________________
નિર્જરાભાવના
ર૮૩
સર્વ વશીકરણ કહેવાય. સ યમલકમીને વશ કરવા તપ વશીકરણ મંત્રનું કામ કરે છે. મતલબ “ તપથી સાચો સ યમ સિદ્ધ થાય છે.
તપ ઉજ્જવળ મોક્ષસુખનું બહાનું છે. જ્યારે કઈ સોદો કરવો હોય ત્યારે તે પાકે કરવા નાની રકમ આપવાની હોય છે તેને સત્ય કાર(પ્લાન) કહેવામાં આવે છે. મોચીને જેડાનુ માપ આપી ચાર, આઠ આના ન્હાનાના આપવામા આવે છે અથવા સ્થાવર મિલકત ખરીદવાનો સદે કરતી વખતે ખરીદનાર સેદાની રકમને લગભગ દશમો ભાગ Earnest money (બ્દાના) તરીકે આપે છે તે સેદે પૂરે કરવાની તેની વૃત્તિ બતાવે છે. મોક્ષનો સેદો કરવાને હાથે ઠેકનાર આ તપ છે થયેલા સેદાનો નિર્વાહ કરવાની તેમા શક્યતા પ્રાપ્ત થાય છે અને આ તે મોક્ષસુખના સેદા છે એ ધ્યાનમાં રહે “તપ ઈચ્છિત પૂરનાર ચિંતામણિ–રત્ન છે ચિ તામણિ–રત્ન ચિતવેલ-ઈચ્છલ વસ્તુને પૂરી પાડે છે. એ દેવાધિષ્ઠિત હોય છે. લબ્ધિ-સિદ્ધિ તો એને સાધારણ વાત છે, પણ અનેક ઈષ્ટને યોગ અને પરમ ધ્યેયને યોગ મેળવી આપનાર એ ચિંતામણિ–રત્ન છે.
આવા તપની વાર વાર આરાધના કર આરાધના એટલે પાલના. પાલના એટલે ક્રિયમાણ અવસ્થામાં પ્રાકટય. મતલબ, તપ કર બાહ્યાભ્ય તર તપ કર. તેને આશ્રય સ્વીકાર અને તેમાં પરમ કર્તવ્યતા વ્યવહારરૂપે સ્વીકાર.
૮. કર્મરૂપ વ્યાધિનું ઔષધ તપ છે વ્યાધિ દૂર કરવા જેમ ઔષધ લેવામાં આવે છે તેમ કર્મરૂપ વ્યાધિનો ઉપાય તપ છે. તપથી વ્યાધિનો નાશ થાય છે, એની અસર નરમ પડે છે અને એનાથી શરીરને નીરોગીપણુ પ્રાપ્ત થાય છે કર્મવ્યાધિનું ઔષધ તપ છે ઔષધ કઈ ચીજ સાથે લેવુ તેને “અનુપાન” કહેવામાં આવે છે અહી જે અનુપાન બતાવવામાં આવ્યું છે તે મહા ઉપકારી જિનપતિને સ મત છે અને તે અનુપાન પણ તપ જ છે વ્યાધિનું ઔષધ પણ તપ અને અનુપાન પણ તપ તપના પ્રકાર અનેક હોવાથી અનેક અનુપાન તરીકે સ્વીકારી લેવા દાખલા તરીકે ઔષધમાં અ ત ગ (આભ્ય તર) તપમાથી ધ્યાન કે કાયોત્સર્ગ લીધે હોય તે અનુપાન તરીકે ઉપવાસાદિ બાહ્ય તપને લે.
આ હકીકતની વિશિષ્ટ મહત્તા બતાવવા માટે કહે છે કે એ તપને અને જે અનુપાન છે તે જિનપતિને સ મત છે મનુષ્યને પરમાત્મા થવાનો માર્ગ બતાવનાર અને તે માર્ગ પોતે સ્વીકારનાર શ્રી જિનપતિ જેવી મહાન્ વિભૂતિ-જે વીતરાગ હઈ સાર્વત્રિક પૂજ્ય છે–તેના આધારથી અને તેમની સ મતિથી જે હકીકત આવે તે સર્વમાન્ય બને તેથી તપની પુષ્ટિમાં આ મહાન આધાર બતાવ્યા છે
સર્વ સુખના ભારતુલ્ય શાતસુધારસનું પાન તુ કર હે વિનય શાતસુધારસનું પાન કરવા દ્વારા સુખની મોટી તિજોરી તને મળે છે. આ તપને તુ આદર તપન આવો મહિમા તુ ભાવ, વાર વાર ભાવ, નિર તર ભાવ, ભાવવાનું ચાલુ અભ્યાસ કર અને બાહ્ય તપતુ નિમિત્ત લઈને આલ્ય તર તપમાં નિમન થઈ જાય