________________
શાંતસુધાસ
૩૮૪
ભાઈ તરીકે, કાકા તરીકે, માતા તરીકે, પુત્ર તરીકે, પુત્રી તરીકે, સ્ત્રી તરીકે, મહેન તરીકે, પુત્રવધૂ તરીકે એમ અનેક વખત તારા સબધમા આવ્યા છે. અનાદિ સ સારમાં તે અનેક સખ ધેા કર્યા છે. આ ઉપરાંત મામા, માસી, ફાઈ અને ખીજા અનેક સ`ખ ધેા કલ્પી શકાય. એ પ્રત્યેક સ ખ ધ તે અન્ય સર્વ પ્રાણીઓ સાથે અનેકવાર કર્યાં છે આ વાત તુ સમજી શકે તે તારે વિચારવુ ઘટે કે આખા પ્રાણીવગ તે તારા કુટુમવર્ગ છે અને એમા કેાઈ પારકા નથી, બહારના નથી, દૂરના નથી. એમ હાઇને તુ તારા પેાતાના કુટુ બી સાથે શત્રુતા કેમ કરી શકે ? જે તારા માતાપિતા થયા તેની સાથે તારાથી દુશ્મનાવટ થઈ ન જ શકે એણે તારી અનેક પ્રકારની ચીવટ કરી હશે, તને ઉછેર્યા હશે, સસ્કૃતિ આપી હશે, જીવનમા સ્થિત કર્યા હશે, તેની સાથે અત્યારે તુ મેરચા માડીને ઊભો રહે તે કઈ રીતે લાજિમ ન ગણાય. આખા પ્રાણીગણુ તારા કુટુ આવે છે એવેા વિચાર કરીશ ત્યારે તારા મનમા એક એવી જાતની વિશાળતા અને શાંતિ આવી જશે કે જેની તેની સામે ગમે તેટલા ભાગે વૈર કરવાનુ મન થશે જ નહિ, અન તકાળથી ચાલ્યા આવતા સસારમા તે સર્વ ૨ ગા કર્યા છે, સર્વાંના સખ ધમા તુ આવ્યા છે અને સર્વેએ તારા તરફ્ અનેક પ્રકારના પ્રેમ પ્રસાર્યા છે જ્યા પ્રેમ કર્યા, જ્યાથી વાત્સલ્યેા ઝીલ્યા, જ્યા સાથે હર્યાફર્યાં ત્યા વળી વૈવિરાધ કેવા હોય ?
આમા સમસ્ત પ્રાણીસમૂહ તરફ ‘કુટુખ’ભાવ જમાવવાની અને કેળવવાની જે વાત કરી છે તે ખૂબ સમજવા જેવી છે આ સંબધમા શ્રૃખ વિચાર કરવાના છે. સામાન્ય રીતે પેાતાના ધર્માવાળા –સ્વધમી – ને અધુ ગણવાને ઉપદેશ અનેક સ્થાને મળી આવશે અને વધારે આગળ જશે તે મનુષ્યાને ખ તરીકે ગણવાની વાત અને તેવેા ઉપદેશ અન્યત્ર પણ મળશે. જૈનધર્મ સમસ્ત પ્રાણીવને કુટુમી ગણવાની જે ભાવના ખતાવે છે તે અનુપમ છે કાઈ પણ પ્રાણીને પર (દુશ્મન) કે અવર ન ગણવા એમા અહિંસાભાવ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પામે છે, અને એવી વિશાળ મૈત્રી અન્યત્ર અપ્રાપ્ય છે તે તે સ બધી અવલેાકન, વાચન અને ચર્ચા કર્યા પછી કહી શકાય તેમ છે સમસ્ત પ્રાણીવને કુટુબી ગણવાની આ વિશાળ ભાવના મૈત્રીને એના અતિ સુદર આકારમા બતાવે છે. આવી રીતે મંત્રીભાવને મજબૂત કરી, ઢે કા જીવનમા વેરિવેાધ ન કરવાની વાત મજગૃત કરી આખા સમસ્ત પ્રાણીવર્ગ તરફ કુદ્ધે અભાવ જમાવવા ઉપદેશ કરી, હવે એવા મૈત્રીભાવનાભાવિત ચેતન કેવા વિચાર કરે અને પેાતાની આસપાસ સુદર આદાલનાદ્વારા કેવુ` વાતાવરણ જમાવે તે પર કર્તાશ્રી ખાસ ધ્યાન ખેચે છે આ સખ ધમા આ જીવ કયા કયા ઉપજ્યેય અને કેવા કેવા સબધે તેણે કર્યાં તે વિષય પરત્વે અતિત્ય વગેરે ભાવનામા ખૂબ વિસ્તારથી વિવેચન થઈ ગયુ છે, તેમ જ સ સારભાવનાના ગેયાષ્ટકના પાચમા શ્ર્લાઝ્મા વિસ્તારથી ઉલ્લેખ થઈ ગયા છે, તેથી હવે તે પર વિશેષ વિવેચનની આવશ્યકતા રહેતી નથી. મુદ્દો અત્ર તદ્દન જુદે છે, પણ દલીલ તે જ છે, તેને તેના ચેાગ્ય આકારમા વિવેકપૂર્વક સમજી લેવે,
x