________________
ધર્મભાવના
૨૯૫
ત્યા પૂર્ણવિરામ થઈ જાય છે નિસ્વાર્થભાવે, પ્રેમપૂર્વક, પિતાની ફરજ સમજી, વિવેકને આગળ કરી જે દાન અપાય તેને મહિમા વિશેષ છે
દાનના અનેક પ્રકારનો વિચાર અનેક ગ્રંથોમાં બતાવ્યો છે તે સર્વ આદરણીય છે. એમાં જેટલે અંશે પિતાની જાતને ભુલાય, ફરજના ખ્યાલથી ગુપ્ત દાન દેવાય અથવા પ્રસિદ્ધિને મોહ ઓછો થાય તેટલે અંશે લાભ વધારે છે. દાન આપવાની ભાવના તો સર્વ પ્રકારે ઈષ્ટ છે.
(૨) શીલ (બ્રહ્મચર્ય). દેશથી અથવા સર્વથી. દેશથી એટલે સ્વદારાસ તેષ. સામાન્ય કર્તવ્યપરાયણ માણસ પણ પરસ્ત્રી તરફ રાગથી જુએ નહિ પરસ્ત્રી એટલે પારકાની સ્ત્રી એટલું જ નહિ પણ તેમાં કુમારિકા, વિધવા, વેશ્યા, ગુણિકા આદિ સર્વને સમાવેશ થાય છે એમા તિર્યંચ સાથેના વિષયનો પણ સમાવેશ થાય છે પરણેલો માણસ અન્ય સ્ત્રીને વિચાર કરે તો તે પોતાની સ્ત્રીને અન્યાય જ આપે છે. આખા વ્યવહારને અનુરૂપ સ્વદારાસ તેષ વૃત્તિ જરૂર કેળવવા યોગ્ય છે. અપરિણીત કે વિધુરને સર્વથા બ્રહ્મચર્ય રાખવાનું છે.
બ્રધ્રાચર્ય પાળવા માટે કેટલીક ઉપયોગી સૂચનાઓ અનુભવીઓએ કરી છે, તેને શિયળની નવ વાડો કહેવામાં આવે છે ૧. સ્ત્રી, પશુ ને નપુ સકવાળી વસ્તીમાં વાસ ન કરવો. ૨. સ્ત્રીસબ ધી કથા ન કરવી ૩. સ્ત્રી જે આસન પર બેઠી હોય ત્યા બે ઘડી સુધી બેસવું નહિ. ૪. સ્ત્રીઓના અંગેપાગ નીરખી નીરખીને જેવાં નહિ ૫ જ્યા બાજુના ઓરડામા વિલાસ થતો હોય ત્યાં સૂવું-રહેવુ નહિ ૬. પૂર્વે ભગવેલ ભેગો કે કરેલ કીડાઓ સ ભારવાં નહિ ૭, અતિવીર્યવર્ધક (પૌષ્ટિક) ખોરાક લેવો નહિ ૮ પેટ ભરીને–ચાપીને જમવું નહિ. ૯ શરીરની શોભા-વિભૂષા કરવી નહિ આ સૂચનાઓ બ્રહ્મચર્ય-રક્ષા માટે છે પિતાની સ્ત્રી સાથે વિષયસેવનમાં પણ બનતો સયમ રાખવો બ્રહ્મચર્યવ્રત ઉપર ગની પ્રગતિનો આધાર છે અને આત્મવિકાસમાં એ ઘણો અગત્યનો ભાગ ભજવે છે એ લક્ષ્યમાં રાખવુ સ્ત્રી એટલે સ સાર એ ખ્યાલમાં રાખવુ. આત્મિક પ્રગતિ ઈચ્છનારે બ્રદ્ધાચયન-શિયળને અતિ મહત્વનું અંગ ગણવાનું છે - સ્ત્રીઓએ આ સર્વ હકીક્ત પુરૂષને અગે ઘટતા ફેરફાર સાથે સમજી લેવાની છે સ્ત્રીનું બૈર્ય વિશેષ બળવાન ગણાય છે એ ધારે તે પોતાની જાત ઉપર પુરુષ કરતા વધારે કાબૂ રાખી શકે સતી સ્ત્રીઓનાં નામે પ્રભાતમાં લેવાય છે તે તેમના સતીત્વને અગે, એકનિષ્ઠાયુક્ત પતિસેવાને અંગે અને શિયળવ્રત તથા સદાચારને અગે છે, એ ધ્યાનમાં રાખવુ. કલાવતી, મયણાસુંદરી, સીતા, આ જનાસુંદરી આદિ સતીના સુવિખ્યાત ચારિત્રોમાં શિયળનો જ મહિમા ભર્યો છે આ ધર્મને બીજો પાયો છે
(૩) તપ : ધર્મને ત્રીજો પ્રકાર તપ છે નવમી નિરાભાવનામાં આપણે એના બાહ્ય તેમ જ આભ્ય તરભેદે વિચારી ગયા છીએ પ્રત્યેકના છ છ ભેદ સમજ્યા અને તેના પર વિસ્તારથી વિચારણા કરી (જુઓ પ્રથમ ભાગને પૂર્વપરિચય) અત્ર ફરી તે પર ચર્ચા