________________
ધર્મભાવના
૩૦૧
| સર્વ વાતની મતલબ એ જણાય છે કે ધર્મના પ્રભાવથી પ્રત્યેક વ્યક્તિને આનંદ-લહેર વર્તે છે. જેણે પૂર્વભવમા ધર્મારાધન કર્યું હોય તેને એ સર્વ પ્રકારની અનુકૂળતાઓ રહે છે - અને કુદરત પણ તેને અનેક પ્રકારની અનુકુળતાઓ કરી આપે છે. એ રીતે સર્વ ધર્મને મહિમા છે.
૪ ૫ હવે ધમનો બીજા દષ્ટિબિન્દુથી વિચાર કરીએ. ધર્મને એક અર્થ પુણ્યસુકૃત્યને પરિપાક, સારા કાર્ય કરવાથી સારાં કર્મ બંધાય છે અને તેનું ફળ મળે છે. એ અર્થમાં “ધર્મ” શબ્દ વપરાય છે. અને બીજી રીતે જોઈએ તો ધર્મ કરવાની ભાવના અથવા સચ્ચારિત્રશીલ વર્તન કરવું તે પણ “ધર્મ” તરીકે ઓળખાય છે.
જીવનમાં એવા પ્રસંગો પણ આવે છે કે જ્યારે ચારે તરફ દિશા સૂઝતી નથી, આપત્તિનાં વાદળ વરસે છે, પૈસા હોય તે ચાલ્યા જાય છે, સગા-સબ ધીઓમાથી મુદ્દાસરના માણસે ઊડી જાય છે, ચારે તરફથી આફતના સમાચાર આવે છે અને પ્રાણી હતાશ થઈ ઊંચે આભ, નીચે ધરતી તરફ જઈ રહે છે. એવે વખતે એની અપકીર્તિ થાય છે, ખાવાપીવાનાં સાસા પડે છે, અકલ બહેર મારી જાય છે. આ સર્વ માઠા દિવસના લક્ષણો છે.
આવા દુખના દહાડામાં માતા-પિતા, ભાઈ કે દીકરા સહાય કરવાને બદલે સામા થઈ બેસે છે નજીવા બનાવો યાદ કરી હેણાં મારે છે. કેટલી વાર બને તેટલું નુકસાન કરવા પ્રયત્ન કરે છે - પતે રાજા હોય તો આખું લશ્કર દીન બની જાય છે, ઉત્સાહહીન થઈ જાય છે અને પોતે ગમે તે બળવાન હોય અને ભુજાના બળ પર ઝઝૂમતો હોય તે સર્વ નિષ્ફળ બની જાય છે.
આવે વખતે મિત્ર રહેતા નથી, સગા યાદ કરતા નથી, પુત્રો પરાડમુખ થઈ બેસે છે, છે, જેના ઉપર ગણતરી મૂકી હોય ત્યાથી ખાલી હાથે પાછા આવવાનું બને છે અને આખી દુનિયા જાણે ઘોર અ ધકારમય થઈ ગઈ હોય એવું લાગે છે.
- વિપત્તિ-સમયનું ચિત્ર ઘણું કરુણામય દોરી શકાય, પણ તે જરૂરી નથી. વાત એ છે કે એવા કષ્ટસમયમાં સગાસ બ ધી, સ્નેહી અને ખુદ છોકરા કે ભાઈઓ તજી જાય છે તેવે વખતે ખરી મદદ ધર્મ કરે છે જે પૂર્વભવમાં શુભ કર્મ કરેલ હોય તો તે આડા આવીને મદદ કરે છે. આ ધર્મને એક પ્રકાર જાણવો
અથવા બીજી રીતે જોઈએ તો એવા અતિ આપત્તિના વખતમાં ક્ષમા, સરળતા, નિર્દભતા, સતોષ, સત્ય, બ્રહ્મચર્ય આદિ ધર્મો ખરે ટેકે આપે છે અને જે આશ્રય લે તેને આપઘાત કરવો પડતો નથી. એને એ આપત્તિ સામે લડવાનું અ તબળ પ્રાપ્ત થાય છે અને વગર ગભરાયે એ ધર્મકવચથી સનસ્ક્રબદ્ધ થઈને શાતિથી આપત્તિ સહન કરે છે અને એના પૂરબહારમાં પ્રકાશી બૈર્ય ધારણ કરી શકે છે.