________________
૩૧૨
શાંતસુધામ એના શાસનને સ્વીકારે છે, મનુષ્યો એને પૂજે છે. આ સંબધન પૂરત્યભાવ બતાવે છે. આવા ધર્મને સબોધી કહે છે કે છે ધમ ! મારો ઉદ્ધાર કર.
૫. ધર્મ બંધહીન બધુ છે. એટલે જેને સગાસબધી પરિવાર ન હોય તેને એ બધુભાઈ તરીકે પડખે ઊભો રહી આપત્તિના વખતમા ટેકે આપે છે. ઉત્સવમા, વ્યસન(દુ ખ)માં, દુકાળમા, યુદ્ધમાં રાજ્યહારમાં અને સ્મશાનમાં જે પડખે ઊભો રહે તે બધુ કહેવાય
उत्सवे व्यसने चैव, दुर्भिक्ष शत्रुविग्रहे। .
राज्यद्वारे स्मशाने च, यस्तिष्ठति न बांधर. ॥ આ જાણીને નીતિન ગ્લૅક પણ એ જ વાત જણાવે છે.
જેને કોઈને આશરો ન હોય તેને એ આશરો, ટેકે, સહાય આપે છે. ધર્મના પ્રતાપથી અણધારી જગ્યાએથી અને ખરે અણીને વખતે સહાય મળી આવે છે. ત્યારે સર્વ દિશા શૂન્ય જણાય ત્યારે ભય કર વાદળની અંદરના ભાગમાં એક રૂપી પાતળી આશાના કિરાવાળી રેશની દેખાય છે તે ધર્મ છે એના આશ્વાસનથી પ્રાણી ટકે છે, જીવે છે, અને જીવતે નર અનેક ભદ્દો (કલ્યાણે) પ્રાપ્ત કરે છે. આવી રીતે એ અસહાયની સહાય કરનાર છે
જે એનો ત્યાગ કરે છે તે આ અતિ જટિલ ભવાટવીમા રખડી પડે છે અને માર્ગ ન મળવાથી ભૂલ પડી ચારે તરફ ગાડાની માફક આટા માર્યા કરે છે. પછી એ તિર્યંચામાં જય, જનાવર બને, એકે દિયમાં ચાલ્યા જાય અને એમ ઉપરનીચે આટા માર્યા જ કરે છે.
અત્યારના જીવનમાં ધર્મને તજનારનુ અવ્યવસ્થિત, સાધ્યવિહીન જીવન વિચારવામાં આવે તો એને પત્તો ક્યા લાગશે એ જાણતા કમકમાટી આવે તેમ છે જ્યા ધર્મનું હાસ્ય કરવામાં રસ પડતે હોય, ધર્માનુષ્ઠાને નબળા મગજના અવિષ્કારો મનાતા હોય. આત્મવિચારણાને આળસ માનવામાં આવતી હોય અને ત્યાગને નિર્બળતા ગણવામાં આવતી હોય
ત્યા દષ્ટિબિન્દુ જ ફરી જાય છે. આ કોટિની વ્યક્તિઓને ઉદ્દેશીને આ વિચાર છે જે સ સારમાં રઝળી પડવામાં જરા પણ સકાચ કે ભવિષ્યચિતા હોય તો ધર્મનું શરણ અતિ આવશ્યક છે
૬. વ્યક્તિગત સુકૃત્યના પરિણામો જુઓ એને ભય કર જગલ નગર બની જાય છે જ્યાં સૂર્યપ્રકાશ પડતો ન હોય ત્યા એનો ઝળહળાટ થઈ જાય છે, અને અગ્નિ જળ બની જાય છે જળ હોય ત્યાં સ્થળ થઈ જાય છે. ઘણી વાત શી કરવી ? સર્વ ઈચ્છિત સિદ્ધિઓ ધર્મના પ્રતાપથી મળે છે આવા ધર્મને વિજ્ઞપ્તિ કરે છે કે હે ધર્મ ! મારે ઉદ્ધાર કર.
આ શ્લોકમા કહેલી બાબતમાં કોઈને અતિશયોક્તિ લાગશે એમાં વધારે વિચારણાને અવકાશ જરૂર છે આલ કારિક ભાષાને એના હેતુપૂર્વક સમજાવવી ઘટે પર તુ પુણ્યવાન