________________
લોકસ્વરૂપભાવના
૩૨૯
એ હિસાબે અલોક જે સ ભૂતળા પૃથ્વી નીચે ૯૦૦ જોજન પછી શરૂ થાય છે તેનું ઊંચાઈનું માપ સાત રજુ–પ્રમાણ છે. તિર્યગલોક પહોળાઈમાં એક રજુપ્રમાણ છે. ઊંચાઈ ૧૮૦૦ ચોજનની છે. એ એક રજુનો અતિ અલ્પ ભાગ ઊંચાઈમા રોકે છે ઊલક સાત રજુમા કંઈક ઓછો છે. કુલ ત્રણે લોક મળીને ચૌદ રજુપ્રમાણ ઊચાઈ છે
અલોકનો વિચાર પ્રથમ ગાથામાં કર્યો છે. ઉપર જણાવ્યું તેમ સ ભૂતળા પૃથ્વી નીચે નવસે જન મૂક્યા પછી એ શરૂ થાય છે. એના સાત વિભાગ છે. એને નભૂમિ કહે છે. એમાં રહેનાર જીવો “નારક” કહેવાય છે
પ્રથમ નરકભૂમિ રત્નપ્રભા નામની છે. તેનો પૃથ્વીપિડ એક લાખ એશી હજાર જોજન છે. એના ત્રણ કાર્ડ (વિભાગ) છે. પ્રથમ વિભાગ રત્ન–ભરપૂર છે તેથી તેનું નામ રત્નપ્રભા પડેલ છે. જો કે તેની જાડાઈ ૧૬ હજાર ચોજનની છે. બીજા કાડમા કાદવ છે, તેની જાડાઈ ૮૪૦૦૦ એજન છે. ત્રીજો ભાગ પાણીથી ભરેલો છે. તેની જાડાઈ ૮૦ હજાર યોજન છે એની નીચે ઘનોદધિ, તેની નીચે ઘનવાત, તેની નીચે તનુવાત અને પછી આકાશ છે. ત્યાર પછી બીજી નરભૂમિ આવે છે
આ પ્રથમ નરકભૂમિનું નામ “ઘ” કહેવાય છે. એની ઊચાઈ એક રાજની છે બીજી નરભૂમિનું નામ શર્કરા પ્રભા છે. એમાં કાકરા વિશેષ છે એની ઊંચાઈ પણ એક રાજની છે ત્રીજી નરકભૂમિ વાલુકાપ્રભા છે એમા વેળુ એટલે રેતી વિશેષ છે એની ઊંચાઈ પણ એક રજુપ્રમાણ છે. આ ત્રણે નરકમા ક્ષેત્રવેદના ભયંકર, શીત-ઉષ્ણ વગેરે દશ પ્રકારની અસહ્ય હોય છેસ્થાનિક રહેવાને બરછી જેવાં અને શરીર પારા જેવા હોય છે. બીજી અન્યોન્યકૃત વેદના છે. નારકે પરસ્પર લડે છે, કાપે છે, ત્રાસ આપે છે અને મારામારી કર્યા જ કરે છે એક ક્ષણ પણ સુખ નથી ત્રીજી પરમાધામીકૃત વેદના છે. એ અધમ દેવો નારકેને ત્રાસ આપવામાં આનદ લેનારા તેમજ ક્રૂર સ્વભાવવાળા છે આવી ત્રણ પ્રકારની વેદના અતિ આકરી હોય છે.
ચોથી નારકીનું નામ ૫ કપ્રભા, એમાં કાદવ વિશેષ છે. પાચમી નારકનું નામ ધૂમપ્રભા, એમા ધુમાડા વિશેષ છે છઠ્ઠી નારકી તમ પ્રભા, એમાં અંધકાર છે સાતમી નારકી તમસ્તમ પ્રભા, એમાં ઘોર અધિકાર છે.
પછવાડેની ચાર નાકીઓમાં અન્યોન્યકૃત અને ક્ષેત્રવેદનાઓ હોય છે. પરધામીકૃત વેદના હોતી નથી.
સાતે નારકેના નામ અનુક્રમે ૧ ઘર્મા, ૨ વશા, ૩. રેલા, ૪ અ જના, ૫. રિષ્ટા, ૬. મેઘા અને ૭ માઘવતી છે,