________________
[૩૪] “એક સમયે શ્રી વિનયવિજયજીનું ચોમાસુ ખ ભાતમાં થયુ. ખંભાત બંદર આ સમયમાં વ્યાપારની બાબતમાં અગ્રસ્થાન ધરાવતું હતું. શ્રાવકે પિસેટકે બહુ સુખી હતા અને તેની સાથે જિનેશ્વર પ્રત્યે ભક્તિવાળા અને ગુરુ પ્રત્યે વિનયવાળા હતા આ વખતે ત્યાં બ્રાહ્મણ પડિતનુ જોર હતુ શ્રી વિનયવિજયજી સવારના વ્યાખ્યાન આપવાનું શરૂ કરતા ત્યારે બ્રાહ્મણ પંડિત હમેશા આવી શાસ્ત્રાર્થ અને વાદવિવાદ ચલાવતા. આથી ઉપાધ્યાય વ્યાખ્યાન કરી શકતા નહિ અને શ્રાવકે કઈ શ્રવણ કરી શક્તા નહિ તેથી નિરાશ થતાં. શ્રી વિનયવિજયજીને લાગ્યું કે બ્રાહ્મણો નિરર્થક ક ટાળો આપે છે અને પિતાનુ ઉપદેશનું કાર્ય થઈ શકતું નથી, તેથી તેમણે શ્રીમદ યશોવિજયજીને આનો પ્રતિકાર કરવા અર્થે લાવ્યા. શ્રીમદ્દ આવ્યા અને એક સરસ યુક્તિ શોધી કાઢી તેઓશ્રીએ એક શ્લેક એ રચ્યો કે તેમાં ઓષ્ઠસ્થાની અક્ષરે પ, ફ, બ, ભ, મ લગભગ ચાલ્યા જ આવે આ શ્લોક ઉપાશ્રયના દ્વાર ઉપર ચોટાડ્યો અને તેની નીચે એ ભાવાર્થની સૂચના કરી કે જે કોઈ શાસ્ત્રાર્થ કે વાદવિવાદ કરવા ઈચ્છતો હોય તે જ ઉપરનો શ્લોક પિતાના બે હોઠે એક બીજાને અડાડ્યા વગર બેલી શકે તો જ ઉપાશ્રયના દ્વારની અ દર આવી શકે અને શાસ્ત્રાર્થ કરી શકે. હોઠ એક-બીજા શ્લોક બોલતી વખતે અડક્યા નથી તેની પરીક્ષા એ જ કે નીચેના હોઠને સિદર લગાડી તે શ્લોક બોલવો અને તે બેલતા ઉપલા હોઠને સિંદૂર ન લાગ જોઈએ સવાર પડતા વ્યાખ્યાન શરૂ થયુ અને બ્રાહ્મણ પડિતે આવ્યા તેઓએ કાર પરની સૂચના વાચતાં જોયું કે પોતે શરત પ્રમાણે શ્લોક બોલી શકે તેમ નથી, તેથી ચાલ્યા ગયા. આ દિવસે વ્યાખ્યાન નિરાબાધ ચાલ્યુ અને શ્રાવકે આનદ પામ્યા ત્યારપછી શ્રી યશોવિજયજીને શરત પ્રમાણે શ્લોક બોલવાનું કહેતા તેઓ પોતાને તેમ બોલવાને અભ્યાસ હતો તેથી નીચેના હઠને સિ દર ચોપડી ઉપલા હોઠને સિ દર ન લાગે તેવી રીતે કડકડાટ બોલી ગયા. આથી બ્રાહ્મણ ખિન્ન થઈ ગયા આટલેથી વાત અટકાવી શકાતી હોવા છતાં પણ બ્રાહ્મણોને શ્રીમદ્ યશવિજયજીએ યથાયોગ્ય શાસ્ત્રાર્થ કરવાનું કહ્યું બ્રાહ્મણોએ હા પાડી એટલે રાજસભામા તત્સ બધે નિયમિત તામ્રલેખ થયો અને તેમાં શ્રી યશોવિજયજીએ એવી શરત નાંખી કે તે હારે તે જૈન સાધુવેષ તજી દઈ બ્રાહ્મણધર્મ સ્વીકારે અને પોતે જીતે તો ૫૦૦ બ્રાહ્મણો જન ધર્મ અગીકાર કરે. શાસ્ત્રાર્થ શરૂ થયો બ્રાહ્મણ પડિતેના કહેવાથી પૂર્વપક્ષ કરવાનું શ્રી યશોવિજયને શિરે આવ્યુ તેમણે પૂર્વપક્ષ શરૂ કર્યો સસ્કૃત વાણીમાં અવિચ્છિન્ન પ્રવાહે વાદ ચલાવ્ય, ન્યાયપૂર્વક એક પછી એક દલીલ ચાલી એક દિવસ થયો, બે દિવસ થયા ત્રણ દિવસ થયા, પરંતુ પૂર્વપક્ષ પૂર્ણ થાય નહિ અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની વકી પણ જણાય નહિ તેથી બ્રાહ્મણે હતાશ થયા જાણ્યું કે આ કઈ શાસ્ત્રપાર ગત સમર્થ જ્ઞાની છે અને તેને પહોચી શકાય તેમ નથી, તેથી તેઓએ શ્રીમને પિતાને પૂર્વ પક્ષ બ ધ રાખવાને વિનવ્યું, પોતાની હાર કબૂલ કરી અને શરત પ્રમાણે ૫૦૦ બ્રાહ્મણે જૈન થયા. (કહેવાય છે કે ઉક્ત તામ્રલેખ ખભાતમાં કઈ ઉપાશ્રય, મદિર કે ભંડારમાં હજુ મેજૂદ છે.) આવી રીતની દતકથા છે ”