________________
goo
શાંતસુધારણા
ભૂતદયાની વિચારણામાં લીન થયેલા આપણે કઈ જાતના સંકેચ વગર આપણાં કાર્યક્ષેત્રોમાં મૈત્રીને તો જરૂર સ્થાન આપીએ. આપણે રાજદ્વારી ક્ષેત્રમાં વિકરતા હોઈએ તે શસ્ત્રસન્યાસ અને લવાદી–ફે સલાની વાતને બને તેટલું અનુમોદન આપીએ, દુનિયાની એક્તા કરવા પ્રયત્ન કરીએ, દેશહિતને વધારીએ આપણે વ્યાપારમાં હોઈએ તો પ્રામાણિક લાભ લેવા લલચાઈએ, હદયની કોમળતા વિકસાવીએ. આપણે વકીલાત કરતા હોઈએ તે કલેશકંકાસ અ૫ કરવાની સલાહ આપીએ. આ જીવનમાં પિતાને કોઈ વિરોધી છે એવું માનીએ નહિ અને પ્રેમરસથી, આન દઉત્સાહથી વગર સંકેચે આહલાદપૂર્વક બેલીએ કે–
खामेमि सव्वजीवे, सव्वे जीवा समतु मे ।
मित्ति मे सव्वभूण्सु, वेरं ममं न केणड ।। “સર્વ જીવો પ્રત્યેનો વૈરવિધ હ ખમાવું છું, સર્વ જીવો મને ક્ષમા કર. મારે સર્વ જીવો સાધે મૈત્રી છે અને મારે કોઈ સાથે વૈર નથી.” પ્રત્યેક જૈન હૃદય-પ્રત્યેક મુમુક્ષુ આ વાતને હૃદયમાં કોરી રાખે અને નજર સન્મુખ આવે તેમ ગૃહદ્વારમાં, પુસ્તકમા. ટેબલ પર લખી રાખે. આટલે આત્મવિકાસ આ ભવમાં થાય અને સર્વત્ર બંધુભાવ અંતરના આશયથી પ્રકટે તે જન્મારે સફળ છે, કાર્યસિદ્ધિના દ્વાર સુધી ગતિ છે અને અંતિમ સિદ્ધિ હસ્તામલકવત્ છે
આ મહાન ભાવનાને ભાવવામાં દભને કે ગેટાને સ્થાન ન ઘટે, એમાં મનના મનામણાં ન ચાલે, એમાં બાહ્ય દેખાવ ન છાજે. એ તે હૃદયની ઊર્મિઓ છે, આત્મતેજના ચમકારા છે અને સંસાર સમુદ્રને સામે કાંઠે બળતા શાશ્વત દીપકના દર્શન છે. સર્વર સુવમવનું છે. એ વાક્યનું પુનઃ સ્મરણ કરી શ્રી વિનયવિજયજીના નામસ્મરણ સાથે શ્રી વીર પરમાત્માની અવિચળ મૈત્રીને લક્ષ્ય કરતા અત્રે વિરમીએ અને સમતારસના પાનમાં વિલાસ કરીએ.