________________
૩૦૪
શાંતસુધારસ
કાઈ આકસ્મિક નથી. ઘણા પ્રાણીને માદક ખાવાનુ મન થાય પણ લાટ હાય તેા ઘી હેાતુ નથી અને ખન્ને હાય તા ગેાળ કે સાકરના જોગ ખાતા નથી. ઇષ્ટ ઋદ્ધિ-સિદ્ધિ એ ધર્મના પ્રતાપે જ પ્રાપ્ય છે પેાતાની શક્તિ ઉપર જ ગણતરી કરનાર અનેક વખતે ખાટા પડતા આપણે દરરાજ જોઇએ છીએ
એવી જ રીતે આ ભવમા અને પરભવમા ઇષ્ટ સ્વને આપનાર પણ ધર્મ જ છે. વૈભવ, વિલાસ, આનંદ ઈચ્છનાર સ્વર્ગ ઇચ્છે છે, ત્યાગી મેાક્ષ ઇચ્છે છે પર પરાએ મેક્ષ અપાવનાર ધર્મ જ છે ત્યા પુણ્યપ્રકૃતિનેા નાશ કરવા પડે છે, પર તુ તે રસ્તાની પ્રાપ્તિ માટે અનુકૂળતા કરી આપનાર તરીકે આપણે ધર્મને ગણી શકીએ
ન ઇચ્છવાજોગ આપત્તિના-ઉપાધિથી ભરેલા વિકટ અને અનિષ્ટ પ્રસંગાને આ સંસારમા પાર નથી. પસા ખેાઇ બેસવા, પુત્ર–સ્રીના મરણુ, શરીરને વ્યાધિ, કેાઈ સાથે અખનાવ, અપકીતિ વગેરે અનના અનેક પ્રસગેા વારવાર અની રહેતા જેવામા આવે છે, ધર્મ આવા અનર્થના પ્રસ ગેાને દૂર રાખે છે, એવી પીડા આવવા દેતેા નથી અને અ ધારી રાત્રે ખચાવ કરે છે પુત્રી કે પુત્રવધૂનું વૈધવ્ય, માનસિક મૂઝવણા વગેરે અનાર્થાને એ અટકાવી દે છે. ાચ કોઇ પાપકર્મના ચેાગથી એવી ના આવી પડે તે તેને સહન કરવાનુ ધર્મ સામર્થ્ય આપે છે.
આવી રીતે સચરાચર જગતને ધર્મ ઉજ્જવળ ખનાવે છે, આ ભવ, પરભવમા હિત કરીને અસિદ્ધિ કરી આપે છે અને અનર્થની કર્થનાને તદ્દન નકામી બનાવી દે છે તેવા મહાયાવાળા–કારુણિક ધર્માંને આપણા અનેકવાર પ્રણામ હે ।
ધર્મ વૈભવ અને મહામાગલિકમાળા વિસ્તારી આનદ પૂરે ધર્મ આચરનારની આવત, વિવેક અને વીર્ચીલ્લાસ પ્રમાણે તેની પ્રગતિ કરી આપે છે. એ પુણ્યપ્રાભારને દર્શાવનાર ધર્મરાજને નમસ્કાર છે ! એને નમસ્કાર છે એટલે એનુ મૂલ્ય સમજી એને એ સ્વરૂપે ઓળખવાનુ છે અને એની જમે પૂછ ખવાઈ ન જાય એ ધ્યાનમા રાખી, એમા પ્રતિદિન વધારા કરવાના નિર્ણય કરવા ચેાગ્ય છે. ખાલી મસ્તક નમાવવાથી વાસ્તવિક પ્રણામ ન થાય, માટે આદર–સ્વીકાર–આચરણયુક્ત પ્રણામ કરવા. તેથી જ સાદા પ્રણામ ન લખતા ઉપાધ્યાયશ્રીએ ‘ભક્તિપ્રણામ’ શબ્દના ઉપયાગ કર્યો છે ભક્તિ’મા આતર પ્રેમ, શ્રદ્ધા અને ઉમળકાના સમાવેશ થઈ જાય છે
છુ ૭. ધર્મ એટલે સારુ ચારિત્ર – ઉત્તમ વન. એનાથી ખાધેલ શુભ કર્મ આ દુનિયામા અનેક પ્રકારના લાભેા આપે છે અને વ્યવહારુ પ્રાણીને આનદ આપે છે એ ધર્મ પવૃક્ષ છે ધર્મ કલ્પવૃક્ષથી કેવી કેવી વસ્તુઓ મળે છે તેની ઘેાડી વાનગીએ ખતાવીએ ધર્મના પ્રભાવથી નીચેની વસ્તુ મળે છે, તેથી તેમાની કાઈપણ વસ્તુ મળે ત્યારે એને પૂર્વ શુભ કર્મના ઉદય – પૂર્વે આચરેલ ધર્મનું ફળ સમજવું. સમાન અભ્યાસ તેમ જ આવડતવાળાની