________________
ધર્મભાવના
૩૧૩
પ્રાણીને બરાબર અભ્યાસ કર્યા વગર આ વાત સમજાશે નહિ. ધમી નાના ગામડામાં જાય તે ત્યાં પણ અનેક સ્થળેથી એને ઈષ્ટ પદાર્થ મળી આવે છે અને કપેલી અગવડો પણ વગર પ્રયાએ દૂર થઈ જાય છે. આ મુદ્દાને વધારે આગળ વધારવામાં આવે તો આખી કુદરત ધમી માણસને અનુકૂળ થતી દેખાશે. જ્યાં રામ ત્યા અયોધ્યા” એ કિવદન્તીમા રામ જ્યાં જાય ત્યાં અયોધ્યા તેની પછવાડે જતી નથી પણ અયોધ્યાના ભાવો એ ત્યાં જાય ત્યા હાજરાહજૂર થઈ જાય છે. આ હકીકતમાં સત્યાશ લાગે તે સર્વ હકીકત મનમાં તુરત બેસે તેમ છે. ધર્મના પ્રતાપે એને દંડકારણયમા અધ્યા થઈ હતી અને આ લેખ પણ એ જ ભૂમિ(નાશિક જેલ)માં લખતા ધર્મનો પ્રભાવ અનેક રીતે અનુભવાય છે
એક મજાનું વચન પ્રચલિત છે કે, “ રે નિધાના, ચોકને રવિ | મહીના જ પત્તિ, વરના ' પગલે પગલે નિધાને ભરેલા છે અને યોજને ચીજને રસકુપિકાઓ છે, ભાગ્યહીન જનો એને ન જોઈ શકે, બાકી વસુ ધરા (પૃથ્વી) તે બહુ રત્નોને ધરનારી છે” ભાગ્યશાળી છૂળમાથી પણ લાખો મેળવે છે અને હાથ પણ હલાવ્યા વિના ભડાર ભરી દે છે. આપણું અનુભવમાં આવા અનેક દાખલાઓ આવ્યા છે. ધર્મના પ્રભાવથી આનદ થઈ રહે છે, દુઃખ દૂર જાય છે અને ઉપાધિઓ ટળે છે ધર્મને ઓળખવો જરૂરી છે, સમજીને કરવો આવશ્યક છે અને એની સેવા ઈષ્ટફળદાયી છે ધર્મમાં વિવેક, સમજણ, દેશકાળજ્ઞતા અને અતરના ભાવો છે એમા બાહ્ય ઉપાધિને સ્થાન નથી, ધાધલ– ધમાલને સ્થાન નથી, મનના મનામણાને સ્થાન નથી, ગોટાળાને સ્થાન નથી, ત્યાં નગદ ધર્મને જ સ્થાન છે આવો ધમ આત્મધર્મ છે. એવો ધમ જ ગલમા મગલ વર્તાવે તેમાં શી નવાઈ ?
આજે મને એક ભાઈ પ્રછે છે કે ધર્મ તો ધર્મ આપી શકે, એનાથી પિસા, વૈભવ, સુખ જેવા સ્થળ લાભ મળે એ વાત બધ બેસતી નથી ” પર તુ ધર્મનો શો અર્થ કરવામાં આવે છે તે પર તેનો આધાર છે. માત્ર ત્યાગ એ જ ધર્મ નથી. ધર્મ તો અનેક પ્રકારે થાય છે, અનેક આકારે થાય છે અને અનેક દૃષ્ટિએ થાય છે બાહ્ય સુખમાં પર્યવસાન માનનારને તેવાં ફળ મળે અને આત્મપ્રગતિના ઈચ્છુકને તે મળે દૃષ્ટિની વિશાળતા, સાધ્યની ચોખવટ અને પુરુષાર્થની જાગૃતિ પર એના ફળભેદનો આધાર રહે છે. વ્યક્તિગત નજરે આ આ શ્લોકમાં કહેલ સર્વ હકીકત બનાવી શક્ય છે દુનિયામાં બનતા બનાવો ઉઘાડી આપે નિહાળે તે બરાબર જોઈ શકે મોટા ભય કર વનમા રામને અયોધ્યા દેખાતી હતી, સીતાને અગ્નિ જળ સમાન થયો હતોશ્રીપાળને સમુદ્ર ઘરની જે બન્યા હતા અને જે બનાવથી એની સર્વ ઋદ્ધિ અને પત્નીઓ નાશ પામવી જોઈએ તેને બદલે ધર્મના પ્રભાવથી એને મહાન ઋદ્ધિ અને વધારે પત્નીઓ સાપડી હતી ધર્મના પ્રતાપથી ઇષ્ટસિદ્ધિ મળે છે તેના દાખલા
૪૦