________________
બેધિદુર્લભભાવના
૩૬૭ દેખાય છે એ છે. આ સ્થિતિ છે આવા વખતમા ધર્મશ્રવણની દુર્લભતા જરૂર પ્રાપ્ત થાય છે. અત્યારે છાપાં વાંચવામાં જેટલો વખત જાય છે તેને ચોથો ભાગ પણ ધર્મ અભ્યાસમાં જાય તો ઘણી પ્રગતિ થાય તેમ છે. તે મુદ્દે આ વાત વિચારવી. આવા વર્તમાન યુગની ટીકા કરવાનો આશય નથી, પણ વર્મ-અભ્યાસની દુર્લભતા બતાવવાનુ સાધ્ય છે અર્વાચીન પદ્ધતિએ શાસ્ત્ર શ્રવણ કરાવનાર વિજ્ઞાનના અભ્યાસી, માનસવિદ્યાના જાણકાર ગુરુ જ્યારે ધર્મશ્રવણ કરાવશે ત્યારે ઊભા રહેવાની જગ્યા પણ નહિ મળે. અત્યારે કહેવાનો મુદ્દો એ છે કે મળેલી સર્વ સામગ્રી છતા ધર્મશ્રવણ દુર્લભ હોય જ અને આપણે વધારે એટલું કહી શકીએ કે આ કાળમાં તે ખાસ દુર્લભ થતું જાય છે
- દ. કદાચ ધર્મશ્રવણ કરવાનુ બની આવે, ગુરુમહારાજને યોગ પણ બની આવે, એ શ્રવણને પરિણામે બોધ પણ થઈ જાય, સંસારનું સ્વરૂપ અને વસ્તુ કે સ બ ધનુ અનિત્યત્વ ગ્રાહ્ય થાય અને બનતો ઉદ્યમ કરવાનો નિશ્ચય પણ થાય—એટલે સુધી આવે તો પણ એને ઉદ્યમ બહિરગ રહેવાનો છે. એની ક્રિયા દ્રવ્યક્રિયા રહે છે
અતર ગમા મહાન વૈરીસમૂહ હજુ બેઠે જ છે એના મુખ્ય નાયક રાગદ્વેષ છે. એના બચાકચ્ચાને પાર નથી કપાયે આદર રમ્યા કરે છે હાસ્ય, રતિ, અરતિ નાગ્યા કરે છે અને તે ઉપરાત એના અ તરંગના-અદરના ગોટાનો પાર નથી. એને વાતવાતમાં થાક લાગી જાય છે. એ ફરવા જશે તે પચીશ ચક્કર મારશે, પણ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતા એને થાક લાગી જશે
આળસને તે હિસાબ નથી. ધર્મઆચરણ કે યોગવિધાન વખતે એને બગાસા આવવા માડશે, ધર્મશ્રવણ કે ક્રિયા વખતે નિદ્રા જલ્દી આવે છે કારણ કે એમાં એને આ તરંગનો રસ નથી રસ જામે એટલી એની તેયારી કે એનો અભ્યાસ નથી. આવા તે અનેક અતર ગ કારણે છે એ સુકૃત્યને પ્રસંગ આવવા જ દેતા નથી અને આવી જાય તે વાત મારી જાય એવું સ્વરૂપ ઊભુ કરી દે છે. આ સર્વ વાત આપણા અવલોકન અને અનુભવનો વિષય હોઈ શરમાવે તેવી છે એટલે વધારે વિવેચન માગતી નથી.
૭. આને માટે એક વાતનો વિચાર કરીએ. ચોરાશીલાખ જીવોત્પત્તિસ્થાને છે. ઊપજવાના સ્થાનોની અનેરી, વર્ણ, ગ ધ, રસ, સ્પર્શની વિવિધતાને યોનિ” કહે છે એની સંખ્યા ૮૪૦૦૦૦૦ છે “સાત લાખ પૃથ્વીકાયના પાઠમાં તુ આ ઘણીવાર ભણી ગયો હઈશ.
નિગેદથી મનુષ્યત્વ સુધીની અનેક કાયાઓનો તે અભ્યાસ કર્યો એમા તે કદી ધર્મની વાત સાંભળી છે? ત્યારે સર્વ જગ્યાએ વાત કેવી સાભળી? વિગતેમાં ન ઊતરીએ વાતેના ત્રણ પ્રકાર છે . ”