________________
૩૫૪
શાંતસુધારસ
રુચિ અને સંયમમાં પ્રવર્તન અનુક્રમે વધારે ને વધારે દુર્લભ છે પ્રથમ મનુષ્યભવનુ દુર્લ
ત્વ બતાવતા શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ટીકાકાર શ્રી ભાવવિજયજીએ દશ દુષ્ટાતો આપ્યા છે તેના નામ આ પ્રમાણે છે –
૧ ચૂલો, ૨ પાસા, ૩ ધાન્ય, ૪ ધ્રુન, ૫ રન, ૬ સ્વસ, ૭ ચક, ૮ ચર્મ, ૯ યુગ, ૧૦. પરમાણુ આ દશે દષ્ટાન્તો બહુ સુંદર છે. એમાં લગભગ અશક્ય પ્રસંગો બતાવ્યા છે. છતા છેવટે જણાવ્યું છે કે કોઈ દેવકૃત્યથી કે અસાધારણ સ યોગવશાત્ એ અશક્ય જેવી વાત કદાચ બની આવે, પણ મહાપ્રયાસે અને અને તે વખત ફેરા માર્યા પછી મહામુસીબતે મળેલ મનુષ્યજન્મ ફરીવાર જલ્દીથી મળી શકતો નથી
આ દશ દષ્ટાન્તોનુ ભાષાતર પરિશિષ્ટમા આપવા ઈચ્છા છે. પણ પુસ્તકના કદ પર તેને આધાર રહેશે મુદ્દા ઉપર કહ્યો તે છે મનુષ્યભવની દુર્લભતા બતાવવાને એ દશે દષ્ટાન્તોને આશય છે જેનકથાનકેશના પ્રથમ ભાગમાં સિદ્દર પ્રકારમાં તેને ખ્યાલ બહુ સારો આપ્યો છે જુઓ પૃષ્ઠ ૧૪ થી ૩૨
એ જ પ્રકારે શ્રદ્ધાના સ બ ધમાં સાત દષ્ટાન્તો જમાલિ આદિ નિદ્ધના તે જ ટીકામાં આપ્યા છે તે પણ તે સુત્રથી જાણી લેવા
આ મુદ્દાને અનેક રીતે આ ભાવનામાં ચર્યો છે તેથી તેના મૂળની તપાસ કરી આ વાત શરૂઆતમાં લખી છે હવે આપણે પ્રથમ લોકનો પરિચય કરીએ આ આખી ભાવના બહુ સુંદર છે અને તેના ઉપર ઘણું વક્તવ્ય કરી શકાય તેમ છે આવશ્યકીય લેખનરૂપ સ યમ રાખી સક્ષેપ કરવા પ્રયત્ન કર્યો છે
બોધિરત્ન-જ્ઞાન બોધનો પ્રકાશ ધર્મસામગ્રીની પ્રાપ્તિ અને તેના આચરણથી કેવી કેવી વસ્તુ મળે છે તે
જુઓ ! પ્રથમ તો આશ્ચર્ય ઉત્પન્ન કરે એવુ દેવગતિનું સુખ મળે છે એ સુખમાં બહુ દીર્ઘ કાળ સુધી આનદ અને વિકાસ કરવાના હોય છે. દેવલોકના વૈભવોમાં શૃંગાર, ગીત, વાદ્ય, નૃત્ય, વિનોદ, અપ્સરાઓના હાવભાવ, વિમાનની ગમત આદિ અનેક દેવીઓના પ્રસંગો હોય છે દેવોમાં પણ મહદ્ધિક દેવના ભવ કલ્પનાતીત હોય છે દેવેન્દ્રને એથી પણ વધારે મોટા વેભવ હોય છે
આવા દેવભોગો બધિરત્નને પરિણામે સહજ પ્રાપ્તવ્ય છે જો કે વિશિષ્ટ ધિરત્નને ઓળખનાર એ સુખને વાછતા નથી
એવા દેવલોકના સુખ ભોગવ્યા પછી નિરતિચાર બોધિરત્નના પ્રભાવની પ્રક્રિયા કરનાર શ્રેષ્ઠ કુળમા ઉત્પન્ન થાય છે. ઉપર દશ ચીજો બતાવી છે તે સર્વ તેને સાપડે છે, પણ એ ભેગના લપટતે નથી એ તો અધૂરા વેગ પૂરા કરે છે અને પરિણામે આત્મવિકાસ સાધે છે.
કે