________________
૩૧૪
શાંતસુધામ તે પાર વગરના છે ધન, શાલિભદ્ર, સુદર્શન અને કઈ પણ તીર્થ કરતુ ચરિત્ર આ બાબતમાં પૂરતો અનુભવ આપે છે ધર્મના પ્રભાવની આથી તે વધારે શી વાત કરવી?
૭. હે વ ! તુ આ ભવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા દશ પ્રકારના સુખો આપે છે. ધન મળવુ તેનો આધાર પૂર્વે કરેલ ધર્મ પર છે, શરીરનુ આરોગ્ય જળવાવુ તેને આધાર ધર્મ પર છે, સર્વ ઈદ્રિયો સરખી મળવી તે પણ ધર્મ પર આધાર રાખે છે ઘરે સતતિ થવી તે પણ ધર્મ પર આધાર રાખે છે એવી રીતે ઉપર છ કલાકમાં બતાવેલા દશે પ્રકારના વૈભવ ધર્મના પ્રતાપથી મળે છે. કેઈ એમાં પોતાની બહાદુરી સમજતા હોય તો તે માત્ર એટલી જ ગણાય, કે એણે પોતે કરેલા સુકૃત્યના પ્રતાપથી આ સર્વે અનુકુળતાઓ તેને મળી છે. અહીં ધર્મ એટલે દાન, શીલ, તપ ને ભાવરૂપ સુકૃત્યે સમજવા
સાથે યાદ રહેવું જોઈએ કે એ દશવિધ સુખમા લોલુપતા થઈ જાય તો પ્રગતિ અટકી પડે છે સગવડોને લાભ સવિશેષ ધર્મ કરવામા લેવો ઘટે
ધર્મ પરભવમાં ઇટાદિ પદવી આપે છે. ધર્મના પ્રભાવથી પ્રાણી દેવ, દેવેક, વિદ્યાધર, ચકવર્તી વગેરે પદ પામે છે પ્રાણી માટે શ્રેષ્ઠી કે સત્તાધીશ થાય એ પણ પૂર્વભવના ધર્મને સુકૃત્યનો પ્રભાવ છે એમાં જે પાપાનુબ ધી પુય હોય તો એનો લાભ ભગવાઈ જાય એટલે પછી ભય કર પતન થાય છેઆ સર્વ સ્થળ સુખોની વાત થઈ
વળી ધર્મ અનુક્રમે જ્ઞાન વગેરે આત્મિક લાભ પ્રાપ્ત કરી આપી અવ્યાબાધ મોક્ષસુખ પણ આપે છે. ધર્મના પ્રભાવથી જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય છે અને એ રીતે ઉત્તરોત્તર ઘાતી કર્મોનો ક્ષય કરતાં આખરે કેવલ્યજ્ઞાન પામી, અઘાતી કર્મોને પણ ખપાવી, પ્રાણી અન તકાળને માટે મોક્ષસુખ પામે છે તે ધર્મ ! તું આ પ્રકારે સ્થળ અને આત્મિક સુખ આપનાર છે એવા હે ધર્મ ! તુ મારે ઉદ્ધાર કર, મને માર્ગ–સન્મુખ રાખ અને મારે આ ભવભ્રમણને ફેરે હમેશાને માટે મટી જાય એમ કર
૮. ઉપસ હાર ધર્મના સાત વિશેષણો–સ બોધને ધ્રુવપદમાં આપ્યા એક ચોથી ગાથામાં આપ્યું. હવે એ આખા વિષયને ઉપહાર કરતા ચાર વધારે સ બોધનો આપે છે
(અહી સ ાધનની સંખ્યા મૂકી છે તે ધ્રુવપદ અને ચેથા શ્લોક સાથે ચાલુ છે)
(૪) “નંગનવનીત' તત્ર એટલે ઉપાય અથવા ધર્મશાસ્ત્ર એ સર્વનો સરવાળો કરી એમાથી સાર કાઢતા જે નીકળે તે નવનીત (માખણ) કહેવાય છે ધર્મમાં તે અનેક પ્રકારના ક્રિયાકાડે બતાવ્યા હોય છે, તે સર્વને સાર કાઢી મુદ્દાની હકીક્ત આત્મિક દ્રષ્ટિએ
૧ આ દશ પ્રકાર ગેમા છે ? તેની શોધ કરતા તે ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં મળ્યા છે આ આખા અધ્યયનનું ભાષાંતર બારમી ભાવનાના પશ્ચિય, ન લેકમા આગળ આપ્યું છે ત્યાથી જોઈ લેવુ