________________
મૈત્રીભાવના
૩૮૯
એમાંના કેઈ તુચ્છ ગતિમાં ગયેલ હોય તેથી તારા મિત્ર પરનો તેને હક દૂર થઈ જતે નથી માટે સર્વ ગતિના સર્વ પ્રાણીઓ તરફ તારે મિત્રભાવ લબાવ
જનતાને અર્થ સાધારણ રીતે મનુષ્યસમૂહ-સાધારણ જાહેર પ્રજા એ થાય, પણ અહી આખા પ્રાણીસમૂહને ઉદેશીને એ શબ્દનો પ્રયોગ થયે છે એ શબ્દ ધાતુ પરથી નીકળે છે અને એમાં જે જન્મ લે તે સર્વનો સમાવેશ થાય છે. જૈન દર્શનમાં મૈત્રીના આ વિશિષ્ટ તત્ત્વ પર અગાઉ ધ્યાન ખેંચ્યું છે. વિશાળ મિત્રભાવ સમસ્ત પ્રાણીવર્ગ સુધી લબાવ્યો છે એમા પિતાના ધર્મબધુ કે મનુષ્યસમાજની મર્યાદા નથી પણ સર્વ ગતિના સર્વ પ્રાણીઓ સુધી એની વિશાળતા લબાવી છે
૨. ઉપર ૫ ૬ શ્લોકમાં જણાવ્યું તે દલીલ મુજબ સર્વ પ્રાણીઓ તારા “બ ધુઓ છે. માતા, પિતા, સ્ત્રી, ભાઈ, બહેન, પુત્ર આદિ સગાઓનુ સમુચ્ચય-નામ “બધું છે, અને તારા સગપણનો વિશાળ નજરે વિચાર કરીશ તે સર્વ તારા બધુઓ છે તારા એક અથવા બીજા સ બ ધમાં સર્વ પ્રાણીઓ અનેક વખત આવી ગયા છે આ દષ્ટિએ જોતા તારે કોઈને પિતાના દુશ્મન કે પરાયા ગણવા ન ઘટે.
- આ તો ભવાંતરની વાત થઈ કઈ પ્રશ્ન પણ ઉઠાવે કે એ વાતની પ્રતીતિ કેમ થાય? એમને પણ સર્વત્ર મિત્રભાવ રાખવા માટે બીજા દૃષ્ટિબિ દુથી સમજાવે છે કેઈને શત્રુ ગણવા અથવા કેઈના તરફ શત્રુવટ રાખવી એટલે દ્રપ થ, દ્વપ એટલે અ ત કરણની કાલિમા-કાળાશ અને એ કાળાશથી મન ગંદુ (કલુષિત) થાય છે
મનને રૂપી દ્રવ્ય સમજીએ તો તેમાં શુકલ વણા અને શ્યામ વગણ સ ભવે છે, અને તે તેમ જ છે પ્રત્યેક વિચારને આકાર હોય છે અને જેને વિશિષ્ટ જ્ઞાન (મન પર્યવજ્ઞાન) થાય તે અદરના વિચારને આકાર જઈ શુ વિચાર કર્યો તે જાણી શકે છે જ્યારે મનમાં ઠેષ થાય ત્યારે આખુ ચિત્ર તદ્દન કાળું થઈ જાય છે તુ તારા મનનુ આવું કાળું ચિત્ર દોરવા ઈચ્છતો હોય તો જ આદર શત્રુતાને કે વૈરભાવને સ્થાન આપી શકે તારે ધ્યાનમાં રાખવુ કે ઉક્ત પ્રકારનુ મન તારા પુણયને નાશ કરનાર છે એટલે કે તારા વિકાસને વી ખી નાખનાર છે આથી તારા વિકાસ અટકી જશે, એટલું જ નહિ પણ અધોગતિ થઈ જશે
વાસ્તવિક રીતે તે સામે માણસ કદાચ તને નુકસાન કરનાર હોય તે પણ વિશાળતા રાખ એ વિશાળતા, એ ઉચ્ચ મનોદશા, એ મહાનુભાવતા, એ સૌજન્યને તારા અન્તરમાં બરાબર ઉતાર પછી તેને કદી વર જાગશે જ નહિ તુ નિરર્થક વર કરવાને તે વિચાર પણ ન કરે એમ માનીએ, પણ કારણ–પ્રસગ પ્રાપ્ત થાય તો પણ તારા મનની ખાનદાની બતાવ અને આ દુનિયામાં કઈ પણ પ્રાણી તારે દુશ્મન નથી, ન જ હોઈ શકે, એમ પરિપૂર્ણ શ્રદ્ધાથી અચળ ધ્યાન-વિચારણાથી ભાવ તુ એની મા જજે, એમા તારે ઉચ્ચગ્રાહ અનુભવ અને એથી તારા સંસ્કાર સુધારી આગળ વધજે આ જીવનને ઉદ્દેશ છે તે ભૂલતો નહિ અને નિરર્થક ગૂ ચવણમાં પડી તારા વિકાસને બગાડી નાખતે નહિ.