________________
[૩૧]
ત્યારપછી બને આચાર્યો વચ્ચે મેળ ૧૯૮૧માં થયે, પણ અતે વિષમ સ્થિતિ થઈ અને એક ગચ્છના બે ભાગલા પડી ગયા વિજયદેવસૂરિને અનુસરનારા દેવસૂર’ના નામથી ઓળખાવા લાગ્યા અને વિજય આન દસૂરિને અનુસરનારા “આન દસૂર અથવા “અણુસૂરીના નામથી ઓળખાવા લાગ્યા. એક બાપના અને દીકરા હોવા છતા મતભેદ રહ્યો અને મમત્વ થયો. એ અરસામાં જે પરિસ્થિતિ થઈ કચવાટ શરૂ થયા અને સઘમાં ભિન્નતા થઈ તેની અસર અત્યાર સુધી ચાલે છે. અવિચ્છિન ધારા તૂટી ગઈ અને સઘમાં સમાજહિતના સવાલેની ચર્ચાને બદલે અંગત ગર્ચા. કરેલ કાર્યની ટીકા અને ઢંગધડા વગરની વિચારોની કાપાકાપી શરૂ થઈ તપગચ્છની થયેલી આ દશાનો ત્યારપછી અનિષ્ટ ફેજ થયો. સમાજે યુદ્ધક્ષેત્રનું રૂપ લીધું અને વાડી-બધી વધતી જ ચાલી ને તે હજુ પણ વધતી જ જાય છે તે યુગનો ઈતિહાસ સમજવા માટે આ આખી પરિસ્થિતિ ધ્યાનમાં રાખવા લાયક છે ,
એ મહાપ્રભાવશાળી આચાર્ય શ્રી હીરવિજ્ય પાસે “શ્રી કીતિવિયની દીક્ષા સ. ૧૯૩૧માં અમદાવાદમાં થઈ તે વખતે કુલ ૧૮ જણને દીક્ષા આપવામા આવી શ્રી કીતિવિજય સાથેના દીક્ષિતમાં એક ધનવિષ્ણુ નામ આવે છે તેમણે શ્રી મુનિસુદરસૂરિકૃત શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ પર ટીકા રચી છે તે ઉપલબ્ધ છે. આ કીર્તિવિજ્ય સાથે તે જ દિવસે સોમવિજયે દીક્ષા લીધી. તે ગેમવિજ્ય અને કીતિવિજય સંસારીપણે સગા ભાઈઓ હતા એમ શ્રી શાતસુધારસની પ્રશસ્તિ પરથી જણાય છે. (જુઓ પૃ. ૪૫) આ કીર્તિવિજયની પાસે આપણુ ગ્રથના કર્તા શ્રી વિનયવિજયની દીક્ષા થઈ કઈ સાલમાં અને કેટલી વયે દીક્ષા થઈ તેની કશી વિગત કઈ પણ સ્થળેથી મળી શકી નથી
શ્રીવિજ્યદેવમૂરિ(ર૦)ની પાટે શ્રી વિજયસિહસૂરિ આવ્યા તેઓ ૬૧મા પટ્ટધર થયા, પણ ગુરુની હયાતીમા કાળ કરી ગયા (સ ૧૭૧૦) તેમની પાટે ૬રમા પટ્ટધર શ્રી વિજયપ્રભસૂરિ આવ્યા તેમના રાજ્યમાં આ ગ્રંથ થયો તે પ્રશસ્તિ પરથી જણાય છે. કેટલાક વિજયપ્રભસૂરિને ૪૧મી પાટે પણ ગણે છે. આ સમયને ઈતિહાસ તથા સમકાલીનોની હકીક્ત આગળ ઉપર આવશે. અત્ર તે ગુરુપર પરા બતાવવા પૂરતો આટલો ઉલ્લેખ કર્યો છે
જીવનચર્યા–
શ્રી વિનયવિજય ઉપાધ્યાયની જીવનચર્યાના સ બ ધમાં કાઈ પણ હકીકત ઉપલબ્ધ થતી નથી તેમના કેઈ શિવે તેમને રાસ પણ લખ્યું નથી, એટલે એમના જીવન સ બ ધી હકીક્ત માત્ર અનુમાન ઉપરથી અને તેમના લેખો ઉપરથી તારવવી પડે તેમ છે. તે સિવાયે કાઈ પણ હકીકત મળી શકી નથી એમના સ બ ધમાં લોકવાતો ચાલે છે તે વાતનો સંક્ષિપ્ત નિર્દેશ કરી તેની શક્યાશક્યતા વિચારી જઈએ