________________
ધર્મભાવના
૩૧૧
આ વખત મન પર વિષાદ, ચિ તા અને પરિતાપ થાય, પરિણામે નિસાસા મુકાય અને રડવું આવે. આ અતિ વિચિત્ર જીવનક્રમ કદી પસ દ ન આવે તેમાં નવાઈ નથી.
ધર્મમાં એવી શક્તિ છે કે એનું શરણ, કમરણ કરે તેને આ ભવમાં શોક અને ભયથી મુક્ત કરે છે. પ્રેમ અને શ્રદ્ધાથી ધર્મ કરનારને તમે જોશે તો એને આત્મવિશ્વાસ ઘણે ભારે હશે અને એ કદી ગભરાશે કે ડરી જશે નહિ અને શેકથી વિહ્વળ પણ થશે નહિ.
ભવિ એટલે ભવ્ય પ્રાણી, યોગ્ય સામગ્રી મળી જાય તો મોક્ષમાં જવાની યોગ્યતાવાળો જીવ જે ભવ્ય પ્રાણીઓ ઉપર પ્રમાણે વર્તન કરે છે તેના શોક, ભય આ ભવમાં ચાલ્યા જાય છે અને તે દૂર કરનાર ધર્મ છે સર્વ ભવ્ય પ્રાણીઓ મોક્ષે જવાના જ છે એવું નથી, સામગ્રી મળે તો યોગ્યતા તેનામાં છે એટલી જ વાત છે એટલે ભવ્યત્વનો નિર્ણય હોય તો પણ કઈ પણ પ્રકારને ધર્મ આદરી પ્રગતિ સાધવાની તો જરૂર રહે જ છે ધર્મનુ શરણ, મરણ કરવાથી કૃતાર્થતા થાય છે એ વાત અત્ર કરી આવો ધર્મ છે એમ જણાવી તેને સ બધી કહે છે કે હે ધર્મ ! મારે ઉદ્ધાર કર, મારે રસ્તો સાફ કર
૪. ધર્મના દશ પ્રકાર આપણે બીજી (g) ગાથામાં સવિસ્તર જોઈ ગયા. એમાનાં ચારનાં નામ અહી આપે છે, ક્ષમા, સત્ય, સતોષ, દયા વગેરે. એ ધર્મને અતિ અગત્યનો પરિવાર છે. એ ચાર નામે પિકી દયા એ સયમના પેટામાં આવે છે આ દશે યતિધર્મોને ઘણો વિશાળ પરિવાર છે એનું અતિ સુંદર વિવેચન શ્રી સિદ્ધર્ષિગણિએ ઉપમિતિભવપ્રપ ચાકથાના ચોથા પ્રસ્તાવમાં વિસ્તારથી કર્યું છે વિવેક–પર્વત ઉપર ચારિત્રધર્મરાજ અપ્રમત્તશિખર પર વિવેકસિહાસન પર બેસે છે ત્યારે એને પરિવાર જોઈ હર્ષાશ્રુ આવે છે. આવો શાંત, દાંત, સ્થિર અને શસિતવૃત્ત (પ્રશસા કરવાગ્ય આચરણવાળા) પરિવાર જોઈ ને મનમાં એમ જરૂર થઈ આવે છે કે આ પરિવાર આપણને પ્રાપ્ત થઈ જાય તો કામ થઈ જાય.
એમાં વધારે મજાની વાત એ છે કે એ દશ પ્રકારના યતિધર્મોના સગાવહાલા બહ છે અને સર્વે હળીમળીને રહેનાર છે ચિત્તવૃત્તિના નાકા પર આવેલ પ્રમત્તતા-નદીના પુલિનમાં (કિનારા પર) મોહરાજાનો માટે મડપ બાધેલે છે, તેને આ આખા પરિવાર સાથે ચાલુ શત્રુતા છેઆ બન્ને પરિવાર સમજવા ચોગ્ય છે, પણ એમાં ધર્મરાજ–ચારિત્રરાજને પરૂિ વાર જોતા ચિત્ત ઠરી જાય તેમ છેઆવા સુંદર પરિવારવાળે ધર્મ અનેક ભવોને નાશ કરે છે, પરિહાર કરે છે, અભાવ કરે છે આવા ધર્મનુ પાલન-રક્ષણ કરવા અત્ર વિજ્ઞપ્તિ છે
ધ્રુવપદમાં સાત સ ધન ધર્મના કહ્યા તેમા અત્ર એકને વધારે કરવામાં આવ્યો છે તે નીચે પ્રમાણે
(૪) વાપુરનરપૂનિતીન આ ધર્મને હુકમ દેવો – બાર દેવલોકના દેવો તથા બીજા રૈવેયક, લોકાતિક, અનુત્તરના દેવ માને છે ભુવનપતિ, વ્ય તર, વાણવ્ય તર વગેરે અસુરો