________________
'નિજાભાવના
૨૮૫ કરે છે, પણ એમ કરવાથી કાઈ કર્મ ઓછા થતાં નથી, ઊલટા એ રીતે તે કર્મ વધે છે. સમતાથી કર્મ ભોગવાય નહિ તો સરવાળે ભાર વધતો જ જાય છે, કેમ કે નવા વધારે બંધાય છે. ત્યારે એમાં સરવાળે કાઈ રહેતુ નથી
એક દરે વિચાર કરતા ત્યાગ” વગર બીજો માર્ગ રહેતો નથી, સૂઝે તેમ નથી અને તે સિવાય પત્તો ખાય તેમ નથી.
- ત્યાગની શરૂઆત “દાન-ધર્મથી થાય છે ત્યાગ અને “દાન પર્યાયવાચી શબ્દો છે સાસારિક પ્રાણીએ ત્યાગ કેળવવા માટે દાનથી શરૂઆત કરવી. એ રીતે એને ધનસ પત્તિ પર વિરાગ થાય અને પછી વિરતિભાવ આદરે. સર્વત્યાગ બને તે જરૂર કરે, ન બને તો તેની ભાવના રાખે અને દરમ્યાન ઉત્તમ વ્યવહાર, સત્યપાલન, અણહક્કનું ધન નહિ લેવાને નિશ્ચય, ઉદાર આશય, નિર્દભ વૃત્તિ, સરળતા, શાતિ, નમ્રતા, દયાળુતા, ધીરજ, ક્ષમા,
ઔદાર્ય, કામવાસના ઉપર સયમ, સ્વદારાસતપ, વ્યાપારમાં પ્રામાણિકતા, માનત્યાગ, ધનસ ગ્રહની મર્યાદા, નિરર્થક કથાઓને ત્યાગ, સમભાવની ભાવના, બ્રહ્મચર્ય, સત્યવચન આદિ સદાચારની સેવા કરે, ગુણ ઉપર રાગધરે, ગુણીને પૂજે, માનને કદી આશ્રય ન કરે, ઠઠ્ઠામશ્કરીને ત્યાગ કરે, અભય, અપ અને અપેદને કેળવે અને ગુણને દેખાવ ન કરતા ગુણી થવાની તીવ્ર ઈચ્છા રાખે અને તે માટે બનતે અમલ કરે આવી રીતે રસ્તે ચઢી ગયા પછી તપના અનેક પ્રકારો તે વિચારે. તપ કરવામા એ શરીરને હાનિ ન ધારે. તપ એ ધર્મને પાયે છે એમ સમજે એને માટે એ દરરોજ નિયમ ધારે, વૃત્તિનો સક્ષેપ કરે, જમવા બેસે તે અનેકમાથી થોડી વસ્તુઓ જ લે અને અભક્ષ્ય અન તકાયને અડે પણ નહિ. એ પેટ ભરીને ખાય નહિ, ઈરાદાપૂર્વક ઊણો રહે, રસને ત્યાગ કરે, શરીર-નિર્વાહ માટે જ ખાય, ખાવા માટે જીવે નહિ, જીવવા માટે જરૂર હોય તેટલું–શરીર ધારણ કરવા પૂરતુ અન્ન ગ્રહણ કરે અને શરીરની આળપંપાળ ન કરે એને નાટક-ચેટક ગમે નહિ, એ પાપોપદેશ આપે નહિ, ગપ્પાંસપ્પા મારે નહિ અને બને તેટલાં બાહ્ય તપ કરે એને એકાસણું ઉપવાસાદિ કરતા આનદ આવે. એને ખાવાનુ ઉપાધિરૂપ લાગે.
આ રીતે શરીરને કેળવવાની સાથે મનમાં એને જ્ઞાન પર અગાધ રુચિ હોય એ ક્ષયોપશમ પ્રમાણે જાણે, વસ્તુના હાર્દમાં ઊતરે, વૈયાવચ્ચ વિનયમાં તત્પર રહે, સેવાભાવે માદાની માવજત કરે, વૃદ્ધની સેવા કરે, થયેલ પાપની આલોચના કરે અને જેટલો સમય મળે તેમાં સ્વાધ્યાય કરે બાકીના વખતમા સધ્યાનની ભાવના કરે, કાયેત્સર્ગ કરે. આ રીતે મન-વચન -કાયાના યોગો ઉપર અંકુશ મેળવે અને આત્મપ્રગતિ કરતો એ આગળ વધ્યે જાય. એમાં એને કેાઈ વખત કર્મના ઉદયથી અશાતા થાય તે એ મૂઝાય નહિ, એ પરિષહમાં રાજી રહે, પ્રતિકૂળ પરિપહો અમે અને અનુકૂળ પરિપહોમાં સપડાય નહિ. એને સમિતિ-ગુમિમા રસ પડે અને ભાવનાઓ નિર તર ભાવ્યા કરે, ચેતનરામને અજવાળે અને યતિધર્મોની સતત