________________
૩૩.
શાંતસુધાર
પાચમા દેવલોકે કલ્પિત લોકપુરુષની બે કેણીઓનો ભાગ આવે છે. ત્યાં પહોળાઈ પાંચ રજજુની છે બાર દેવલોક થઈ રહ્યા પછી ગ્રીવા(ડાક) સ્થાને નવ વેચક આવે છે. ત્યાના દેવ કલ્પાતીત છે મુખસ્થાને અનુત્તર દેવ આવે છે. ત્યા ચાર દિશાએ ચાર વિમાન છે અને વચ્ચે સવાર્થસિદ્ધ વિમાન છે આ વૈમાનિકે અલ્પભવી અને કલ્પાતીત છે. પાળના સ્થાને બાર જજનનો અતર મૂકીને સ્ફટિકમય સિદ્ધશિલા આવે છે. એની ઉપર એક જ લોકની મર્યાદા (હદ) પૂરી થાય છે દેવતાઓને સુખનો જ અનુભવ થાય છે ત્રીજા દેવલોક પછી સર્વ ને સ્પર્શત્રુઓથી વિષયવાસના પૂરી કરતા નથી ઉત્તરોત્તર વાસના માત્ર શરીરસ્પર્શથી, પછી દેવીના શબ્દશ્રવણથી, પછી રૂપના નિરીક્ષણથી અને પછી ચિતનમાત્રથી જ તૃપ્ત થાય છે. આ વિકાસ ખાસ સમજવા જેવો છે. કામવાસનાની તૃપ્તિ કરતા તેના ઉપર વિજય મેળવવામાં વધારે આફ્લાદ ઉદ્દભવે છે ગ્રેવેયક ને અનુત્તર વિમાનના દેવેને તો પાંચે ઈદ્રિયના ભેગની ઇરછા પણ થતી નથી.
ઘ ૪ ઉપરના ત્રણ શ્લોકમાં ત્રણ લોકનું દિગદર્શન કર્યું. એનો આપણા માનસ-ચક્ષુ સમક્ષ ખ્યાલ કરવા માટે કલ્પના કરવાની છે જાણે કે એક પુરુષ ઊભે છે, તેના બંને પગે પહોળા કરેલા છે અને તેણે પોતાના ડાબા, જમણા બન્ને હાથ કેડે લગાવ્યા છે એ લોકપુરુષનું વર્ણન આ ઘ અને ૩ શ્લોકમાં કર્યું છે.
વૈશાખસ્થાનસ્થાયી બને પગો તે પુરુષના બતાવ્યા છે તેનો ભાવ અને પગ પહોળા કરીને ઊભા રહેવાનું છે. એને વિશાખ માસ કે વિશાખા નક્ષત્ર સાથે સ બ ધ નથી. પગ પહોળા કરીને વલોણુ કરનાર સ્ત્રીનું એ સસ્થાન છે એમ કેપમાં કહેલ છે.
આવી રીતે પહોળા પગને સ્થાનકે નારકે છે સાતમી નારકીનું થાળુ અતિ વિસ્તીર્ણ છે તે સાત રજુ જગ્યા રોકે છે. એક રજજુપ્રમાણ લબાઈ-પહોળાઈના ટુકડા કલ્પીએ તો અલેકના ૧૬ ટુકડા થાય એ સરાવળાને ઊ ધુ મૂક્યુ હોય તે આકારે છે.
કેડના ભાગમાં પહોળાઈ ઓછી છે, માત્ર એક રજજુ છે ત્યાં તિર્યલોક આવે છે ઊર્વકનું વર્ણન જ શ્લોકમાં કર્યું છે તેમાં કેણી આગળ પાચમુ દેવલોક છે ગળા આગળ રૈવેયક દેવ છે અને મુખ ઉપર પાચ અનુત્તર વિમાનો છે સર્વની ઉપર સિદ્ધજીવો છે આ ઊર્વલકના ટુકડા રજજુના માપે કરીએ તે ૧૪૭ થાય
તિર્યગલોકનો સમાવેશ એમા થઈ જાય છે કુલ રજુ ૩૪૩ થાય એ ૭ નુ ઘન છે, એટલે સાતને સાતે ગુણતા ૪૯ થાય, તેને સાતે ગુણતા ૩૪૩ રજુ થાય એટલે આખા લોકપ્રદેશને સ મિલિત કર્યો હોય તો ૭ ઘનરજુ થાય
આવો લોક અથવા કલ્પિત લોકપુરુષ અનાદિ કાળથી ઊભો છે. એ અનાદિ અને ત છે એને કઈ ક્ત નથી એ શાન્ત–થાકેલ મુદ્રાવાળે છે છતા જરા પણે ખેદ પામેલો નથી મતલબ એ કે, એ ત્રણે કાળ ઊભું છે એ કદી બેસી જવાને કે થાકી જવાનો નથી. હજુ સુધી થાક્યો નથી અને ભવિષ્યમાં કદી થાકવાનો નથી