________________
૩૦ર
શાંતસુધારી
અતર ગ શત્રુ પર વિજય મેળવી શિવપુરપ્રાપ્તિ માટે પ્રેરિત મનવાળા થાઓ એવી એ ઇચ્છા કરે આ અતિ વિશિષ્ટ ભાવના લખી જવી કે વાચી જવી જેટલી સહેલી છે તેટલી ક્રિયામાં મૂકવી સહેલી નથી અતરથી દુમિનને પણ સુખ અને મુક્તિ ઈચ્છવા એ અસાધારણ ઉચ્ચ ભાવના અને ચિત્તનું પરમ ઔદાર્ય છે.
ત્યારે હૃદયમાં આવો વિશાળ ભાવ આવે છે, ત્યારે શત્રુ ઉપર સાચે સમભાવ આવે છે, જ્યારે શત્રુનું પણ સારુ થાય એવો અતરને આશય વ્યક્ત થાય છે ત્યારે મિત્રી એના વિશિષ્ટ આકારમાં રજૂ થાય છે
મત્રીભાવનાવાળે કેઈને તેના શત્રુ માને નહિ અને જે પ્રાણી શત્રુ ગણતા હોય તેના સ બ ધી તે શું ધારે તેને લગતી આ હકીકત છે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આવા વિશાળ મનોરાજ્યમાં વિહરનારો સમરસ-મીન કેવા ઉચ્ચ આશયવાળ હશે તે કલ્પી લેવું; અને ત્યા આવી વિશાળ ભાવના હોય તેના હદયમાં મત્સર હોય છે તે કપી પણ શકાય નહિ એવા પુરુષને કોઈની સામે મોરચા માડવાના ન હોય, કોઈની સાથે યુદ્ધ કરવાના ન હોય કે કઈ સામે ટક્કર ઝીલવાની ન હોય એનામાં અત્ય ત સ્થળ અને માનસિક બળ હોય છે તેનો ઉપયોગ એ મિત્રબુદ્ધિના વિકાસમાં કરે છે. એ સર્વત્ર બંધુભાવ જુએ છે અને એ આનદ-કલ્લોલમા વિલાસ કરે છે
૬ એક મહાન સત્ય કહે છે જે પ્રાણી એક વાર હદયપૂર્વક સમતારસનો એક લવલેશ પણ આસ્વાદ કરે તો પછી એને એને શેખ થતા વાર ન લાગે. આ તદ્દન સ્પષ્ટ વાત છે
માણસને અફીણનું વ્યસન કેમ લાગે છે? પ્રથમ સ્વાદ કરવા જરા લે, પછી સહેજ વધારે લે, પછી ન લે તો ચાલે જ નહિ આ રીતે જે સમતારસનું વ્યસન પડી જાય તો પછી જીવન સમતામય થઈ જાય, પણ એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એક વખત જરા પણ સમતા અ ત કરણપૂર્વકની જોઈ એ પછીની વાત એની મેળે–સ્વત આવી જશે.
તમે એક વાર જરા સમતારસ ચાખો કાઈ નહિ તો ઉપાધ્યાયજીના આગ્રહથી ચાખે એની મજા જુઓ પછી તે તમને એનું વ્યસન પડી જશે–એના વગર ચાલશે નહિ તમે જ્યારે ઢગ વગર, દ ભ વગર, હૃદયના ઊંડાણથી સમતા ધારણ કરશે, સર્વ પ્રાણી તરફ બધુભાવ દર્શાવશો ત્યારે તમને એવી મજા આવશે કે એનું વર્ણન તમે નહિ કરી શકે અને પછી તે તમારે વિકાસ એ મા ખૂબ વધતો જશે ' આ જીવનનું પ્રધાન કર્તવ્ય વિકાસકમને સુધારી દેવાનું છેઆપણે ચારે તરફથી એટલા બધા રાગ, દ્વેષ, મેહ, મદ, મત્સરના વાતાવરણમાથી આવેલા હોઈએ છીએ કે કદાચ એને સર્વથા ત્યાગ એકદમ મુકેલ પડે, પણ એના ત્યાગના માર્ગે ચડી જવાય તો વિકાસમાર્ગ જરૂર સરલ થઈ જાય, અને તે આશયથી જ રમતાલવને ચાટવાને અત્ર ઉપદેશ છે, એ પ્રેરણા બહુ વિચારપૂર્વક આદરણીય છે. એનો આનદ અનુપમ છે પણ માત્ર અનુભવગમ્ય છે,