________________
લોકસ્વરૂપભાવના
૩૩૮
પણ મોટા રાજભુવન વૈભવ અને સ પદાથી ભરપૂર હોય છે મોટો રાજમહેલો, બકિંગહામ પેલેસ કે કેસરનાં વિલાસસ્થાને અનેક પ્રકારના સાજ સાથે ગોઠવાયેલા હોય છે આગ્રા અને દિલ્હીના ઐતિહાસિક સ્થાનો કે વર્તમાન રાજધાનીના શહેરોનાં બગલા, વાડી, ઉપવને એને ઉદિત ઉદિત રૂપવાન બનાવે છે
કઈ સ્થાનકે એ ભય કર નરકસ્થાનરૂપ હોય છે એના વજનમય કાટા, એની લોહીની નદીઓ, એની ભય કર ભૂમિએ, એની શીત જગ્યાઓ, એની ઉણ જગ્યાઓ-વર્ણન વાંચતા કમકમાટી છૂટે એવા અનેક સ્થાનો અલોકમાં ઠેકાણે ઠેકાણે છે આ પૃથ્વી પર પણ ભય કર સ્થાને અનેક હોય છે. એ જોતા મનમાં ગ્લાનિ અને કેટલીક વાર ભય જરૂર થાય છે. કહેવાની મતલબ એ છે કે, આ લોકના સ્થાને અનેક પ્રકારના છે અને અનેક પ્રકારની શુભ-અશુભ લાગણી ઊભી કરનારા છે આન દ, પ્રશંસા, શોક, વિષાદ, ભય સ્થાન પરત્વે થાય છે એ સહજ સમજાય તેવી હકીકત છે
દ. એ લોકમાં કોઈ જગ્યાએ ઉત્સવ ચાલી રહેલા હોય છે, કોઈ જગ્યાએ વાજા વાગતા હોય છે, કોઈ જગ્યાએ નાચર ગ ઊડતા હોય છે, કઈ જગ્યાએ નાટક-સિનેમા જામ્યા હોય છે, કેઈ સ્થાનકે સુદર પકવાન પીરસાતા હોય છે, કઈ જગ્યાએ હરે હરેના પોકાર ચાલતા હોય છે, કઈ જગ્યાએ ઉજાણી-જ્યાફતો મચી રહી હોય છે, કોઈ જગ્યાએ સમય વરતે સમય” બોલતા હોય છે, કોઈ જગ્યાએ તાળીઓના ગડગડાટ ઊઠતા હોય છે એવી રીતે અનેક આન દ જયમ ગળ ઉચ્ચારના ચિત્રો રજૂ કરી શકાય એવા પ્રસગોથી લોક ગાજી રહ્યો હોય છે.
કઈ જગ્યાએ છાતી પર અસહ્ય છાજિયા લેવાતાં હોય છે, કઈ જગ્યાએ રડાપીટ ચાલતી હોય છે, કઈ જગ્યાએ નિસાસા નખાતા હોય છે, કઈ જગ્યાએ ફાસીઓ દેવાતી હોય છે, કોઈ જગ્યાએ મારામારીમાં લોહીના રેલા કે નદીઓ ચાલતી હોય છે, કઈ જગ્યાએ ખાટકીઓ જીવોના ગળા પર છરી ચલાવતા હોય છે, કઈ રોગની પીડાથી કકળાટ કરતા હોય છે, કઈ વિયોગની જવાલામા અતશેકથી બળી–ઝળી જતા હોય છે, કોઈ જગ્યાએ જી પર કરવત ચાલતી હોય છે, કઈ સ્થાને હાડકા ભાગી જતા હોય છે, કોઈ સ્થાને ચાબખા-પાણી પડતા હોય છે અને આવાં અપર પાર દુ ખ, ગ્લાનિ, શોક, સતાપ તેમ જ વિષાદથી ભરપૂર સ્થાનકો હોય છે | મુબઈ જેવા શહેરમાં મરણની ઠાઠડીની પડખે મોટા વરઘોડા જોવામાં આવે છે અને એક જ માળામા મરણના છાજીઆ ગવાતા હોય ત્યા થેડી ઓરડી પછી લગ્નના ગીત ગવાતા સભળાય છે ભર્તુહરિ કહે છે કે “કઈ જગ્યાએ વીણાના અવાજ અને કોઈ જગ્યાએ હાહાકાર રુદન, કઈ જગ્યાએ વિદ્વાનોની ચર્ચા અને કોઈ જગ્યાએ દારૂના પીઠાનો મસ્ત કલહે, તો કોઈ જગ્યાએ રમ્ય સ્ત્રી અને કોઈ સ્થાને અતિ કદરૂપી સ્ત્રી–આવુ આવુ જોતા સમજ પડતી