________________
મૈત્રીભાવના
૩
આપનાર, વચ્ચે પુલનું કામ કરનાર હોય તે અનુસંધાન કરનાર કહેવાય બે પત્રને જોડનાર ગુ દર – એવું જે કાર્ય, તે કરનાર સંસાર અને ધર્મધ્યાન વચ્ચે આતર પડેલો છે તે પૂરી આપવાનું કાર્ય આ ચાર ભાવનાઓ કરે છે. આ અનુસધાન બહુ અગત્યની બાબત હાઈ ચારે ભાવનાની વિચારણામાં વાર વાર લક્ષ્ય રાખવાનું છે. એ સાધ્ય ધ્યાનમાં રહે તો ભાવના એનું કાર્ય બરાબર આપશે. શ્રી જિનેશ્વર મહારાજે મિત્રી વગેરે ચાર ભાવનાને સદ્ધર્મધ્યાન–સુંદર ધર્મધ્યાનનુ અનુસ ધાન કરાવનાર તરીકે બતાવી છે, ઉપદેશી છે આ રીતે ચાર ભાવનાનો ઉપઘાત કરી હવે વર્ણન શરૂ કરે છે અને તેને પ્રાસંગિક બનાવે છે
ચારે ભાવનાઓને ઉપાધ્યાયજી “પરા ભાવની કહે છે. પરા એટલે ઉત્કૃષ્ટ અથવા પ્રકૃષ્ટ (શુભ) પરિણામ લાવનાર આટલા ઉપરથી આ ચારે ભાવનાઓને પણ ધ્યાનમાર્ગમા–ોગ પ્રગતિમાં કેટલું અગત્યનું સ્થાન પ્રાપ્ત થાય છે તેને ખ્યાલ આવશે
શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે આ ચારે ભાવનાઓને પણ શ્રી જિનેશ્વરદેવે જ ઉપદેશેલી તરીકે જણાવી છે તેની નોંધ લેવા યોગ્ય છે. આ સ બ ધી ચર્ચા ઉપોદઘાતમાં જોવી
અહી થી આપણે પરા ભાવનાઓના બહુ સુંદર પ્રદેશમાં પ્રવેશીએ છીએ. આ ચાર ભાવનાઓ માટે ગભાવનાઓ”, “પરા–ભાવનાઓ” અથવા “અનુસ ધાન–ભાવનાઓ શબ્દ વાપરવામાં આવે તો તે યોગ્ય છે. આ વિવેચનમા એ શબ્દોનો ઉપયોગ કર્યો છે.
પ્રથમના ત્રણે શ્લોક ઉપઘાતરૂપે છે
ન્ન ૨, આ ચાર ભાવનાઓ તે મિત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યશ્ય છે એનું વિસ્તારથી સ્વરૂપ હવે વિચારવાનું છે સ ક્ષેપમાં કહીએ તે –
જગતના સર્વ પ્રાણીઓ તરફ હિતબુદ્ધિ થવી તે મૈત્રી', ગુણવાનને જોઈ સાંભળી જાણી આનંદ થે તે “પ્રાદ, દુ ખી પ્રાણી ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ થવી તે “ક ”, અશક્ય પરિસ્થિતિ વિશે અથવા પાપીજનો વિષે તિરસ્કાર ન કરતા ઉપેક્ષા કરવી તે “માધ્યશ્મ”
આ ચાર ગ–ભાવનાઓને ધર્મધ્યાનની તૈયારી કરવા માટે યોજવી જેને ધર્મધ્યાન કરવાની ઇચ્છા હોય તેણે આ ભાવનાઓને તે કાર્ય માટે પ્રથમ યોજવી જેમ કોઈ પ્રાણીને મહાવ્યાધિ થયું હોય તો તેને દૂર કરવા તે રસાયણની આસેવન કરે છે તે પ્રમાણે, એટલે કે જેમ ક્ષય કે એવા આકરા વ્યાધિ માટે રસૌષધિઓ વપરાય છે તે પ્રમાણે ભાવનાનો ઉપયોગ કરે ક્ષયરોગવાળાને વસંતમાલતિ, પચામૃતપર્પટી, સહસ્ત્રપુટી, અબ્રખ વગેરે આપવામાં આવે છે સુવર્ણ, લેહ કે પારાને મારીને તેની ભસ્મ વગેરે આપવામાં આવે છે તેનો આશય તદુરસ્તી અને શરીરને જોડવાનો હોય છે, તે પ્રમાણે જેનો આશય ધર્મધ્યાનમાં ચેતનને જોડવાનું હોય તેણે આ ચાર ભાવનાઓ જેવી રસાયણનું સ્થાન ભાવનાએનુ છે તે દુરસ્તી સાધ્ય છે તેમ મોક્ષ એ પરમ સાધ્ય છે. રસાયન શરીરશુદ્ધિ કરી બળ આપી તદુરસ્તી વધારે છે તે સર્વ કાર્ય આ ચારે પરાભાવનાઓ ધર્મધ્યાનને અગે કરે