________________
ધર્મભાવના
ર૭ (મારા સ્મરણમાં છે તે પ્રમાણે આ લખેલ છે ) એમાનુ પ્રત્યેક ઉદાહરણ વિચારી દાન, શિયાળ, તપ અને ભાવને ઓળખવાની આવશ્યકતા છે. એ સર્વનું વિવેચન અત્રે કરવું સ્થળની નજરે શક્ય નથી સર્વ કેઈએ આ ચારે પ્રકારને ખૂબ સમજવા-વિચારવા યોગ્ય છે અને માત્ર વિચારીને ન અટકતા તેને સત્વર અમલ કર્તવ્ય છે.
આવી રીતે ચાર પ્રકારને ધર્મ શ્રી વીતરાગ દેવે જગતના જીવોના હિતને માટે બતાવ્યો છે એ ચાર પ્રકારમાં વિશિષ્ટતા એ છે કે એ ધનવાન કે ગરીબ, બાળ કે વૃદ્ધ, સશક્ત કે અશક્ત, ભણેલા કે અભણ સર્વ કઈ આચરી શકે છે અને પોતાની શક્તિ, કુતિ અને વિવેકશક્તિ અનુસાર ફળ પ્રાપ્ત કરી શકે છે એ ચારે પ્રકારે માં બાહ્ય અને આતરભાવ છે તે સમજવા યોગ્ય છે
આવા પ્રકારનો ધર્મ મારા મનમાં નિરતર રમે. આ ધર્મભાવના છે “નિર તર કહેવાને હેતુ એ છે કે ધર્મભાવનાને અભ્યાસ સતત કરવાની આવશ્યકતા છે એમાં આંતરો કદી પણ પડે ન જોઈએ અભ્યાસ એ રીતે જ થાય છે પાત જલ યોગસૂત્ર (૧–૧૪)માં કહ્યું છે કે દીર્ઘકાળ સુધી આતરા વગર અને સત્કારપૂર્વક એને સે હોય તો અભ્યાસ પાકો જામી જાય છે, ભૂમિ દઢ થાય છે એમ સત્કારને અગે તપ, બ્રહ્મચર્ય, વિદ્યા અને શ્રદ્ધા એ ચારેની ઉપયુક્તતા બતાવી છેઆવી રીતે નિરતર અભ્યાસ પાડવાથી એની જમાવટ પાકી થાય છેહવે આવી રીતે ભૂમિકાને દઢ કરીને તેમાં શ્રદ્ધા અને પ્રેમપૂર્વક દાન, શિયળ, તપ અને ભાવને સ્થા૫ન કરીને ભાવનામાં આગળ વધીએ
અહી જે ધર્મના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તે અતિ સુંદર છે. હવે પછી જે વિશિષ્ટ ધર્મો જોઈશુ તેનુ મૂળ આમાં હોવાથી અતિ આવશ્યક છે એની ખૂબી એ છે કે એ સર્વ ભૂમિકામાં રહેલા પ્રાણીને ઉપકારી થઈ શકે છે આપણે ધર્મના અનેક દષ્ટિએ વિચાર કરવાનો છે તે પિકી આ એક દિશા થઈ
- આની સાથે આપણે માર્ગાનુસારીના ગુણો વિચારી શકીએ, દેશવિરતિ શ્રાવકના ગુણો વિચારી શકીએ, એને માટે આપણે યોગશાસ્ત્ર (શ્રીમાન્ હેમચંદ્રાચાર્ય પ્રણીત)નો હવાલે આપીએ એ પણ અતિ ઉપયોગી ધર્મગ્રંથ છે. તેમાં પ્રથમના ચાર પ્રકાશ તો પ્રત્યેક મુમુક્ષુએ ખાસ વિચારવા–આદરવા ગ્ય છે.
શ્રાવકના ગુણને સમજવા માટે ધર્મરત્ન ગ્રંથ પણ એટલો જ સુંદર છે અને એની કથાઓ પણ હૃદય ગમ છે તે મુદ્રિત હાઈ સુલભ છે આ અતિ આવશ્યક વિભાગ પરથી આગળ ચાલીએ
૪ ૨ લોકોત્તર ધર્મના બે પ્રકાર છે શ્રતધર્મ અને ચારિત્રધર્મ દશવૈકાલિક સૂત્રની ટીકામા આ૦ શ્રી હરિભદ્રસૂરિજી ધર્મના આવા બે પ્રકાર પાડીને કહે છે કે કાદશાગી-મૂળ આગમ એ મૃતધર્મ છે સ્વાધ્યાય, વાચના વગેરે તત્ત્વચિ તવના કરવી એ ધર્મનું કારણ હોવાથી એ
૩૮