________________
લેકસ્વરૂપભાવના
૩૩૧
જ બુદ્વીપ થાળીને આકારે છે. ત્યારપછી એક સમુદ્ર અને એક ઢીપ એમ ઉત્તરોત્તર આવે છે. તે વલય-ચૂડીને આકારે ફરતા છે અને પ્રત્યેક ઉત્તરોત્તર બમણા બમણું પ્રમાણવાળા છે. છેલ્લો સ્વય ભૂરમણ સમુદ્ર આવે છે આ અસ ખ્ય દ્વીપસમુદ્રનું માપ બરાબર એક “રજ્જુ પ્રમાણ છે.
જ બૂદ્વીપમાં ભરત, અરવત, મહાવિદેહ નામના ત્રણ કર્મભૂમિ-ક્ષેત્રો છે. મહાવિદેહમાં સર્વ કાળ તીર્થ કર અને કેવળી હોય છે. ભરત, અરવતમાં ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરામાં અને અવસર્પિણીના પણ ત્રીજા-ચોથા આરામા તીર્થ કરી હોય છે. ઘાતકીખ મા બે મેરુ છે અને પુષ્કરવર હીપમાં બે મેરુ છે. આ અર્થે દ્વિીપ મનુષ્યથી વસેલો છે. મનુષ્યની ઉત્પત્તિ આ અઢીદ્વીપમાં જ છે વિદ્યાબળે આઠમા નંદીશ્વર દ્વીપ સુધી મનુષ્ય જઈ શકે છે મનુષ્યનુ આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે. સર્વ દ્વીપસમુદ્રોમાં તિર્ય ની ઉત્પત્તિ છે.
આ તિર્યશ્લોકમાં પૃથ્વી ઉપર ૭૮૦ જેજન મૂક્યા પછી ૧૨૦ જેજનમાં જ્યોતિષ્યક આવે છે. જેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા હોય છે. અઢી કપમા એ ચર હોય છે, અન્યત્ર સ્થિર હોય છે
આ ઉપરથી જોવામાં આવશે કે મેરુપર્વતનો સે જન જેટલો ભાગ અધલોકમા છે, તિર્યગુલાકના ૧૮૦૦ યોજનને સર્વત્ર વ્યાપે છે અને ઊર્વલોકમાં તેને માટે ભાગ એટલે કે ૯૮૧૦૦ યોજન છે. પુષ્કરવર હીપના પ્રથમના અર્ધા ભાગને છેડે માનુષોત્તર પર્વત છે. ત્યાં મનુષ્યઉત્પત્તિ પૂરી થાય છે. મનુષ્યઉત્પત્તિસ્થાન અઢીદ્વીપ છે અને લવણસમુદ્રમાં પ૬ અંતદ્વીપ છે તેમાં યુગલિક મનુષ્યો છે. આ તિર્યલોકમાં કર્મભૂમિ પાચ ભરત, પાંચ અરવત, પાચ મહાવિદેહ મળી કુલ ૧૫ છે. યુગલિક ક્ષેત્રો ૩૦ છે તેને “અકર્મભૂમિ' કહેવામાં આવે છે. લવણસમુદ્રમાં ૫૬ અતરદ્વીપ છે. તે પણ અકર્મભૂમિ છે. મનુષ્યલોકમાં અનેક નગર, ઉપવને, પર્વતો, નદીઓ, દૂહો વગેરે છે એમાં એટલી વિચિત્રતાઓ અને વૈભવ ભરેલા છે કે એને ઉપાધ્યાયશ્રીએ “શ્રીવિચિત્ર'નુ યોગ્ય જ ઉપનામ આપ્યું છે
ધ્યાનમાં રાખવું કે લોકપુરુષની પહોળાઈ અસ ખ્ય દ્વીપસમુદ્રો આ તિર્યંગ લોકમાં હોવા છતા ઓછામાં ઓછી છે અને ઊંચાઈ તે તદ્દન ડી છે. હવે આપણે ઊર્વલકને સમજીએ.
જ ૩ ઉર્વિલોકની યોજના આ પ્રમાણે છે –તિર્યગલોક પૂરો થયા પછી અસ ખ્ય જન ઉપર જતાં એક સાથે પ્રથમ અને દ્વિતીય દેવલોક આવે છે. તેના ઉપર અસંખ્ય જન ગયા પછી એક સાથે ત્રીજુ અને ચોથુ દેવલોક આવે છે. તેની ઉપર અસખ્ય પેજને પાચમુ, તે જ પ્રમાણે તેની ઉપર છછું, પછી સાતમુ અને તેની ઉપર આઠમુ ત્યારપછી અસ ઓ જન ઉપર ગયા પછી નવમુ, દશમુ એક સાથે છે તેની ઉપર અસખ્ય એજન મૂક્યા પછી અગિયારમુ, બારમુ દેવલોક એક સાથે છે.
૧ ત્રીજામા ૨૩ ને ચોથામાં ૧. ૨ ત્રીજામા ૧ ને ચોથામા ૨૩ તીર્થકર