________________
૨૮૪
શાંતસુધારસ નિર્જરાભાવનાનાં દૃષ્ટાંતોને પાર નથી. સર્વથી મહા આકર્ષક દષ્ટાત શ્રી વીરપરમાત્માનુ છે. તેઓશ્રીનુ આત્મસાધન અને મને બળ તથા ઉપસર્ગ સહન કરવાની શક્તિ વિચારતા અમાપ ભક્તિભાવ ઉત્પન્ન થયા વિના રહેતો નથી સાડાબાર વર્ષમાં પ્રમાદકાળ નામનો (અહોરાત્ર જેટલ), બાકી આખો વખત અપ્રમત્ત અવસ્થામા ગયો. જેને આત્મા સદેવ જાગતે હોય તેને અભેદ્ય કર્મો પણ અતે શું કરી શકે ?
ગજસુકમાળને માથા પર તેનો સસરો મિલ ખેરના અગારા ભરે ત્યારે તેનું “રૂવાડુ” પણ ફરકે નહીં અને ચેતન ધ્યાનધારાથી ખસે નહી કે સસરા પર ક્રોધ લાવે નહી એ નિર્જરાને અભુત દાખલો પૂરો પાડે છે. અનેક કર્મોને ચૂરે આવા ધીર-વીર પુરુષે જે કરી શકે.
મેતાર્યમુનિ સોનીને ત્યા વહોરવા જાય છે. તેના સેનાના જવ કૌ ચપક્ષી ચરી જાય છે. મુનિ જાણે પણ બોલે નહિ પક્ષીને બચાવવા મહા આકરી પીડા ખમે છે. લીલી વાર તેના માથે વી ટાળવામાં આવી અને મુનિને તડકામાં ઊભા રાખવામાં આવ્યા વાધર સુકાતા મુનિની નસે તૂટવા લાગી, પણ મુનિ ચળ્યા નહિ કર્મોને એક સાથે ચૂરો કરી અંતકૃત કેવળી થઈ અજરામર સ્થાને પહોચ્યા.
ખંધકમુનિની ચામડી ઉતારવાને રાજા હુકમ કરે છે ત્યારે એને પિતાની પીડાનો વિચાર આવતો નથી, પણ ચામડી ઉતારનારને અગવડ ન પડે તેમ ઊભા રહેવા સવાલ કરે છે શમશાતિની આ પરાકાષ્ઠા કહેવાય ! અને આવા ધીરેદાર મહાન વીરા કર્મોને તડતડ કાપી નાખે એમાં નવાઈ નથી.
ધન્ના જેવો મોટો સુખી શેઠીઓ અને શાલિભદ્ર જેવા સુખી વૈભારગિરિ પર જઈને શિલા પર અનશન કરે અને ધ્યાનની ધારાએ ચઢે ત્યારે ગમે તેવા કર્મો હોય તે તે શરમાઈને નાસી જાય એમાં આશ્ચર્ય શુ ? એ વાત આ ભાવનાને મજબૂત કરે છે. આવા તે અનેક દષ્ણાત છે, એને વિચારતા રસ્તો સૂઝી જાય તેમ છે
પરવશપણે આ પ્રાણી ભૂખ, તરસ, વિયોગ સહન કરે છે, અપમાનો ખમે છે, નોકરી કરે છે, હુકમ ઉઠાવે છે, ઉજાગરા કરે છે, ટાઢ-તડકા ખમે છે, હજારો માઈલની મુસાફરી કરે છે અને અનેક પ્રકારની યાતનાઓ ખમે છે, પણ એમાં આશય એહિક-દુન્યવી અને સાધ્ય સંસારવૃદ્ધિનું હોઈ એનું કાંઈ વળતું નથી, વળતું નથી એટલે કે એની આત્મપ્રગતિ જરા પણ થતી નથી દુનિયાદારીનો સહજ લાભ મળે તેની કોઈ ગણતરી નથી, કારણ કે એ અલ્પકાળનો છે.
આ આખી નિર્જરાભાવનામાં કર્મને બરાબર ઓળખવાના છે એની ચીકાશ અને એની ફળાવાસિનો સમય થાય ત્યારે થતી એની પરાધીન દશા વિચારવામાં આવે છે કે રીતે એનો નિકાલ લાવવાનું મન જરૂર થાય તેમ છે ઘણાખરા પ્રાણીઓ ચાલે તેમ ચલાવ્યા કરે છે અને કર્મો ઉદયમાં આવે ત્યારે મૂઝાય છે, રડવા બેસે છે અથવા દુર્ગાન