________________
મૈત્રીભાવના
૩૮૭ પ્રાણીઓ સમતારસ ધરાઈ ધરાઈને પીઓ એમ તે અતરથી છે. તે જાણે કે સમતા વગર ગમે તેટલી બાહ્ય ક્રિયા કરવામાં આવે તે છાર ઉપર લી પણ સમાન છે અને દીર્ધદષ્ટિથી જોઈએ તો તેને વસ્તુત કોઈ અર્થ જ નથી. સમતા આવી જાય એટલે આ દરના તરંગો, ખ્યાલે, ગૂંચવણો, ગોટાળાએ બધુ દૂર થઈ જાય છે અને અંતરાત્મા નીરવ શાંતિ અનુભવે છે એ શાંતિનું સ્વરૂપ વાણીથી અવિવરણીય તેમજ અવર્ણનીય છે, માત્ર અનુભવગમ્ય છે. આવી શાંતિ મંત્રી સમજનારમાં હોય છે અને તે સાર્વત્રિક થાય તેમ તે હૃદયથી ઈચ્છે છે એને જગતની અશાંતિ જોઈ એના તરફ વિરાગ થાય છે અને શાતિસામ્રાજ્યનો પ્રસાર એ પ્રેમભાવે સર્વ સ્થળે, સર્વ પ્રાણીઓમાં થતો જોવા મન કરે છે
છેવટે તે અતરથી ઈચ્છે છે કે “સર્વત્ર સર્વ પ્રાણીઓ સુખી થાઓ. આ અતિ ઉત્કૃષ્ટ હૃદયભાવના છે. મિત્રીભાવવાળો ચેતન અન્યનુ સ્થળ દુ ખ જોઈ શકતો નથી આ દુનિયાના દુ ખ–દારિદ્રય અને મૂઝવણો જોઈ એને ખેદ થાય છે એ સ્થળ મુખે સર્વને સુખી જેવા ઈચ્છે છે આ સ સારમાં કઈ પણ જગ્યાએ દુ ખ ન રહે એવી એની વિશાળ ભાવના હોય છે. સર્વ પ્રાણી સર્વ પ્રકારે સુખી થાઓ એમ તે ઈચ્છે છે, અને આગામી માં પણ પ્રાણીઓ હમેશને માટે સાચા સુખી થાઓ અને તેમના જન્મ-મરણના ત્રાસ દૂર થઈ જાઓ એમ તે હૃદયપૂર્વક ઈ છે છે આમાં સર્વત્ર અને લિન” એ બે શબ્દો મૂકીને કર્તાએ કમાલ કરી છેસર્વ સ્થાન અને સર્વ પ્રાણીઓ, આ ભવ અને પરભવ એ સર્વને સમાવેશ આ વિશાળ ભાવનામા થઈ જાય છે. દુનિયામાં સર્વ પ્રાણીઓ સર્વ સ્થાનકે સુખી થાઓ અને પરભવે અને તે અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરો, આમ કરીને અતિ વિશાળ મિત્રીભાવ રજૂ કર્યો છે.
આ લેકમાં ત્રણ બાબત રજૂ થઈ ૧ પ્રાણીના રાગદ્વેષ શમી જાઓ, ૨. પ્રાણીઓ સમતારસને આસ્વાદ અને ૩. સર્વ પ્રાણીઓ સર્વત્ર સુખી થાઓ