________________
[૩૨]
એક લેકકથા નીચે પ્રમાણે છે–
શ્રી “વિનયવિજય’ અને ‘યશવિજયજેઓ આગળ જતાં બને “ઉપાધ્યાય થયા હતા તેમના સ બ ધમાં એક એવી વાર્તા ચાલે છે કે એ બને કાશીએ જઈ ગુપ્ત વેશે રહ્યા. સાધુ પણના વસ્ત્રો દૂર કર્યા અને તેમણે “વિનુલાલ” અને “જસુલાલનાં નામ ધારણ કરી બ્રાહ્મણ પડિત પાસે રહી બાર વર્ષ સુધી ન્યાયને અભ્યાસ કર્યો ગુરુ એમના અભ્યાસથી રાજી હતા, પણ એક ન્યાયનો વિશિષ્ટ ગ્રથ ગુરુ પિતાના કુળના પુત્રો સિવાય અન્ય કેઈને બતાવતા નહિ જસુલાલને આ હકીક્તની ખબર પડી હતી. એક વખત ગુરુ તે ગ્રંથને અભ્યાસ પિતાના પુત્રને કરાવતા હતા અમુક કટિ લગાવતા હતા ત્યારે જસુલાલે એને બીજી રીતે બરાબર લગાવી ગુરુને એનાં જ્ઞાન અને બુદ્ધિની તીવ્રતા માટે માન થયુ. એણે જણાવ્યું કે સદર ગ્રથ તેઓ માત્ર એક વાર જસુલાલ અને વિનુલાલ પાસે વાંચી જશે જસુલાલને આનદ થયો એ ગ્રથ ૧૨૦૦ ગાથાને હતો એણે વિનુલાલને કહ્યું કે-ગુરુ બીજે દિવસે આપણી પાસે એ ગ્રંથ વાંચે ત્યારે તેને પ્રથમના ૭૦૦ શ્લોક પિોતે મહોઢે રાખી લેશે અને છેવટના ૫૦૦ શ્લોકે વિનુલાલે યાદ રાખવા. એ પ્રમાણે થયુ. ગુરુએ બીજે દિવસે સદર ગ્ર થ એક વાર બને શિષ્ય પાસે વાગ્યે જસુલાલે ૭૦૦ શ્લેકે યાદ રાખો લખી નાખ્યા અને બાકીના ૫૦૦ શ્લોક વિનુલાલે લખી નાખ્યા. ગુરુને લખેલી પ્રતિ બતાવી ત્યારે ગુરુમહારાજને પિતાના બન્ને શિષ્યોની યાદશક્તિ માટે સાન દાશ્ચર્ય થયુ ગુરુએ કહ્યું “તમે બ્રાહ્મણ ન હોઈ શકે ” તે વખતે વિનુલાલ અને જસુલાલે પિતાની મૂળ હકીકત અને પિતે બન્ને જન હેવાપણની વાત ગુરુને જણાવી દીધી ગુરુ મહારાજને આનદ થયો શિષ્યોએ કહ્યું કે કઈ વાર અડચણ આવે તો ગુજરાતમા પધારજો અને ત્યા યશોવિજય અને વિનયવિજયને પૂછશે તે ગુજરાતમાં કોઈ ઠેકાણે તેમનો પત્તો લાગ્યા વગર નહિ રહે. ગુરુએ અભ્યાસ પૂર્ણ થયેલો જાહેર કરી બને શિષ્યોને રજા આપી. શિષ્યો સાધુના કપડા પહેરી ગુજરાતમાં આવ્યા.
આ હકીકતમાં કવચિત્ એમ પણ સભળાય છે કે ગુરુએ એક રાત્રિ એ ગ્રંથ વાંચવા આપે. એક રાત્રિમાં ૭૦૦ શ્લોક અને પ૦૦ શ્લોક અનુક્રમે જસુલાલ અને વિનુલાલે યાદ કરી લીધા
આ હકીકત કેટલે અંશે બનવાજોગ છે તે પર વિચાર કરીએ. સદર હકીકતમાં જસુલાલ અને વિનુલાલ બાર વર્ષ કાશીમાં રહ્યા અને તેમણે ત્યાં બ્રાહ્મણ પડિત પાસે અભ્યાસ કર્યો એમ જણાવવામાં આવે છે એ વાત બનવાજોગ લાગતી નથી તેના કારણે નીચે પ્રમાણે છે : (૧) શ્રી વિનયવિજય ઉપાધ્યાયે જે કૃતિઓ કરી છે તેની તિથિઓ વિચારતા તેઓ બાર
વર્ષ કાશીમાં રહી શક્યા હોય તે વાત બનવાજોગ નથી,