________________
૩૩૪
શાંતસુધારસ થાય છે અને નિયતિ એ અનાદિ લોકસ્થિતિ છે, અર્થાત્ સર્વાએ જે પ્રમાણે જ્ઞાનમાં દીઠું હોય તેમ જ બને છે–તેમાં ફેરફાર થતો નથી. આ પાચે સમવાયી કારણો એકઠાં થયા ત્યારે કાર્ય બને છે. લોકમાં પ્રત્યેક કાર્ય આ પાચ કારણોને આધીન રહે છે. એમાં પ્રાધાન્ય કોઈ પણ વખતે એક કારણનું હોય છે, બીજા કારણ ગૌણ હોય છે, પરંતુ પાંચે એકી વખતે હાવા જ જોઈએ.
આ સંસારમાં કર્માવૃત પ્રાણી જે નાટક ભજવે છે તેનું વર્ણન શુ કરીએ? એના વિવિધ ના એટલે આખી દુનિયાનો ઈતિહાસ દુનિયામાં બનતે કઈ પણ બનાવ લઈએ કે એતિહાસિક કેઈ ચરિત્ર વાચીએ તે તેમાં નાટક સિવાય કાંઈ દેખાશે નહિ. આ આખી દુનિયા ૨ ગભૂમિ છે અને પ્રાણીઓ તેના પાત્રો છે. એમાં વિચિત્ર શરીરે, આકૃતિઓ, સ્વર, રૂપ, આકાર, ભાવણે, સુખ, દુઃખ, અભિમાન, અભિનિવેશ, કપટ, ચાતુર્ય, ખેદ, મેહ, પ્રેમ, આક્રમણ, આતાપના, કીર્તિ, અપયશ વગેરે સર્વ બાહ્ય અને આતરિક ભાવ, દેખા અને આવિષ્કમણે થાય છે તે સર્વે નાટકે છે. ભવપ્રપચ એટલે સસારનું નાટક, એને ભજવનારા જેવો અને પુદગળે. પુદગળ પરમાણુમા ચેતનાશક્તિ ન હોવા છતાં અચિંત્ય શક્તિ હોય છે અને તેમાં તરતમતા પણ હોય છે. આપણી આસપાસ જે રમત ચાલી રહી છે તે નાટક જ છે. આપણે પોતે પણ નાટકના પાત્રો જ છીએ અને આ આખું વિશ્વ એ ૨ગમડપ– નાટ્યભૂમિ છે. એમાં પડદા પડે છે, ઊપડે છે અને નાટક પ્રત્યેક જીવ આશ્રયીને અને સમુચ્ચયે નિર તર ચાલ્યા જ કરે છે. આ નાટકનો તાદશ ખ્યાલ શ્રી સિદ્ધર્ષિગણિએ પિતાના અદ્ભુત ચાતુર્યથી શ્રી ઉપમિતિભવપ્રપચાકથા ગ્રંથમાં આપ્યું છે.
૭. આવી રીતે લોકસ્વરૂપ વિચારતા એમા આત્મ, અનાત્મ વસ્તુને ખ્યાલ થાય છે. જીવ, અજીવને વિવેક થાય છે, સ્વર્ગ, મર્ય, પાતાળને ખ્યાલ થાય છે અને આ અનંત વિશ્વમાં આપણું સ્થાન શુ છે, અને આ જીવ ક્યા ક્યા જઈ આવ્યો છે અને કેના કેના કેવા કેવા સબ ધમાં આવ્યું છે તેને ઊડો વિચાર થાય છે અસ ખ્યાત જનો, નિગાદથી ભરપૂર લોક, તેમા પાર વગરની વનસ્પતિઓ, મર્યલોકનું નાનકડું સ્થાન, તેમાં પણ મનુષ્યની ઉત્પત્તિ તે અઢીદ્વીપમાં જ નારકના દુખોને ત્રાસ, સ્વર્ગનાં સુખને આખરે થત અત અને અન ત કાળથી ચાલી રહેલી ઘટના–એ સર્વ વિચારતા એના અનાદિવને અને પિતાના ચારે ગતિમા ફેરા અને ગમનાગમનનો ખૂબ ખ્યાલ આવશે, અનેક તર ગો ઊઠશે વિશ્વની વિશાળતા કેવી? કેટલી? અને આપણે કોણ? કયા? ક્યા ખૂણામાં ભરાઈ પડ્યા છીએ ? – તે સમજાશે.
આવી ભાવના ભાવતા મનની સ્થિરતા થઈ જશે. જે ભાવનાર જ્ઞાની હશે-વિદ્વાનું હશે તો એને આ આખી ઘટના તરફ નિર્વેદ થઈ આવશે અને પિતાના મનના ઘોડાની લગામ એ એ ચશે. વિશાળ વિશ્વમાં એ તારાઓ જોશે, નિરભ્ર આકાશમાં એ ચદ્ર જેશે અને એની