________________
[૨૫] સૂર્યસમાન શ્રી “શય્યભવસૂરિ (૪) થયા તે મનકના પિતા હતા. તેમની પાટે ઐરાવતેદ્ર જેવા અને લેકમાં પ્રસિદ્ધ યશવાળા શ્રી “યશોભદ્રસુરિ (૫) થયા. તેની પટરૂપ ભારને વહન કરવામા વૃષભ સમાન અને ગણધરના શ્રેષ્ઠ એવા “શ્રી સભૂતિવિજયસૂરિ અને શ્રી ભદ્રબાહુસૂરિ (૬) લક્ષમીને ધારણ કરનારા થયા. તે બનેની પાટે “શ્રી સ્થૂલભદ્રસૂરિ (૭) ઉદય પામ્યા. ત્યારપછી “શ્રી મહાગિરિ અને “શ્રી સુહસ્તિ (૮) નામના ગુરુ (સૂરિ) થયા. તે બન્નેની પાટે “શ્રીસુસ્થિત” અને “સુપ્રતિબદ્ધ (૯) નામના બને ગણપતિએ જગતમાં લક્ષ્મીને ધારણ કરનારા થયા. તેમના પટ્ટરપી ભૂપણને મણિ સમાન “શ્રી ઇદ્રદિન” (૧૦) નામના ગુરુ થયા. તેના પટ્ટના અધિકારી “શ્રીદિન” (૧૧) નામના સૂરિ થયા તેની પાટે “શ્રી સિ હગિરિ' (૧૨) નામના ગુરુ શોભતા હતા તેની પાટે “શ્રી વજગુરુ સ્વામી (૧૩) થયા. તેના પટ્ટને “શ્રી વજુસેન ગુરુ (૧૪) ધારણ કરતા હતા તેને સ્થાને “શ્રી ચદ્ર' (૧૫) ગુરુ થયા તેના પટ્ટ ઉપર “શ્રી સમંતભદ્ર (૧૬) ગુરુ ઉન્નતિ કરનારા થયા તેના પટ્ટને “શ્રી દેવસૂરિ (૧૭) નામના ગુરુ ભજતા હતા ત્યારપછી “શ્રી પ્રદ્યોતનસૂરિ' (૧૮) થયા તેને સ્થાને “શ્રી માનદેવસૂરિ' (૧૯) થયા. તેના પટ્ટને ધારણ કરનાર “શ્રી માનતુ ગ” (૨૦) નામના ગુરુ થયા ત્યારપછી “શ્રી વીર (૨૧) નામના સૂરિ થયા ત્યારપછી “શ્રી જયદેવસૂરિ (૨૨) થયા ત્યારપછી “શ્રી દેવાન દસૂરિ (૨૩) અને ત્યારપછી પૃથ્વી પર “શ્રી વિક્રમ (૨૪) નામના સૂરિ થયા. ત્યારપછી “શ્રી નરસિહ (૨૫) નામે પ્રસિદ્ધ સૂરિ થયા. તેના પટ્ટના સ્વામી “શ્રી સમુદ્ર (૨૬) નામના સૂરિ થયા, તેને સ્થાને “શ્રી માનદેવસૂરિ (૨૭) અને ત્યારપછી “શ્રી વિબુધપ્રભ' (૨૮) સૂરિ થયા તેના પટ્ટ ઉપર “શ્રી જયાન દસૂરિ' (૨૯) સૂરિલક્ષ્મીનુ પિષણ કરતા હતા. તેની પાટે “શ્રી રવિપ્રભસૂરિ' (૩૦) થયા, તેની પાટના સ્વામી “શ્રી યશેદેવ” (૩૧) મુનિરાજ થયા. ત્યારપછી
શ્રી પ્રદ્યુમ્ન (૩૨) નામના ગુરુ ઉદય પામ્યા. ત્યારપછી “શ્રી માનદેવસૂરિ (૩૩) થયા. ત્યાર પછી “શ્રી વિમલચર (૩૪) ગુરુ થયા ત્યારપછી “શ્રી ઉદ્યોતને (૩૫) નામના ગુરુ થયા. ત્યારપછી “શ્રી સર્વદેવ” (૩૬) નામના મુનીદ્ર થયા. ત્યારપછી “શ્રી દેવસૂરિ (૩૭) અને ત્યારપછી ફરીથી “શ્રી સર્વદેવ” (૩૮) નામના બીજા સૂરિ થયા. ત્યારપછી આ ભૂતળને વિષે પ્રસિદ્ધ, જાણે કે નિર તર ઉદય પામેલા નવીન સૂચક હોય એમ ઘણા ગુણવાળા “શ્રી યશભદ્ર અને “શ્રી નેમિચક્ર (૩૯) નામના સૂરિરાજ થયા ત્યારપછી અદભુત એવા “શ્રી મુનિચદ્ર (૪૦) નામના મુનિ થયા ત્યારપછી તેના શિષ્યને વિષે શ્રેષ્ઠ એવા “શ્રી અજિતદેવ” (૪૧) અને તેના મુખ્ય શિખ્ય “શ્રી દેવસૂરિ નામના વાદી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા તેઓમાના શ્રી અજિતદેવગુરુને સ્થાને પૃથ્વી પર પ્રસિદ્ધ “શ્રી વિજયસિહસૂરિ (૪૨) થયા ત્યારપછી તેના પટ્ટને ધારણ કરનારા, ચ્છના ભારને વહન કરવામા ધુર ધર એવા બે સૂરિ થયા. તેમાં પહેલા “શ્રી સમપ્રભસૂરિ શતાથ (એક ગાથાના સે અર્થ કરનારા) હતા અને બીજા શ્રી મણિરત્નસૂરિ (૪૩) સપુરુષોના મણિ સમાન હતા ત્યારપછી શ્રી મણિરત્નસૂરિના પટ્ટ ઉપર