________________
બેધિદુલભભાવના પરિચય T ૨. આ ભાવનાનો પરિચય કરતા બાધિ શું છે તેને સ્પષ્ટ ખ્યાલ કરવાની આવશ્યક્તા છે બોધિ' શબ્દ લુઇ ધાતુમાંથી નીકળેલ છે. એનો અર્થ “જ્ઞાન”—જાણવું એ થાય છે આ એનો વિશુદ્ધ અર્થ છે. જ્ઞાન–સમજણ અ દરથી જ જાગૃત થાય છે. આત્માનો સહજ સ્વભાવ જ્ઞાન છે કર્માવરણથી એને એ સ્વભાવ આચ્છાદન પામી ગયો છે તેને પ્રકટ કરવો. ઉપરના આચ્છાદનોને દૂર કરવામાં આવે ત્યારે જે પ્રકાશ થાય છે તે બાધિ છે. બાધિ એટલે સ્પષ્ટ જ્ઞાન, વિવેકપૂર્વકનું જ્ઞાન અને શુષ્કતા વગરનો પ્રકાશ વર્તનચારિત્ર વગરનું જ્ઞાન નિષ્ફળ છે, એટલે બેધિના અર્થમાં જ્ઞાનની મુખ્યતા અને ચારિત્ર(વર્તન)ની સહાનુગામિતા સાથે જ સમજવાની છે
બાધિ” શબ્દનો અર્થ ધર્મ સામગ્રીની પ્રાપ્તિ એ અનેક સ્થાનકે કરવામાં આવ્યો છે એ જ્ઞાનપ્રાપ્તિ-પ્રકાશસ પત્તિનું પરિણામ છે. બોધિને અસલ ભાવ જ્ઞાનરૂપ છે આ દરની જ્યોતિ જગાવનાર એ આત્મપ્રકાશ છે
એ આંતરપ્રકાશ હાઈને એને રત્નની ઉપમા આપી છે. જેમ રત્નમા પ્રકાશની મુખ્યતા હોય છે તેમ બેધિમાં પણ પ્રકાશની વિશિષ્ટતા રહેલી છે અનેક સ્થાનકે બધિને અર્થ સમકિત કરેલો છેજ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રયના સમૂહને પણ બાધિ ગણવામાં આવેલ છે એ મૂળ અર્થને જ વિસ્તાર છે, એમાં પણ જ્ઞાનની જ મુખ્યતા રહેલી છે એ ભૂલવાનું નથી.
કઈ પ્રસ ગે “બાધિને અર્થ સામગ્રી પ્રાપ્તિ થાય છે, પણ એને મુખ્ય મુદ્દો જ્ઞાન – આતર પ્રકાશને ખાસ કરીને અવલ બે છે એ ત્યા પણ લક્ષ્યમાં રાખવાની જરૂર છે રત્નત્વ તો જ્ઞાનને જ ઘટે છે અને સાધનધર્મોના સત્ય સ્વરૂપને ગ્રહણ કરાવવાની તાકાત પણ તેની છે. સાધનાને સાધ્ય માનવાને કારણે વચગાળના વખતમાં જે મહાઅનર્થો થયા છે તે ઇતિહાસનું પુનરાવર્તન ન થઈ જાય તેની સભાળ રાખવાની આવશ્યકતા પણ તે કારણે સહજ પ્રાપ્ત થાય છે અને તે કાર્ય પણ બધિનુ જ છે
બધિરત્નની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે. તે સ બ ધી અનેક પ્રકારના ઉપદેશો શાસ્ત્રકારે અનેક ગ્રંથોમાં આપ્યા છે પદ્ધતિસર તે સમજવા યોગ્ય છે. આ ઉપદેશપદ્ધતિનું મૂળ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં છે એના ત્રીજા અધ્યયનમાથી જરૂરી વિભાગ અત્ર વિચારી લઈએ એટલે પ્રસ્તુત વિષયને વિશેષ સ્પષ્ટ કરવાની જરૂર નહિ રહે. તેને માટે ખાસ આ ગાથા છે
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो ।।
माणुसत्तं सुई सद्धा, संजमम्मि य वीरिअं ॥ १ ॥ આ સંસારમાં પ્રાણીઓને ચાર મુખ્ય બાબતે મુશ્કેલીથી મળે છે “ મનુષ્યપણું, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને સ યમ(વિરતિ–ત્યાગ)માં વીર્ય. ૧. સ સારમાં નાના પ્રકારનાં ગોત્રો અને જાતિઓમાં અનેક પ્રકારના કર્મો કરીને પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. ર, કેઈ વખત તે