________________
૨૮૨
શાંતસુધારસ
ખૂબ વિચારણ-ધ્યાવવા–ભાવવા યોગ્ય છે. ગજસુકુમાળને તેના સાસરા સમિલે માથા ઉપર ખેરના અગારની ભઠ્ઠી કરી ત્યારે ઊકળી જવાનો – તાપ કરવાને – પ્રસંગ હતો છતાં ત્યાં શમનું રાજ્ય હતુ અને શાંતિની ફોરો ઊડતી હતી. એનું ચિત્ત જરા ઊ ચું–નીચું પણ ન થયુ જ્ઞાની તપસ્વીની એ દશા હોય.
તપ પાપનો નાશ કરે છે. અગાઉ જે પાપ બાધેલા હોય તેનો વિનાશ કરે છે. આનો અર્થ નિર્જરા એમ જ સમજવાનો છે. આ પણ તપને લાભ છે.
વળી માનસ-હંસને શુદ્ધ આત્મસ્વરૂપ કમળવનમાં રમાડે છે, કીડા કરાવે છે. મન ત્યા ત્યાં રખડતુ હોય છે એ પ્રાણીને દરરોજને અનુભવ છે તપસ્વીની જરૂરીઆત એટલી મર્યાદિત થઈ જાય છે કે એનું મન અસ્તવ્યસ્તપણે ન રખડતાં આત્મસ્વરૂપમાં લીન થઈ જાય છે આ શુદ્ધ ધ્યાનની ભાવના છે દુર્ગાનના કારણ તપ કરનારને માટે દૂર થઈ જાય છે અથવા અહ૫ થઈ જાય છે એનું મન આત્મારામમાં રમણ કરે છે. એની ભાવના-વિચારણામાં ઓજસ દેખાય છે અને એને આત્મભાન વધારે વધારે થતુ જાય છે ત્યાગમૂર્તિમાં આત્મ-રમણતા હોય એ સહજ બાબત છે માનસરોવરના હસે ઉકરડામાં કદી ચારે ચરતા નથી એ ધ્યાનમાં રહે એના મનની ઉદાત્તતા જ એટલી ભવ્ય હોય છે કે એના રમણ જ જુદા-અનોખા હોય સામાન્ય રીતે મહારાજા દુધર્ષ છે એના પર વિજય મેળવ વધારે આકરો છે આવા આકરા મોહ ઉપર તપ સામ્રાજ્ય મેળવે છે. મહા આકારા મોહનીય કર્મને એ દૂર ફેકી દે છે. સર્વ કર્મમા સાર્વભૌમ સ્થાન ભેગવનાર મેહનીય કર્મને જીતવાને સ્પષ્ટ માર્ગ તપ છે જ્યા દેહ અને મન પર કાબૂ આવતે ગયે ત્યા મેહરાય ટકી શકતો નથી આ તપને મહાત્ લાભ છે.
અહી તપના બીજા ચાર વધારે લાભ બતાવ્યા “એ તાપને શમાવે છે, પાપનો વિનાશ કરે છે, મનને આત્મારામમાં રમણ કરાવે છે અને મહારાજાને બાળી મૂકે છે. આ ચારે લાભ મેળવવાની શરત એ છે કે તપ કરતી વખતે કઈ પણ પ્રકારની અભિલાષા ન હોવી જોઈએ રાજ્ય, ઋદ્ધિ, પુત્ર, સતતિ, કીર્તિ ધન આદિ કારણે અથવા પરભવમા લાભ મેળવવા માટે તપ ક્ય હોય તો તે આ કટિમાં આવતા નથી ચેતન ! આવા તપના મહિમાને ભાવ
૭. તપનો મહિમા ગાવા-એની ભાવનાને સ્પષ્ટ કરવા માટે ત્રણ બાબતે આલકારિક ભાષામાં કહે છે ખૂબ વિચારવા જેવી એ બાબત છે એને બરાબર ખ્યાલ કરો.
તપસંયમ લક્ષ્મીવશીકરણ છે. ઈદ્રિય અને મન પર કાબૂ આવે તેને સ યમ કહેવાય છે. એ સાચી લક્ષ્મી છે. એ જેના ઘરમાં હોય તેને માંગલિકમાળા વિસ્તરે છે. કેઈ શ્રી વશ થતી ન હોય તે તેને વશ કરવાના ઉપાયને વશીકરણ કહે છે પૂર્વકાળમાં સ્ત્રીને વશ કરવા દેરા-ધાગા કરવામાં આવતા, માદળિયા મંત્રાવતા, લીબુના પ્રાગ થતા–વગેરે