________________
૨૮૦
શાંતસુધારસ તપના આગ તુક લાભ તરીકે શત્રુ હોય તે પણ મિત્ર બની જાય છે. ચંડકૌશિક જેવો ભય કર સર્પ પણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને વશ થઈ ગયો એ એનું જવલત દષ્ટાંત છે. માર-માર કરતો દુશમન ઉઘાડી તલવારે સામેથી ધસી આવતો હોય તે ખરા તપસ્વી પાસે તલવાર મૂકી એના પગમાં પડી પગ ચાપવા બેસી જાય છે. તપનો પ્રભાવ એવો છે કે એની સામે શત્રુતા કદી ટકી શકતી નથી, નભી શકતી નથી, રહી શકતી નથી અને અને જીરવાઈ શકાતી નથી પાત જલ યોગ-સૂત્રમાં કહ્યું છે કે–ત્ર વહુ-પ્રિનિયા સત્યનિધી વૈચા , એટલે એક પ્રાણીમાં અહિસા બરાબર સિદ્ધ થઈ ગઈ હોય – જામી ગઈ હોય તો તેની આજુબાજુમાં જાતિવેરનો ત્યાગ થઈ જાય છે એવા અહિ સક મહાપુરુષને તો કોઈ વેરી હેતુ નથી, પણ કઈ પ્રાણી એની ઉગ્રતા સહન કરી વૈર ધારણ કરતો હોય તે પણ એની નજીક આવે ત્યારે પિતાનુ ધર ભૂલી જાય છે અને જે મારવા આવ્યા હોય તે પ્રાર્થના કરવા બેસી જાય છે. આ તપનો વિશિષ્ટ મહિમા છે પ્રાણીઓ પરસ્પરના જાતિવેર પણ તેની પાસે તજી દે છે
આવાં ચાર કારણોને લઈને તપનો આશ્રય કર તપના હજુ બીજા અનેક લાભે આગળ જણાવવાના છે તે વિચારી, એવા પ્રકારના તપનો તુ આશ્રય કર, એટલે તપને તુ કર. એ તપ આગમનું પરમ રહસ્ય છે. તીર્થંકર મહારાજે પોતે જાતે એનો ઉપયોગ કરી પોતાના દષ્ટાતથી બતાવી આપ્યું છે કે તપ એ શાસ્ત્રનું રહસ્ય છે અહિ સા, સ ચમ અને તપ એ ત્રણ ધર્મને સાર છે, ઉત્કૃષ્ટ મગળ છે અને પ્રાણીને મોશે પહોંચાડનાર છે શ્રી વીરપરમાત્માએ બાહ્ય અને આભ્ય તર તપને ખૂબ અપનાવ્યા છે અને ત્યાગધર્મની શરૂઆત તપથી થાય છે એ પિતાના ચરિત્રથી સ્પષ્ટ કર્યું છે.
આગમગ્રંથોના રહસ્યભૂત આ તપને નિર્મળ ભાવથી કરવાનો છે, એટલે કે એને કરવામાં કોઈ જાતની ઈચ્છા-આશા રાખવાની નથી. આ ભવમાં ધન, સ્ત્રી, પુત્ર કે કીર્તિની પ્રાતિ કે પરલોકમાં દેવ, દેવેદ્ર, ચક્રવતી કે અન્ય પદ-પ્રાપ્તિની ઈચ્છાથી તપ કર્યો હોય તે તેને નિર્મળ ભાવને તપ કહેવાતો નથી
તપના લાભે હજુ વધારે ગણાવવામાં આવશે, દરમ્યાન તપના ભેદો રજૂ કરી તેનું પ્રતિપાદન કરવાની આ તક ગ્રથન્ત હાથ ધરે છે. તે
૪. તપના મુખ્ય બે ભેદ બાહ્ય અને આત્ય તર બાહ્ય તપને બાહ્ય એટલા માટે કહેવામાં આવે છે કે એ આપણું ચક્ષુથી જોઈ શકાય છે. એના છ પ્રકાર પૂર્વપરિચયમા બતાવ્યા છે તે છે. તેનું સક્ષેપ સ્વરૂપ નીચે બતાવ્યું છે. (૧) અનશન-મા અશન, પાન ખાદિમ, સ્વાદિમ ભજનને ત્યાગ એમાં એક ઉપવાસથી
માડીને છ માસ સુધીના ઉપવાસનો સમાવેશ થાય છે. (૨) ઉનેદર–અત્રીશ કેળીઆ પૂરા ભરેલાને પેટ ભરીને ખાવાનું ગણવામાં આવે છે.
કળીઓ એટલે કૂકડીના છેડા પ્રમાણે અહાર એકથી એકત્રીશ કવળ આહાર કરે એ ઉનેદરતા. (સ્ત્રીને ૨૮ કવળને આહાર ગણાય છે.)