________________
મૈત્રીભાવના
૩૮૩
જગ” એ ન્યાય છે. આપણું મનમાં જે ભાવના હોય છે તેની છાયા આજુબાજુ પડે છે, અને આપણા મનમાં વેરબુદ્ધિ થઈ કે આજુબાજુ વૈર જ દેખાય છે બાકી થડા દિવસને અહી વાસ છે એમાં વળી દુશ્મન કેણ અને વરી કોણ? તુ પોતે કોણ છે ? તુ ગમે તેટલી તારી જાતને ઊચી માન, પણ અન ત જીવોમાનો તું એક છે એમાં તે તારે વેરવિરોધ શા ? એ તને શોભતું નથી. કોની સાથે વેર કરે છે તે જ પ્રથમ વિચાર
૪ સર્વ પ્રાણીઓ તરફ મિત્રી રાખવાના અનેક કારણો છે. એક કારણ ઉપર જણાવ્યું, હવે એક બીજું કારણ અત્ર રજૂ કરે છે. તારે પરભવ માન્યા સિવાય તો છૂટક નથી. પ્રાણીઓની બુદ્ધિ અને સમૃદ્ધિની તરતમતા પરભવ સિવાય સમજી શકાય તેમ નથી. આવા અનેક ભવ તે ર્યા છે અન તકાળથી આ જન્મમરણની પરંપરા ચાલ્યા જ કરે છે અને વિશ્વને આદિ જડ્યો નથી અને જડી શકે તેમ પણ નથી. આ અન તકોટિ ભવપર પરામાં જે પ્રાણી સાથે તને વેર કરવાનો પ્રસંગ આવે તે પોતે જ તારો અનેક વાર બધુ થયેલ હોય છે તે તેની સાથે અનેક પ્રકારના આન દો ઉજવ્યા હશે, અનેક વાર તેમની સાથે ફર્યો હોઈશ, એક સાથે ભેજને કર્યા હશે અને કઈક કઈક જાતના સ બ ધમાં તેઓ સાથે આવ્યો હઈશ.
બધુ શબ્દમાં સર્વ સગપણોને સમાવેશ થાય છે તે આગળ વર્ણવવાના છે. તુ વિચાર કર કે જેની સાથે બ ધ્રુભાવ એક વખત કર્યો તેની સાથે દુશ્મનાવટ કરીશ તે તને શોભશે? જેની સાથે સગપણ-સંબધ કર્યા તેની સાથે લડવું કે મારા માડવા એ શોભતી વાત લાગે છે? અને આવા બધુભાવ તે એક-બે વખત કર્યો હશે એમ ન ધારતે હજારે લાખો વખત તે અને તું બધુભાવે રહ્યા હશે.
આ પ્રાણીઓમાં એકલા પચે દ્રિય મનુષ્ય કે તિયાનો સમાવેશ થાય છે એમ તું ધારતો નહિ એમા સૂક્ષ્મનિટ એકે દિયથી માડીને સર્વ જીવોનો સમાવેશ થાય છે, માટે સર્વ જીવો તારા બ ધુઓ જ છે એમ માન અને કોઈ પણ તારે શત્રુ નથી એમ તુ ધાર જે એકવાર પણ બધુભાવે થયો હોય તેની સાથે અબ ધુભાવ કરવો એ તારા જેવાને શોભે નહિ, પાલવે નહિ, છાજે નહિ
શત્રુ એટલે શું ? જરા ચાલુ સાધારણ ભૂમિકાથી ઊ એ આવીને વિચાર તો કર કે તારે શત્રુ હોવા ઘટે? તારાથી કોઈને શત્રુ તરીકે મનાય ખરા? તારાથી આટલી નીચી ભૂમિકા પર ઊતરી જવાય ખરુ ? આ વસ્તુસ્થિતિ છે અત્યારે તારે ખર વિચાર કરવાનો છે પશ્ચાદવલોકન કરીને તારુ સ્થાન સમજી લે અને કઈ પણ પ્રાણી તરફ જરા પણ અમિત્રભાવ, ગમે તેટલા સ્વાર્થના કારણે પણ ન જ થાય એવો નિર્ણય કર વળી તુ વિચાર કર
= ૬. ઉપરના મુદ્દાને વધારે સ્પષ્ટ કરે છે, જે ભાઈ જે પ્રાણી તરફ તુ દુશમનાવટ કરે છે અથવા જેને તુ તારે દુશમન ધારે છે તે પ્રાણી અનત પૂર્વકાળમાં તારા પિતા તરીકે,