________________
૩૦૬
શાંતસુધારસ
સારા માણસ સાથે પરિચય આ મૈત્રીભાવનાનો વિષય છે. એ પર તેરમી ભાવનામાં વિવે. ચન થશે એ પુણ્યફળ પરિણતિ છે. સજજન થવુ, સજજન–સ ગતિ થવી એ સર્વ ધર્મકલ્પકમના ફળો છે.
સુબુદ્ધિ : સન્મતિ, સત્યાસત્ય, હિતાહિત પારખવાની શક્તિ, વિવેક. આ સદબુદ્ધિ એ - મતિજ્ઞાનનો વિષય છે અને ખૂબ આહૂલાદ ઉપજાવે તેવા પરિણામે નિપજાવી સારો રસ્તો બતાવનાર છે ક સતામ્ યત નાહ્ય પ્રવૃત્તા પ્રાળમ્ સ દેહવાળી વસ્તુઓમા સ તપુરુના અત કરણની પ્રવૃત્તિઓ પ્રમાણભૂત મનાય છે, પણ એવુ પ્રમાણુત્વ લાવવા માટે આ તકરણ શુદ્ધ જોઈએ અને વિચારક સત હોવો જોઈએ એ ક્યારે થાય છે તે અન્યત્ર વિચારવામાં આવ્યું છે. (જુઓ મારો સૌજન્ય પરનો લેખ) અત્ર એની બુદ્ધિની પ્રાપ્તિ એ ધર્મ કલ્પવૃક્ષનું ફળ છે એ નિર્દિષ્ટ કરવાનું છે. આ શ્લોકમાં દશ વસ્તુઓ ગણાવી છે તે ગણી લેવી.
આવી રીતે ધર્મના પ્રભાવથી અનેક સગવડે, સુખે, વૈભવ, આન દો, વિલાસ મળે છે સારા કુળમાં જન્મ થવો, સર્વ ઈદ્રિય અનુકૂળ હોવી, શરીરભવ સારો હોવો, બુદ્ધિશક્તિ, ગ્રહણશક્તિ, તુલનાશક્તિ સારી હોવી, મગજ ચાખુ હોવુ, કૌટુંબિક જનની અનુકૂળતા હાવી, બાવાપીવાના પદાર્થોની વિપુળતા હોવી, સારા શહેરમાં વાસ હોવો, સત્સ ગતિ હોવી, ચર્ચા–વાત ઉનત જ થતી હોય તેવા પ્રસંગમાં રહેવાનુ થવુ, આદેયવચન થવુ, કીતિ થવી, યશ થવો વગેરે અનેક અનુકૂળતાઓ ધર્મના પ્રભાવથી મળે છે આ પત્રકમાં બીજી સે કડો બાબતો ઉમેરી શકાય તેમ છે તે સર્વ સમુચ્ચયે અને વ્યક્તિગત સમજી લેવી
અત્યારે આપણને અનેક અનુકૂળતા મળી છે, પર તુ જરૂરી વસ્તુઓ કે અનુકૂળતાએ મળી હોય ત્યારે તેની વાસ્તવિક કિ મત બહુ ઓછાને થાય છે. એ વાતને બાજુ પર રાખીએ તો પણ જે ધર્મના પ્રભાવથી મળ્યું છે તેનાથી ઘણુ કરી શકાય તેમ છે ધર્મને મહિમા બતાવતા આવુ આવુ અનેક ધર્મથી મળે છે તે બતાવવાનો અત્ર આશય છે એ વસ્તુઓમાં રાચી જવું અને તેથી વધારે થતો આત્મવિકાસ અટકાવ એ ઉચિત છે કે નહિ તે અત્ર પ્રસ્તુત નથી. જે પુણ્યાનુબંધી પુણ્ય હોય તો તેનો ઉદય ભોગવતા વિશેષ પુયબ ધ કરાવે છે અને પાપાનુબ ધી પુણ્ય હોય તો તે ભેળવતા પાપ બ ધાવીને ઘેર પરિણામ નિપજાવે છે પુય લઈને આવેલા ચક્રવતીઓ સાતમી નરકે પણ ગયા છે તે ધ્યાનમાં રાખવુ એ સર્વ આ ભાવનાને વિષય નથી આ ભાવના તો એક જ વાત બતાવે છે, કે જુઓ! ધર્મથી વ્યવહાર માણસો પસંદ કરે તેવી પણ અનેક સગવડો મળે છે. મતલબ એ સગવડમાં રાચી જવું એ કહેવાને અત્ર આશય નથી, પણ ધર્મની આદેયતા બતાવવાનો જ ઉદ્દેશ છે.
એક વાત યાદ રાખવી જરૂરની છે અને તે એ છે કે ધર્મ સ્વર્ગ પણ આપે છે અને ધર્મ પર પરાએ મોક્ષ પણ આપે છે. વર્ગના સુખ અનુપમ છે અને દીર્ઘકાળનાં છે, પણ અને પુણયશશિ પૂરો થતા ત્યાથી પતન થાય છે મોક્ષના સુખ અન ત છે અને નિરવધિ છે. ધર્મકલ્પદ્રમના આવા આવા ઉત્તમ ફળો છે તેમાના કેટલા બતાવી શકાય ? આ દશ પ્રકાર ઉપરાત ધર્મ શુ શુ આપે છે તે અષ્ટકના સાતમાં લોકથી વિચારી લેવું ત્યાં અતિમ સાધ્ય બતાવ્યું છે તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે.