________________
નિર્જરાભાવના
૨૮૧ (૩) વૃત્તિહાસ–વૃત્તિ એટલે આજીવિકા–ભોગો ભેગની વસ્તુને સક્ષેપ-ઓછી કરવી-ઘટાડવી તે. (૪) રસપરિહાર–વિશયનો ત્યાગ. એકથી માડીને એ વિગઈ ત્યાગ કરે તે. (૫) સલીનતા–શરીરનાં અંગોને કારણ વગર હલાવવા નહિ તેનું સ વરણ કરવું તે. (૬) કાયકલેશ–વાળને લોચ, આસનાદિનો વેગ, શરીરશૈર્યો.
આ સર્વ બાહ્ય તપ કહેવાય છે એ પૈકી ઉદાર બાહ્ય તપ હોય એટલે જેમાં કોઈ જાતની આશંસા ન હોય તે સમ્યકતપ કહેવાય છે
૫ આત્યંતર તપ છ પ્રકારના છે પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાર્યોત્સર્ગ, શુભ ધ્યાન. આ છનું વિસ્તારથી વર્ણન પ્રત્યેના ભેદેપભેદ સાથે પૂર્વવિવેચનમાં થઈ ગયુ છે આ આભ્ય તર તપ જ્ઞાનમય હોય છે એને વધારનાર બાહ્ય તપ છે કર્મની નિર્જરા કરવામાં આવ્યું તર તપને પ્રધાન સ્થાન છે. આ તપ કરતા એને ક ટાળે આવતો નથી, એના શરીરને અગવડ પડશે કે પડી છે એમ લાગતુ જ નથી. એ સેવાધર્મ સજ્ઞાનપૂર્વકનો હોઈ એથી કદી એને તોષ થતો નથી, એની વધારે સેવા કરવાની અને કષ્ટ સહન કરવાની ભાવના વૃદ્ધિ પામતી જ રહે છે. એને ઉપેચની મધુરતા છે, એટલે કે ઉપાય કરીને જે ચીજ એને પ્રાપ્ત કરવી છે તેમાં એનો તરને રસ છે શ્રીમદ્યશોવિજયજી કહે છે કે દિન-પ્રતિદિન એના આન દમાં વૃદ્ધિ જ થયા કરે છે અને એ ખૂબ લહેરમાં હોય છે. વર્ષોલ્લાસ વધતો જાય, કર્મ ક્ષય પામતાં જાય અને આત્મવિકાસ થતો જાય એ જ્ઞાનની બલિહારી છે, સેવાભાવની પરિસીમાં છે અને ત્યાગનો નિર્ભર આનદ છે.
૬. કોઈપણ પ્રકારની આકાક્ષા, અપેક્ષા કે ફળની ઈચ્છા વગર કરેલ તપ ઉપર ગણાવેલા ચાર લાભ ઉપરાત નીચેના વિશેષ લાભ કરે છે એ પ્રાણીના તાપને શમાવી દે છે આપણો સસારનો ઉકળાટ જોયો હોય તે એ પ્રાણીને ઊભા જ રાખે છે એની ગરમી એટલી તીવ્ર હેાય છે કે જેમ વીજળીનો પ્રવાહ (સ્વિચ) બ ધ કર્યા પછી પણ કેટલાયે વખત ૫ખો ચાલ્યા કરે છે, એમ મનની ઘટી ચાલ્યા કરે છે એને અનુભવે–ધ્યાન આપે–તો જ આ તાપને પ્રાણી ઓળખી શકે. આવા તાપને તપ શમાવી દે છે અહી ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તપસ્વી તે જ કહેવાય કે જેને તાપ શમતો હોય તપ સાથે ક્રોધને વશ પડી જતા હોય તે તપસ્વી ન કહેવાય. તપનુ અજીર્ણ ક્રોધ છે તપને એને જરા પણ ખરો લાભ થયો નથી એમ સમજવાનું છે તપનું મુખ્ય ફળ શાતિનું સામ્રાજ્ય છે અને બાહ્યતપથી શરીર પર અને આભ્ય તર તપથી શરીર, વાચા અને મન પર એટલે સયમ આવી જવો જોઈએ કે એની પાસે ઉકળાટ, ઉશ્કેરણી, મિજાસ, કડવાશ, તુચ્છ ભાષાપ્રયોગ કે માનસિક તુચ્છ વિચારણ સભવે જ નહિ. જ્ઞાની તપસ્વીની આ મહાનું સામ્રાજ્યલક્ષ્મી છે. તપને આ મહિમા