________________
૩૧૦
શાંતસુધારસ
ગ્રથના ટીકાકાર સ્વર્ગસ્થ ૫૦ - ભીરવિજયજી કહે છે કે શ્લોકમાં ઉપદેશ છે અને અહીં સ્તુતિ છે તેથી પુનરુક્તિદોષ થતો નથી. વિરાગ્યમાં પુનરુક્તિદાય લાગતો નથી એ શ્રી ઉમાસ્વાતિ વાચકને પ્રશમરતિમાં અભિપ્રાય છે (જુઓ સદરહુ ગ્રંથનો લોક ૧૩-૧૪મો), જેથી પુનરુક્તિ જેવું લાગે તે મારી માન્યતાનુસાર તેમાં વાધો હોઈ શકે નહિ. અર્થ સ્પષ્ટ છે, વિવેચન અનાવશ્યક છે
૨. આ પૃથ્વી કેઈના પણ ટેકા વગર અદ્ધર રહેલી છે, એવી જે વિશ્વ સ્થિતિ છે તે તેને સ્વભાવ છે આ વસ્તુસ્વભાવમાં અનેક કારણો છે તેની અત્ર ચર્ચા અસ્થાને છે. જે સ્થિતિ છે તે સમજવી અને તેને તે સ્વભાવ સ્વીકાર એમાં આન દ છે. આવા ધર્મને વિનયપૂર્વક–આદરપૂર્વક સેવા એટલે સમજ વસ્તુ સ્વરૂપ સમજવાની આવશ્યકતા અત્ર ખાસ બતાવી છે એના સાધને ઉપસ્થિત કરી અભ્યાસ કરવો અને વસ્તુસ્વભાવને ઓળખો એ અતિ આલાદનો વિષય છે આ રીતે વસ્તુ સ્વરૂપ સમજવાની ભલામણ કરી એક પ્રકારના અર્થનો ઉપગ બતાવ્યો હવે ધર્મને બીજા આકારમાં બતાવે છે.
૩. દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરી રાખે-ટેકે આપે તે ધર્મ. આ “ધર્મ' શબ્દનો વ્યુત્પત્તિથી થતો અર્થ છે. આવા ધર્મનુ જે પ્રાણીઓ શરણ કરે એટલે તેને આશ્રયે જાય અને જે એનું સ્મરણ કરે એટલે એનું અનુશીલન કરે તેને આ ભવમાં શું થાય તે આગળ કહે છે. શરણુ હમેશા રાજાનું અથવા મેટા સ્થાનવાળાનું થાય છે. સ્મરણુ સદા પ્રિય વસ્તુનું થાય છેઅહીં ભાવ એ જણાય છે કે જે પ્રાણી ધર્મનું સામ્રાજ્ય પિતા પર સ્વીકારે છે અને વાર વાર એને પ્રિય વસ્તુ તરીકે યાદ કરે છે, તેને જે પ્રાપ્ત થાય તે હવે કહેશે
એ ધર્મના ચાર મુખ છે દાન શીલ, તપ અને ભાવ. એ ચારે વિભાગ પર પ્રથમ શ્લોક (પરિચય, )માં વિવેચન થઈ ગયુ છેઆ ચારે મુખથી અથવા ચાર પૈકીના એક અથવા વધારે મુખથી જે ધર્મ પ્રાણીને કૃતાર્થ કરે છે તે શું કરે છે તે હવે કહેવાનું છે. પ્રાણી દાનપરાયણ અથવા તો ત્યાગશીલ હોય, શિયળ-બ્રહ્મચર્ય પાળનાર હોય, તપ કરનાર હોય અને ભાવનાશીલ હોય, અથવા એ પિકી બને તેટલા ધર્મના પ્રકારનું શરણ અથવા
સ્મરણ કરતો હેય-મતલબ કે, દાની, બ્રહ્મચારી, તપસ્વી અને ભાવિતાત્મા હોય તેને અનેક લાભ પરભવમાં મળે છે અને એને થતા લાભની પર પરા પાર નથી
એ ઉપરાત આ ભવમાં પ્રાણીના ભય અને શોકને ધર્મ દર કરી નાખે છે ભયવાન પ્રાણીને હાલતા-ચાલતા ભય, ચિ તા રહે છે, એથી એને આત્મવિશ્વાસ કદી આવતો નથી અને ભયવાળા માણસે અસ્થિર મને સ તાતા ફરે છે આજીવિકાભય, ચારભય, કીર્તિનાશ ભય વગેરે પાર વગરના ભયે પ્રાણીને નિર્માલ્ય—હીનસત્ત્વ બનાવે છે અને એ અકિચિકર થઈ અને કાઈ કર્યા વગર ચાલ્યા જાય છે પ્રગતિ કરનારે નિર્ભય વૃત્તિ ખાસ કેળવવી પડે છે અને ધર્મ એ વૃત્તિને જરૂર ઉત્પન્ન કરે છે શેક તે પ્રાણીને કાઈ સૂઝવા જ દેતો નથી.