________________
૩૪૧
લોકસ્વરૂપભાવના દાખલાઓ નોધાઈ ગયેલા છે. તમને પણ એ ઈચ્છા થઈ હોય અને તમે ઉપરનીચે અને આડાઅવળા આટા માવાથી થાક્યા હો તે આદર્શ બદલી નાખે અને શાયરસના પાનનો વિનય કરી આનદ કરે. આખા લોકોનો વિચાર કરશે તો જરૂરી વિનય પ્રાપ્ત થઈ અને એક વાર એ માર્ગે ચડી ગયા તે પછી કાર્યસિદ્ધિ થઈ જશે
લોકસ્વરૂપ ભાવના એટલી વિશાળ છે કે એના અતરમાં બાકીની સર્વ ભાવનાનો સમાવેશ થઈ જાય આ જીવનમાં જે અનિત્યતાદિ ભાવો વિચારવા યોગ્ય છે તે સર્વ લોકમાં જ બને છે. એ રીતે આ ભાવના સર્વતે વિશાળ છે
લોક અને અલોકનું સ્વરૂપ વિચારીને પછી લોકની અ દર ઊતરી જવાથી આ ભાવનાનુ રહસ્ય પ્રાપ્ત થાય એ રીતે લોકનું સ્વરૂપ “પરિચયમાં વર્ણવવા પ્રયત્ન થયો છે. સામાન્ય રીતે આ ગણિતાનુયોગને વિષય છે એને માટે ખાસ લોકનાલિકાત્રિ શિકાપ્રકરણ છે તદુપરાત બૃહસ ગ્રહણિ, ક્ષેત્રસમાસ આદિ પ્રકરણો અને સૂર્યપ્રજ્ઞપ્તિ, ચ દ્રપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રગ્ર થો છે. એ ઉપરાંત અનેક ગ્રંથોમાં લોકાલેકનું સ્વરૂપ બતાવ્યું છે એ સ્વરૂપ એ ગ્રંથાથી સમજી લેવું. આ ચુગમા ભૌગોલિક બાબતોને મેળ ખાતે નથી. તેમાં આપણો અલ્પ અભ્યાસ, સાધનની અલ્પતા અને એ વિષયની શોધખોળની અપેચ્છા મુખ્ય કારણ છે. એ વિષયની ચર્ચામાં આપણે નહિ ઊતરીએ એ ઘણું વિશાળ વિષય છે એક ખગ્રાસ સૂર્યગ્રહણ જેવા જે દેશે લા રૂપિયા ખરચી શકે અને જેને ત્યા અનેક સાઇનસ પન્ન મહાન વેધશાળાઓ હોય તે એવા વિષય પર વિચાર કરવા યોગ્ય ગણાય આપણે તો હજુ એ વિષયની બારાક્ષરી શીખવામાં છીએ આપણે તો અહી જે સ્વરૂપ બતાવ્યું છે તે સમજવા પૂરતો પ્રયાસ કરવાની જરૂર છે. એનો મેળ મેળવવા અભ્યાસીઓ જરૂર પ્રયાસ કરશે એવી આશા રાખી, આપણે તે એની ભાવના કેવી રીતે ભાવવી અને તે દ્વારા આપણો વિકાસ કેવી રીતે સાધવો તે પ્રાસગિક વિષય વિચારીએ આ ગ્રંથનો ઉદ્દેશ શાતરસની રેલછેલ કરવાનો છે તે આપણે કદી ન વીસરીએ અન્ય ચર્ચાને આ ગ્રંથમાં સ્થાન નથી.
લોકની વિશાળતા, એમાં રહેલા અનત છે, તેમાં તિર્યગલોકનું તદ્દન નાનું સ્થાન, એવા નાના તિર્યગ(મર્યલોકમા અસખ્ય દ્વીપસમુદ્ર, એમાં સર્વથી નાનો જ બૂઢીપ, એના ૧૯૦મે ભાગે ભરતક્ષેત્ર, તેમાં છ ખડ, તેને પણ નાનો ભાગ અને તેના એક વિભાગમાં આપણી પાસે સે, બસે કે ચાર હજાર વાર જમીન હોય એની ખાતર આપણે શું શું કરીએ છીએ? એના ઝગડા, એના હકોના સવાલ, એની હદની તકરારો અને એની માલિકીની ૫ ચાતો–આ સર્વ શોભતી વાત છે ? એ ઘટે છે ? અને એ કોને માટે કેટલા વર્ષને માટે? અને છતા ચારે તથ્થુ જોઈએ તે નાનામાં નાની માલિકીની ભાજગડો અને ગૂચવણોને પાર નથી અને મારુ તારુ કરવામાં આપણી નાની જિદગી પૂરી થઈ જાય છે અને છેવટે ઉઘાડે–ખાલી હાથે ચાલ્યા જવું પડે છે, ત્યારે એ સર્વ માલિકી, હક્કો, કબજાઓ