________________
બાધિદુલભભાવના
૩૫૩ દેવલોકમાં જાય છે, કોઈ વાર નારક થાય છે, કોઈ વાર અસુર જાતિમાં ઉત્પન્ન થાય છે અને જેવાં કર્મ કરે તે પ્રમાણેની ગતિમાં તે જાય છે કઈ વખત તે ક્ષત્રિય રાજા થાય છે, વળી કઈ વાર ચડાળ થાય છે, કઈ વાર વર્ણસ કર થાય છે, કોઈ વાર કીડા થાય છે, કઈ વાર પત ગ થાય છે, કઈ વાર કુયુ થાય છે, કઈ વાર કીડી થાય છે ૩-૪. કર્મમલથી રગદળાયેલા પ્રાણીઓ એ પ્રકારે ચોરાશી લાખ યોનિઓના ચક્રમાં પડેલા હોઈ જેમ ક્ષત્રિય લડાઈથી કદી ધરાતા નથી તેમ તેઓ સસાર વિષે કદી ઉઠેગ પામતા નથી પ. પ્રાણીઓ કર્મના સંબંધથી અત્યત મૂઢ થઈને મનુષ્ય સિવાયની બીજી યોનિઓમાં દુ ખી થાય છે, બહુ વેદના ભોગવે છે અને વધારે હેરાન થતા જાય છે . અનુક્રમે ઘણું કર્મોનો કઈવાર નાશ થઈ જાય તો શુદ્ધિ પ્રાપ્ત કરીને કદાચિત્ મનુષ્યના જન્મ પ્રાપ્ત કરે છે ૭ મનુષ્યનું શરીર મળ્યા પછી પણ જે ધર્મને શ્રવણ કરવાથી તપ, ક્ષમા અને અહિસાનો સ્વીકાર થાય એવા ધર્મનું શ્રવણ દુર્લભ છે ૮ કદાચિત્ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થઈ જાય તો તેમાં શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે સાચી હકીક્ત સાભળ્યા છતા પણ અનેક પ્રાણીઓ પતિત થઈ જાય છે. ૯ ઉપર્યુક્ત શ્રતિ અને શ્રદ્ધા પ્રાપ્ત કરીને પણ વીર્ય(સયમ-શક્તિ) વધારે દુર્લભ છે. અનેકને એ હકીકતની રુચિ થાય તો પણ એનો અગીકાર થતો નથી ૧૦. મનુષ્યત્વ પામીને, ધર્મશ્રવણ કરીને અને તેની સહણ કરીને તેમ જ તે પ્રમાણે વર્તન કરીને તપસ્વીએ પિતાની જાત ઉપર સયમ કેળવવો જોઈએ અને કરજ ઉડાવી દેવી જોઈએ ૧૧, આવી રીતે પવિત્ર થયેલા પ્રાણીની શુદ્ધિ થાય છે અને અગ્નિમાં ઘી નાખે ત્યારે અગ્નિ જેમ પ્રદીપ્ત થાય છે તેમ શુદ્ધ થયેલા પ્રાણીનો ધર્મ પ્રદીપ્ત થાય છે ૧૨, કર્મબ ધના હેતુઓ છેડી દે. ક્ષમા દ્વારા યશને પુષ્ટ કરો એમ કરનાર પ્રાણી આ પાર્થિવ શરીરને છોડીને ઊર્વ દિશાએ ગમન કરે છે ૧૩, ઉન્નત શીયલયુક્ત મનુષ્ય વધારે ઊંચા સ્થાનકે જાય છે અને ત્યાં અતિ ઉજજવળ પ્રકાશથી દીપે છે જાણે ત્યાથી કદી નીચે ઊતરવાના નથી એમ માનતા ત્યા આન દમાં રહે છે ૧૪. દેવલોકના સુખ ભોગવતા મરજીમા આવે તેવું રૂપ કરતા તેઓ ઉપરના કપમાં અનેક વર્ષો સુધી રહે છે ૧૫. પુણ્ય પ્રમાણે જેને જે સ્થાન મળ્યું હોય ત્યા તેટલો વખત રહીને આયુષ્ય પૂરુ થયે દશ અંગથી શોભતુ મનુષ્યપણુ પામે છે. ૧૬, બગીચા, ખેતર, સુવર્ણ, પશુ, દાસ, નોકરચાકર એવા ચારે પ્રકારના આન દનાં સાધન હોય તેવા કુટુંબમાં તે જન્મે છે (એક અગ) ૧૭ મિત્ર, જ્ઞાતિ (સગા), ઉચ્ચ ગોત્ર, સુંદર વર્ણ, તદુરસ્ત શરીર, મહાપાડિત્ય, વિનય, યશ અને બળ એ નવ મળી દશ અ ગની પ્રાપ્તિ થાય છે ૧૮. મનુષ્યપણાના સુંદર ભોગો ભેગવીને અને વિશુદ્ધ સદ્ધર્મ આચરીને બોધિને પામે છે ૧૯. ઉપરની ચારે બાબતો દુર્લભ છે એમ સમજીને, સયમ લઈને તપથી કર્મનો નાશ કરીને શાશ્વત સિદ્ધમા તે જાય છે આ પ્રમાણે હુ કહુ છુ ૨૦.”
આ વીશ ગાથા પ્રમાણ આખા અધ્યયનમા મુદ્દો એ છે કે મનુષ્યપણુ, ઘર્મશ્રવણ, ઘર્મ ૪૫