________________
[૩૩]
(૨) શ્રી વિનયવિજય ઉપાધ્યાયના પિતાના કહેવા પ્રમાણે શ્રી લોકપ્રકાશ 2 થ સવિત
૧૭૦૭માં પૂરો થયે એ ગ્રંથ સમગ્ર જન શાસ્ત્રના સાર જેવો હોઈ અને તેમા લગભગ બારશે ઉપરાત શહાદત અનેક શાસ્ત્ર ની હોઈ એની તયારીમાં જે સમય જાય તે જોતા સંવત્ ૧૭૦૦ થી ૧૭૦૭ સુધીમાં તો શ્રી વિનયવિજય કાશી
જઈ શકે તેવું જણાતું નથી. (૩) “સુજશવેલીભાસમાં જણાવ્યા પ્રમાણે યશોવિજય ઉપાધ્યાયના ગુરુ નયવિજય અમદા
વાદમાં સ. ૧૬૯ મા ચાતુર્માસ રહ્યા ત્યા શેઠ ધનજી સૂરાની વિજ્ઞપ્તિથી કાશી જવાનો નિર્ણય કર્યો. ગુરુ સાથે ગયા કાશીમાં ત્રણ વર્ષ રહ્યા અને ચાર વર્ષ આગે રહ્યા. એ હિસાબે સ વત્ ૧૭૦૦ થી ૧૭૦૭ સુધી ઉપાધ્યાયજીને અભ્યાસકાળ ગણાય.
એ રીતે વિચારતા કાશીમાં બાર વર્ષ અભ્યાસની વાત અસ ગત બને છે (૪) એમાં યશવિજયના ગુરુ શ્રી “નયવિજયના નામને કેઈએ વિનયવિજયના નામ સાથે
સેળભેળ કરી દીધુ જણાય છે નામમાં એટલું બધું સામ્ય છે કે એકવાર ગફલતી થઈ તો તે ચાલુ થઈ જાય તે પૂરતો સભવ છે વર્તમાન કિસ્સામાં તેમ થયુ હોય એમ વધારે લાગે છે. શ્રી યશોવિજય ઉપાધ્યાયની કૃતિઓ અને વિનયવિજયજીની કૃતિઓ જોતાં બન્નેના અભ્યાસના ક્ષેત્રો તદ્દન જુદા જણાય છે. યશોવિજયમાં ન્યાય તરવરે છે ત્યારે વિનયવિજયમાં આગમજ્ઞાનની માત્રા વધારે પડતી દેખાય છે “લોકપ્રકાશના લખનારને એક બાજુ રાખીએ અને ન્યાયખ ડખાદ્ય જેવા તાર્કિક ગ્ર ને સામે રાખીએ ત્યારે અભ્યાસની વિવિધતા તરવરી આવ્યા વગર રહે તેમ નથી એકસરખા રસવાળાને સહાધ્યાયી તરીકેનો સંબધ બને એકસાથે અભ્યાસ કરનારના રસાસ્વાદમાં આટલો બધે ફરક ન સભવે
આખો ઈતિહાસ વિચારતાં શ્રી વિનયવિજય અને યશોવિજય અભ્યાસ કરવા કાશી સાથે ગયા હોય એ વાત સભવિત લાગતી નથી અને સુજસવેલીભાસ લબ્ધ થયા પછી તો એ સહાગની સભવિતતા લગભગ ન માનવાના નિર્ણય સુધી પહોચી ગઈ જણાય છે. સુજલીભાસ વગેરે બાબતે પર આગળ વિવેચન આવશે ત્યા પણ આ વાત સુસ્પષ્ટ થઈ જશે
( ૨ ) એક બીજી દતકથા શ્રીયુત મોહનલાલ દલીચ દ દેશાઈ “નયકર્ણિકા ”ના ઉદઘાત(પૃ. ૪૦–૧)માં નીચેના શબ્દોમાં રજૂ કરે છે ,