________________
મૈત્રીભાવના
૩૮૫
* છ ૭. સમસ્ત પ્રાણીવને પિતાના કુટુબી ગણનાર પિતાના ગમે તેવા સ્વાર્થના ભોગે પણ તેનો કેઈ પ્રકારે વિરોધ તો ન જ કરે, પણ એ સર્વ પ્રાણીઓને અગે એ શા શા વિચારો કરે તે હવે આપણે વિચારીએ
મિત્રીભાવમાં ઓતપ્રોત થયેલ પ્રાણી જ્યારે નિગોદનું સ્વરૂપ સમજે, ત્યાંના જન્મમરણના આકડા વિચારે અને એ આખુ ચક્ર અનાદિ કાળથી ચાલ્યા કરતુ જુએ ત્યારે એને અ ત - કરણમાં બહુ વેદના થાય છે, એને પ્રાણીઓના દુ ખો અને ચકભ્રમણ માટે ભારે ત્રાસ આવે છે અને પ્રાણીઓના ઉદ્ધાર માટે એ કઈ જતના ઢાળ વગર, દભ વગર, અતરની પ્રેરણાથી ' મહાકૃપાભાવિત ચેતનના તરગે કરતો વિચાર કરે. એના વિચાર કેવા હોય ? એ ચાલી જતા મકડાને કચરી નાખે નહિ, એ મછરને આક્રમણ કરે નહિ, એ અનાજના કીડાધડીઆને દાબી દે નહિ. એ કાઈ જીવને મારી નાખવાની કલ્પના કરે નહિ. એ નારકના દુખે સાભળી “ભલે એ પ્રાણીઓ એના કર્મો ભોગવે એવું વિચારે નહિ. એનો
તરાતમાં પ્રાણીઓના દુઃખ જોઈ કકળી ઊઠે, એને આ તરથી અનંત કૃપા જાગે અને એ પૂરા પ્રેમથી ઇચ્છે કે એક, બે, ત્રણ, ચાર ઇદ્રિયવાળા પ્રાણીઓ પણ ક્યારે પચે દ્રિયપણુ પ્રાપ્ત કરે ? ક્યારે એ મનુષ્ય થાય? બોધિદુર્લભભાવનામા બતાવેલી સર્વ સામગ્રીઓ કયારે મેળવે ? બધિરત્ન કેમ જલ્દી પ્રાપ્ત કરે ? તેઓ જ્ઞાનપ્રકાશનો પૂરતો લાભ લઈ પિતાને આત્મવિકાસ કેમ જલ્દી સાધે? અને એ રીતે આ સ સારભ્રમણના ભયથી સર્વથા વિરામ જ્યારે પામે છે તેમ જ તેઓ કૃતકલ્યાણ કયારે થાય ?
મૈત્રીભાવના જેના હૃદયમાં જાગે અને જે સર્વ પ્રાણીઓને કુટ બી જાણે એની લાગણી કુંઠિત થઈ ન જાય, એ સર્વ જીવો તરફ બેદરકાર થઈ ન જાય, એને તો સર્વ જીવન મેક્ષ કેમ થાય અને આ સ સારચક્રમાંથી પ્રાણીઓ કેમ મુક્ત થાય તેની જ ચિતા થાય અને તેને અગે જ ભાવનાઓ થાય શાસ્ત્રકાર આને ખરી ભાવદયા કહે છે. એમાં સર્વ પ્રાણી તરફ આવી મહાપા અતરથી જાગે છે તીર્થ કરનો જીવ પૂર્વભવમાં આવી અપૂર્વ દયા ધારણ કરે છે તે કોઈ પણ તીર્થ કરનું ચરિત્ર વાચતા પ્રાપ્ત થશે, સર્વ જીવે શાસનરસી થાય એ એમની ભાવના હોય છે એ જિનશાસન પિતાનું શાસન છે માટે અન્ય સ્વીકારવું જોઈએ એમ ભાવે નહિ, પણ ભવભ્રમણના ભયથી મુક્તિ અપાવનાર અને સંસારની સર્વ ઉપાધિ દૂર કરનાર આ અપ્રતિહત માર્ગ પ્રાપ્ત થઈ ગયું છે તેનો લાભ સર્વ છોને કેમ સત્વર મળે તે પ્રકારની જ તમન્ના તેના દિલમાં જાગે છે આવી વિશાળ દષ્ટિએ સર્વને દુખથી મુક્ત કરી, સ ચારભ્રમણની જાળમાથી છોડાવી અનત કાળ સુધી અવ્યાબાધપણાના સુખને યેન કરાવી ચોરાશી લક્ષ જીવનિના ફેરામાથી તેમને બચાવી લેવાની મહાવિશુદ્ધ ભાવના સત્પથગામીને હૃદયના ઊંડા ભાગમાં થાય છે. મરીનો એક વિશાળ આવિર્ભાવ રજૂ કર્યો ૪૯