________________
મૈત્રીભાવના
૩૯૩
૭. મત્રીવાસિત ચિત્તને વિચાર થાય છે કે પ્રાણીઓ શા કારણે પાપમાં પડતાં હશે? એનું કારણ તપાસતા એને જણાય છે કે પ્રાણીઓ ઘણુ ખરુ પિતાના અભિમાનથી તદ્દન મૂરિત દશામા પડી જાય છે અને તેઓની ચેતના તદ્દન ચાલી જાય છે, તેઓનુ ભાન ખલાસ થઈ જાય છે પ્રાણીઓને પોતાની સમજણ માટે ઘણું અભિમાન હોય છે. એનો અભિપ્રાય ઘણીખરી વખત અધુરુ જ્ઞાન, અનુભવને અભાવ અને દીર્ધદષ્ટિની ગેરહાજરીને લઈને થયેલ હોય છે આવા તુચ્છ વિચારોના અભિમાનની મૂછમાં પડી પ્રાણી ગમે તેવાં પાપ કરી બેસે છે, અને પાપ કરે એટલે એના ફળો તે પછી ચાખવા જ પડે તેમાં નવાઈ નથી. નવાઈ નથી એટલું કહેવાથી વાત પતે તેમ નથી
પ્રાણી જાણે છે કે પોતાને પરભવનું જ્ઞાન નથી, પોતામાં કઈ વિશિષ્ટ જ્ઞાન નથી અને છતાં એ પોતાના મગજના ફાંટામાં બહુ ચુસ્ત રહે છેઆ વ્યાધિ પાશ્ચાત્ય સ સ્કારના આગમન પછી વધતો જાય છે. એમાં ઊંડા અભ્યાસ કરતા છીછરાપણ (ઉપરચોટિયાપણું) ઘણુ છે છેવટને અભિપ્રાય બાધતા પહેલા પ્રેમપૂર્વક સાદર અભ્યાસ અને વિચારણાની જરૂર છે
વિચારણા વગર માત્ર પૂર્વબદ્ધ વિચાર, ઓછા અભ્યાસે કરેલા નિર્ણયો અને આધારભૂત મૂળ પ્રકાશની અવજ્ઞાથી કરેલા નિશ્ચયો ઉપર મુસ્તકીમ રહેવામાં આવે તો એના પરિણામે ગાડુ ગમે ત્યા ભરાઈ પડે છે, તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી કોઈ પણ પ્રાણી પોતાના ગમે તેવા મતના આધારે કરેલા નિર્ણયના અભિમાનને વશ થઈ કાર્યો કરવા લાગે તે એ ખરેખર દુ અને વિષય બને છે મૈત્રીવાસિત પ્રાણીને ખેદ થાય કે એવા પ્રાણીઓ શા માટે પાપમાં પડતા હશે ?
તે વધારે એમ પણ વિચારે કે એવા પ્રાણીઓ જિનવચનને રસપૂર્વક શા માટે સ્વીકારતા નહી હોય? જિનવચનમાં ભૂતદયા, મત્સર ત્યાગ અને અતિમ સાધ્ય નિર્વાણ હોય છે. એ જે પ્રાણીને પ્રાપ્ત થઈ જાય તો એની મૈત્રી વિશ્વબ ધુત્વ સ્વીકારે અને એમ થાય તો તેવા પ્રકારનો પ્રાણ બચી જાય, તરી જાય, મુક્ત થઈ જાય એને જિનવચન ઉપર જે આકર્ષણ છે તે પોતાના ધર્મના કારણે ન જ હોય એણે સારી રીતે તપાસ, ચર્ચા, અભ્યાસ કરીને એ વચનમાં રહેલ અપાર મૈત્રી–વિશ્વબ દુભાવ બરાબર અનુભવ્યો છે અને એ દશા સાર્વત્રિક કરવી એ એવા જીવનનો ઉદ્દેશ હોય છે એને નવાઈ લાગે છે કે આવી વિશાળ ભાવનાને પ્રતિપાદન કરનાર જિનવચનને પ્રાણીઓ આદર અને પ્રેમપૂર્વક શા માટે નહી સ્વીકારતા હોય?
આ મૈત્રીવાસિત ચેતનને ઉદ્દગાર છે. એને પ્રાણીને પાપકર્મમાં પડતા જોઈ જૂજ આવે છે, એને ક કાસ-કલેશ જોઈ ત્રાસ થાય છે, ને મૈત્રીભાવનાના પરિપૂર્ણ સાક્ષાત્કારને સદા ઝ ખે છે એને હૃદયમાં પચાવી એ જે ઉદ્દગાર કાઢે છે તેને યથાપ્રકારે સમજવાની જરૂર છે. એમાં અન્યના અસ્વીકારને વનિ નથી, પણ ઉત્કૃષ્ટ રસાસ્થાનના સ્વીકારની વિજ્ઞપ્તિ છે અને તે અતરની ઊમિમાથી ઊછળેલ છે એમાં ઈંદા શબ્દ મૂકીને ઊમિના આદોલન બતાવ્યા છે. ૫૦