________________
મૈત્રીભાવના
૩૮૧ ખટપટ મૂકી દઈ તેમની ઉપેક્ષા કરવી અને તેમના માટે કાઈ બોલવુ કે વિચારવું નહિ તે ઉપેક્ષા. આ ઉપેક્ષાનુ અપરનામ “માધ્યશ્ય પણ કહેવાય છે. એ બન્ને નામોમાં પણ સાધ્ય એક તા દૃષ્ટિબિન્દુ પૃથફ છે તે એ ભાવવાનો પ્રસંગ આવશે ત્યારે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરશુ.
આવી રીતે ઉદઘાત કરી જનતા પાસે આ ચાર યોગભાવનાને પ્રદેશ રજૂ કર્યો. હવે આ ચાર ભાવના સ બ ધી ગાન કરવાનું છે એવી ભૂમિકા રજૂ કરી
બાર ભાવનાને મૂળ પ્રદેશ અત્ર પૂરો થાય છે અને પરાભાવના અથવા અનુસધાનભાવનાનો નો વિશાળ પ્રદેશ ખુલ્લે થાય છે તે હકીક્ત મૂળ પ્રતિજ્ઞા કરતા આગળ જનારી હઈ જરૂરી પ્રસ્તાવોચિત સહજ વિવેચન માગે છે એ ત્રણ શ્લોકમાં એ વાત કરી હવે ક્રમ પ્રાપ્ત મિત્રીભાવનો વિચાર કરીએ ઈતિ વિમધ્યમ ઉપોદઘાત
, મૈત્રી : આ ભાવનામાં જીવનને અતિ સાદ અને અતિ મહત્વને પ્રશ્ન વિચારવાનો છે એની વિચારણા નાના આકારમાથી શરૂ કરતાં એ અતિ વિશુદ્ધ દશામા લઈ જાય એટલું આ ભાવનામાં બળ છે આપણે એ સર્વ પરિસ્થિતિમાંથી પસાર થયા. હવે ચંચપ્રવેશ કરવા પ્રયત્ન કરીએ
આ જીવનનો વિસ્તાર પૂરેપૂરો મળ્યો હોય તો પણ તે કેટલો ટૂ કો છે તે વિચારીએ. અહી બહુ રહેવાનું થાય તે વધારેમાં વધારે સો વર્ષ થાય. જે કે વર્તમાનકાળની અતિ ગૂંચવણમય જીવનલહવાળી પરિસ્થિતિમાં એ વય સોએ એક ટકાને અથવા કદાચ લાખે એક વ્યક્તિને પણ મળતી નથી, છતાં પણ સ્વીકારી લઈએ કે સો વર્ષનું આયુષ્ય મળ્યું છે તો પણ આટલી નાના જીવનમાં મારા-તારાં કરવા અને કોઈના ઉપર વેર બાધવું –એને શત્રુ ગણવે, એને વિનાશ કરવા રચનાઓ કરવી, એને ઉખેડી નાખવા જાળ રચવી અને વેરવૃત્તિને શાંત કરવા કારસ્થાને ગોઠવવાં, છટકાઓ માડવા અને ગોઠવણ કરવી એ શુ ઘટિત વાત છે આટલા નાના જીવન માટે સર્વ કરવુ તે કઈ રીતે શોભે તેવી વાત છે?
કોઈ પ્રાણી તરફ વેરબુદ્ધિ હોય તો તે કેવા કારણથી હેય છે? એ કારણોની બાધછેડ કરવામાં આવશે તો જણાશે કે એમાં સ્વાર્થવૃત્તિને વિશેષ સ્થાન છે. દુનિયાના મોટા ભાગના વેર જર, જમીન અને જેરુ(સ્ત્રી)ને કારણે હોય છે વર સ્વાર્થસ ઘટ્ટથી જ બહુધા થાય છે જર અને જમીનમા મુદ્દો બહુધા એક જ હોય છે “અધિકારી એક વસ્તુકા, ઉસમે હત બિરાધ” એટલે કે વસ્તુ એક હોય એને પ્રાપ્ત કરવાનો પ્રયાસ બે જણાઓ કરતા હોય ત્યારે તેમની વચ્ચે વિરાધ-ર થાય છે આમા સ્વાર્થવૃત્તિ વિશેષ હોય છે જરા વિશાળ નજરથી કામ લેવામાં આવે, જરા દિલની ઉદારતા બતાવવામાં આવે, જરા ત્યાગભાવ બતાવવામાં આવે તો ધન અને જમીન માટે વૈર થવાનું સંભવે નહિ.