________________
ધર્મભાવના
(૪૬) “મવમવધ’ સ સારમા અહી થી તહી કુટાવુ, એક ખાડામાંથી બીજામાં પડવું અને એમ ઉત્તરોત્તર ચલાવવુ જન્મમરણની જ જાળમાં પડવું, ઘર માડવા અને ઉપાડવાં, સગ-વિયોગના દુ ખ ખમવા, ઘડપણની આપત્તિઓ સહવી–આ સર્વ ભયોને અટકાવનાર ધર્મ છે. એ ચક્રભ્રમણનો છેડો આણનાર છે અને ભયથી મુકાવનાર છે. આવા ભયને અટકાવનાર ધર્મની વિનય (ગ્રંથકર્તા) પ્રાર્થના કરે છે. (૨) “
કધાર' હે જગતના આધાર ! ત્રણ ભુવનના જે પ્રાણીઓ તારો આશરો લે તેને ટેકે આપનાર! આશ્રયે આવનારને ધર્મ કદી લાત મારતો નથી કે નિરાશ કરતો નથી એ શરણાગત વત્સલ છે, માત-પિતાની પેઠે પ્રેમથી આશ્રય આપનાર છે અને જ્યારે સર્વ દિશાઓ શૂન્ય દેખાય ત્યારે ધર્મ કાળી રાતનો હોકારે છે. હે જગતના આધાર ધર્મ | મને આશરે આપ, મને તારી હૂફમાં લે અને મને બચાવ !
(૪) “ મીર’ સમુદ્ર જે વિશાળ. સર્વન રક્ષક, પાલક, પિપર્ક અને સર્વગ્રાહી ધર્મ છે. એવા હે ધર્મ ! તુ મને તાર.
આ સાતે વિશેષણોમા વિલક્ષણ ચમત્કાર છેપ્રત્યેકમાં એક એક વિશિષ્ટતા તો ખાસ વિચારવા યોગ્ય છે ધર્મનું મગળ સ્વરૂપ રજૂ કરે છે, પણ એનું કરુણુસ્વરૂપ ચર્ચે છે, જ અવિચળ સ્વરૂપ બતાવે છે, ઘ એનુ સાધ્ય (લક્ષ્ય) બતાવે છે, શું એનું નકારાત્મક સ્વરૂપ બતાવે છે જ એને આધારરૂપ પ્રકાર દર્શાવે છે અને છે એની વિશાળતા સૂચવે છે
આ મહાન વિશાળ ધર્મ છે. એ પ્રાણીને સર્વથા જાગૃત રહી સહાય કરે છે અને એનાથી સદા મગળિકમાળા વિસ્તરે છે જે ધર્મ આવો હોય, જે ધર્મના પ્રણેતા રાગદ્વેષથી મુક્ત હોય, જેને ઈહલેકની પ્રશંસા ઈષ્ટ ન હોય, જે ધર્મના સ્વરૂપલેખનમાં પરસ્પર વિરોધ ન હોય એ ધર્મને આશ્રય કરે, એ ધર્મને તારણહાર સમજવો અને એને જીવન અપવુ. એમાં અમુક વેશનો આગ્રહ ન હોય, અમુક ક્રિયાને આગ્રહ ન હોય, અમુક પદ્ધતિનો પરાણે સ્વીકાર ન હોય, પણ કેવળ જ્ઞાનચક્ષુ ઉઘાડા રાખવાનો આગ્રહ હોય, વિવેક-ચાતુર્ય દર્શાવવા વિજ્ઞપ્તિ હોય, પરીક્ષા કરવાની આમ ત્રણ હોય ઉપરના સાતે ગુણો જે ધર્મ ધરાવતો હોય તેની પાસે શિર ઝુકાવવું, એને શરણે જવું અને એની દ્વારા સાળે પહોચવુ હે ધર્મ ! તુ મારે ઉદ્ધાર કરી અને આ ભવ–જ જાળમાથી મને છોડાવ ! આ આખુ ઘુવ– પદ પ્રત્યેક ગાથાની પછવાડે જરૂર બલવુ. રાગ જાણીતો અને મસ્ત છે વિવેચન વિશેષ કરવાની આવશ્યકતા હવે નહિ રહે ઉદ્દેશ અત્યાર સુધીમાં બનતી રીતે સ્પષ્ટ થઈ ગયો છે
૧. વરસાદનું મ ડળ પૃથ્વી ઉપર અમૃત જેવુ જળસિચન કરી પૃથ્વીને નવપલ્લવિત કરે છે સૂર્ય, ચંદ્ર ઉદય પામી પોતાનો ધર્મ બજાવે છે આ ધર્મનો પ્રભાવ છે. વસ્તુસ્વભાવ એ ધર્મ છે વરસાદનો ધર્મ વરસવાનો છે. સૂર્ય-ચંદ્રને ધર્મ ઊગવાને અને ગરમી આપવાને તથા શાતિ આપવાનો છેઆ બાબત પર વિવેચન જ શ્લોકમાં થઈ ગયું છેઆ