ખભાતના સાથે આવી સુંદર રીતે ગુરુની બૂઝ કરી એ વાત ખૂબ ગૌરવપ્રદ ગણાય. અસલના યુગમાં વિદ્યા વેચવાને રિવાજ નહોતે – જે કે શ્રી યશોવિજયજીના વિદ્યાગુરુને દરરોજ એક રૂપિયે આપવામાં આવતો હતો એવી વાત નોધાયેલી છે અસલના પ્રચલિત સુભાષિત પ્રમાણે વિદ્યા મેળવવાના ત્રણ માર્ગો છે (૧) ગુરુની સેવા કરવાથી, (૨) પૈસા આપવાથી અને (૩) બદલામાં બીજી વિદ્યા આપવાથી. આ ઉપરાંત વિદ્યા મેળવવાને ચા માર્ગ નથી. સામાન્ય માણસ તો કાશી જાય, ત્યા ગુરુની સેવા કરે, તેમના ઘરનું કામકાજ કરે, રાત્રે ગુરુની પગચ પી કરે અને કેટલીક વાર સવારે ભિક્ષા લેવા પણ જાય અભ્યાસ પૂરો થાય ત્યારે ગુરુ દેશમાં જવાની રજા આપે ત્યારપછી અપાડ શુદિ ૧૫ ને જ દર વર્ષે બને તે રકમ પોતાની આવકમાંથી ગુરુને ગુરુદક્ષિણ તરીકે મેક્લી આપે, ભણતી વખત કઈ જાતની ફી આપવાનો રિવાજ નહોતે. આ ઉપરથી સદર પૂનમને “ગુરુપૂર્ણિમા કહેવામાં આવે છે. અત્યાર સુધી પ્રાચીન સંપ્રદાયમાં આ રિવાજ ચાલુ છે એમ તપાસ કરતા માલૂમ પડયુ છે આ હકીકત કેવા આકારમાં અને કેને માટે બની હશે તે કહી શકાય નહિ, પણ ખ ભાતના શ્રીસ ઘે શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયજીના પતિ ગુરુનો આટલો વિનય કર્યો હોય તે તદ્દન બનવાજોગ છે અને તે યુગની સભ્યતાના નિયમને બરાબર અનુસરતુ છે